UPI PIN યાદ રાખવાની ઝંઝટ દૂર, હવે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન થી પેમેન્ટ થશે, નવી સેવા 8 ઓક્ટોબરથી શરૂ

UPI Payments Biometric Authentication : યુપીઆઈ માં નવું ફીચર ઉમેરાયું છે, જેના દ્વારા PIN દાખલ કર્યા વગર માત્ર ફિંગરપ્રન્ટ અને ફેસ રેકગ્નિશન થી જ ઓનલાઇન પેમેન્ટ થઇ જશે. નવા ફીચરની સર્વિસ 8 ઓક્ટોબર, 2025થી શરૂ થઇ ગઇ છે.

Written by Ajay Saroya
Updated : October 08, 2025 10:11 IST
UPI PIN યાદ રાખવાની ઝંઝટ દૂર, હવે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન થી પેમેન્ટ થશે, નવી સેવા 8 ઓક્ટોબરથી શરૂ
UPI એ હાલમાં સમગ્ર ભારતમાં સૌથી સરળ અને સૌથી લોકપ્રિય ડિજિટલ ચુકવણી પદ્ધતિ છે (તસવીર - યુપીઆઈ)

BHIM UPI App New Features : યુપીઆઈ પેમેન્ટ માટે PIN યાદ રાખાની જરૂર પડશે. સરકાર દ્વારા યુપીઆઈમાં નવું ફીચર્સ ઉમેર્યું છે. હવે યુઝર્સ પીન વગર માત્ર ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. યુપીઆઈ પેમેન્ટમાં નવું ફીચર્સ 8 ઓક્ટોબર, 2025થી લાગુ થયું છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આ ફેરફાર દેશના આધાર સિસ્ટમમાં રહેલા બાયોમેટ્રિક ડેટા મારફતે કરવામાં આવશે. એટલે કે યુઝર્સે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે માત્ર પોતાની ફિંગરપ્રિન્ટ કે ફેસ રેકગ્નિશન દ્વારા ઓથેન્ટિફિકેશન કરવું પડશે.

ફાઈનાન્સિયલ સર્વિસિસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી એમ. નાગરાજૂ એ આ ફીચરની શરૂઆત કરી છે. NPCIના મતે, પ્રકારની PIN સિસ્ટમ વધારે સુરક્ષિત, અસર અને યુઝર્સ ફ્રેન્ડલી છે.

નવું UPI ફીચર કેવી રીતે કામ કરશે?

યુઝર નવા યુપીઆઈ ફીચરનો ઉપયોગ ન માત્ર પેમેન્ટ કરવા, પણ યુપીઆઈ પીન સેટ કે રિસેટ કરવા માટે પણ કરી શકે છે. સાથે જ, તેનાથી યુઝર્સ ATM માંથી રોકડ રકમ ઉપાડવા માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે.

યુપીઆઈની નવી સર્વિસ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જો કોઇ યુઝર્સ ઇચ્છે તો બાયોમેટ્રિક સિસ્ટમ અપનાવી શકે છે, આ સાથે જ જુની યુપીઆઈ પીન સિસ્ટમ પર ચાલુ રાખી શકે છે. એનપીસીઆઈ એ કહ્યું કે, પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને બેંક દ્વારા ક્રિપ્ટોગ્રાફિક સિક્યોરિટી ચેક થી વેરિફાઇ કરાશે, જેથી પુરતી સાયબર સુરક્ષા પ્રાપ્ત થાય છે.

સિનિયર સિટિઝન માટે સુવિધાજનક

NPCI એ જણાવ્યું કે, નવા ફીચરથી સિનિયર સિટિઝનને યુપીઆઈન ઉપયોગ કરવામાં સરળતા રહેશે. સિનિયર સિટિઝનને UPI PIN યાદ રાખવાની અને પીન દાખલ કરવાની કંટાળાજનક કામમાંથી મુક્તિ મળશે. હવે આધાર બેઝ્ડ ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા દ્વારા ઝડપી અને સરળતાથી યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે.

ઓનલાઇન છેતરપીંડિ પર લગામ મૂકવાનો પ્રયાસ

હકીકતમાં RBI છેલ્લા ઘણા સમયથી યુપીઆઈ ફ્રોડ અને પીન સંબંધિત છેતરપીંડિની ઘટનાઓ વિશે ચિંતિત છે. આથી તેણે બેંક અને ફિનટેક કંપનીઓને કહ્યુ હતું કે, PIN કે OPTના બદલે બાયોમેટ્રિક અને બિહેવિયરલ પેટર્ન જેવા વૈકલ્પિક ઓથેન્ટિફિકેશનની રીત અપનાવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ