UPI Payment Complaint Number: ડિજિટલ પેમેન્ટ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. ડિજિટલ ક્રાંતિ સાથે ભારતમાં મોબાઇલ વડે ઓનલાઇન ટ્ર્રાન્ઝેક્શન માટે યુપીઆઈ પેમેન્ટ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. જો કે ઘણી વખતે યુઝર્સ ભૂલમાં ખોટા મોબાઇલ નંબર પર પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી દેતા હોય છે. જ્યારે ઓનલાઇન પેમેન્ટન રકમ વધારે હોય ત્યારે ચિંતા વધી જાય છે. જો કે ખોટા મોબાઇલ નંબર પર ભૂલથી ઓનલાઇન ટ્રાન્ઝેફર થયેલા પૈસા અમુક રીતે પરત મેળવી શકાય છે.
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે ફરિયાદ દાખલ કરો
જો તમે ભૂલથી ખોટા મોબાઇલ નંબર કે ખોટા યુપીઆઈ આઈડી પર પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા છે, તો આ પગલાં લેવાથી તમારા પૈસા ઝડપથી પરત મેળવી શકો છો. સૌથી પહેલા ખોટા નંબર પર થયેલા યુપીઆઈ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વિશે ફરિયાદ કરો. તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે તમારી એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પોર્ટલ ફરિયાદ દાખલ કરો. એનપીસીઆઈ ની વેબસાઇટ npci.org.in પર જાઓ. ત્યાં કન્ઝ્યુમર સેક્શન પર ટેપ કરશો એટલે UPI Complaint (યુપીઆઈ કમ્પ્લેઇન) અને Other Product Complaint (અધર પ્રોડક્ટ કમ્પેઇન) સેક્શન ખુલશે. UPI Complaint પર ટેપ કરો અને ત્યાં આપેલી સુચના બરાબર વાંચી લો.
Dispute Redressal Mechanism એટલે વિવાદ નિવારણ કમ્પેઇન સેક્શનમાં તમારી ફરિયાદ દાખલ કરવાની રહેશે. અહીંયા એક ઓનલાઇન ફોર્મ ખુલશે જેમાં નીચે જણાવેલી જાણકારી આપવાની રહેશે.
- યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી
- વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA)
- ટ્રાન્સફ કરેલી રકમ
- ટ્રાન્ઝેક્શનની તારીખ
- ઇમેલ આઈડી
- મોબાઇલ નંબર
- બેંક સ્ટેટમેન્ટ (જે બેંક એકાઉન્ટ માંથી પૈસા કપાયા છે)
જ્યારે તમે ફોર્મ ભરો ત્યાર ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર ની ફરિયાદનો વિકલ્પ પસંદ કરો.
એનપીસીઆઈ વેબસાઇટ અનુસાર જો તમારી ફરિયાદનું સમાધાન ન થાય તો આ વિશે તમારી બેંકમાં પણ જાણકારી આપી શકો છો. જો અહીં પણ તમારી ફરિયાદનો ઉકેલ ન આવે તો તમે આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ના ડિજિટલ ટ્રાન્ઝેક્શન સંબંધિત બેંક લોકપાલ સમક્ષ ફરિયાદ રજૂ કરી શકો છો.
આ પણ વાંચો | ટોપ અપ હોમ લોન લેનારા સાવધાન, નહીંત્તર દેવાના ડુંગર તળે દબાઈ જશો, જાણો
આરબીઆઈ બેંક લોકપાલમાં ફરિયાદ કરો
જો એક મહિનાની અંદર તમારી ફરિયાદનો ઉકેલ ન આવે અથવા કાર્યવાહીથી સંતોષ નથી તો તમે આરબીઆઈ બેંક લોકપાલ સમક્ષ લઇ જઇ શકો છો. અહીં તમારી ફરિયાદનું સમાધાન આવી જશે.