UPI Credit Line : યુપીઆઈ યુઝર્સ હવે બેંક એકાઉન્ટમાં બેલેન્સ વગર પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે; જાણો યુપીઆઈ ક્રેડિટ લાઇન શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

UPI Credit Line Facility : ટૂંક સમયમાં યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ શરૂ થવાની સંભાવના છે, જેમાં યુઝર્સ બેંક એકાઉન્ટમાં બેલેન્સ વગર પણ ઓનલાઇન પેમેન્ટ કે ઓનલાઇન શોપિંગ કરી શકશે

Written by Ajay Saroya
October 10, 2023 16:36 IST
UPI Credit Line : યુપીઆઈ યુઝર્સ હવે બેંક એકાઉન્ટમાં બેલેન્સ વગર પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે; જાણો યુપીઆઈ ક્રેડિટ લાઇન શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એ ભારતમાં વિકસિત ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. (Photo- Canva)

UPI Credit Line For Online Payments : ડિજિટલ ક્રાંતિના પગલે દેશ અને દુનિયામાં ડિજિટલ પેમેન્ટ એટલે ઓનલાઇન ટ્રાન્ઝેક્શકનનું પ્રમાણ વધી રહ્યું છે. ઓનલાઇન પેમેન્ટ કરવા માટે બેંક એકાઉન્ટમાં પુરતું બેલેન્સ હોવું જરૂરી છે. ઘણી વખત બેંક એકાઉન્ટમાં પુરતું બેલેન્સ ન હોવાના કારણે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે અને લોકો તેમની મનપસંદ ચીજવસ્તુ ચીજ ખરીદી શકતા નથી. હવે યુપીઆઈ યુઝર્સને બેંક બેલેન્સ વગર ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા મળશે. યુપીઆઈ ટુંક સમયમાં તેની નવી યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ કરવાની તૈયાર કરી રહી છે, જેમાં યુઝર્સ તેના બેંક એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોય તો પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. જાણો યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તેના ફાયદાઓ…

યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ (UPI Credit Line)

યુપીઆઈ હેઠળ યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. જેમાં યુઝર્સ તેમના બેંક એકાઉન્ટમાં બેલેન્સ વગર પણ શોપિંગ કરી શકશે. યુઝર્સ ખરીદી કરતી વખતે યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસનો ફાયદો ઉઠાવી શકશે. આ એક પ્રકારની નિર્ધારિત અપ્રુવ્ડ લિમિટ હશે, જ્યારે બેંક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય ત્યારે ગ્રાહકો ખરીદીના સમયે યુપીઆઈ ક્રેડિટ લાઇનનો ફાયદો ઉઠાવી શકશે.

Online Payments Tips | Online Payments Refund Tips | Payments Refund Tips | online payment failed | E Payments Tips
આરબીઆઈ એ ઓનલાઇન પેમેન્ટ રિફંડ માટેના નિયમો નક્કી કર્યા છે.

યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ ક્યારે શું થશે? (When starts UPI Credit Line Facility)

સપ્ટેમ્બરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ (જીએફએફ) દરમિયાન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ દર્શકોને જણાવ્યુ હતુ કે તે કેવી રીતે કામ કરે છે. એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારત ઈન્ટરફેસ જેવા BHIM, PayZepp, Paytm અને GPay પેમેન્ટ એપ પર મર્યાદિત યુઝર્સની વચ્ચે આવા પ્રકારની સર્વિસનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. બેંકો સાથે વાતચિત્તમાં જાણવા મળ્યું કે, યુપીઆઈ સર્વિસ આગામી મહિનાઓમાં એક મોટા યુઝર્સ વર્ગ માટે શરૂ કરવામાં આવી શકે છે.

યુપીઆઈ ક્રેડિટ લાઇન સર્વિસ ઓનલાઇન પેમેન્ટમાં બની શકે છે ગેમ ચેન્જર (Without Bank Blance Do Online Payment by UPI Credit Line)

મનીકોન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર ફિનટેક ફર્મ સર્વત્ર ટેકનોલોજીના ફાઉન્ડર અને એમડી મંદાર અગાશે જણાવ્યુ હતુ કે, યુપીઆઈ પેમેન્ટમાં ક્રેડિટ લાઈનનો સમાવેશ કરવો એ યુપીઆઈ પેમેન્ટના દાયરાનું વિસ્તરણ છે. આ બહુ મહત્વપૂર્ણ ફિચર બની શકે છે. અત્યાર સુધી સેવિંગ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ અને પ્રીપેડ વોલેટ અને ક્રેડિટ કાર્ડ યુપીઆઈથી લિંક કરવામાં આવતા હતા. આ નવું ફિચર એક ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તે યુપીઆઈ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી ક્રેડિટ લાઈનનો એક સાથે લાવે છે.

રિઝર્વ બેંકે યુપીઆઈ ક્રેડિટ લાઇનની ઘોષણા કરી હતી (RBI UPI Credit Line Facility)

એપ્રિલમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કોલેટરલ ફ્રી- જામીનગીરી વગર, પ્રી અપ્રુવ્ડ ક્રેડિટ લાઈન અને ધિરાણ મર્યાદાની શરૂઆત કરવાની ઘોષણા કરી હતી, જેને એક યુઝર્સ પોતાના બેંકથી યુપીઆઈ પ્લેટફોર્મ મારફતે એક્સેસ કરી શકે છે.

આ પણ વાંચો | ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થયુ પણ બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા? જાણો ઓનલાઇન પેમેન્ટ રિફંડ મેળવવાની રીત

યુપીઆઈ ક્રેડિટ લાઇનની સુવિધા કેવી રીતે મળશે? (UPI Credit Line Apply)

મોટાભાગના યુપીઆઈ એકાઉન્ટ બેંકના સેવિંગ એકાઉન્ટ સાથે લિંક હોય છે. યુપીઆઈ સર્વિસ પર ક્રેડિટ લાઇનના ફાયદા ઉઠાવવા માટે યુઝર્સે પોતાની બેંકને એક અરજી કરવાની રહેશે. ત્યારબાદ બેંક ધિરાણ લેનાર એટલે કે યુઝર્સની નાણાંકીય માહિતીનું આંકલન કરશે. જેમાં યુઝર્સની આવક, ક્રેડિટ સ્કોર અને અગાઉની પેમેન્ટ સાયકલના પેટર્નના આધાર તેને ક્રેડિટ લાઈનની સુવિધા આપવી કે નહીં અને કેટલી આપવી તે નક્કી કરશે. યુઝર્સે બેંકને આવકની માહિતી, આઇડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ વગેરે આફવું પડશે. ડોક્યુમેન્ટ પ્રોસેસ બેંકો અનુસાર બદલાઇ શકે છે. યુઝર્સની યુપીઆઈ ક્રેડિટ લાઇનની વિનંતી સ્વીકાર્યા બાદ બેંક તમારી ક્રેડિટ લિમિટ નક્કી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ