UPI Payment Rules: યુપીઆઈ પેમેન્ટ માટે 16 જૂનથી નવા નિયમ લાગુ, જાણો કોને ફાયદો થશે

Google Pay, PhonePe, Paytm: NPCIએ આજથી સિસ્ટમ અપગ્રેડ કરવાની સાથે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અનેક મોટા અપગ્રેડ કર્યા છે. જાણો તેનાથી UPI યુઝર્સને શું ફાયદા કરશે

Google Pay, PhonePe, Paytm: NPCIએ આજથી સિસ્ટમ અપગ્રેડ કરવાની સાથે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં અનેક મોટા અપગ્રેડ કર્યા છે. જાણો તેનાથી UPI યુઝર્સને શું ફાયદા કરશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
UPI ID | UPI | UPI Payment | NPCI | UPI Circle

UPI Payments: જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે (Photo: UPI).

UPI Payments Rules: યુપીઆઇમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આજે એટલે કે 16 જૂનથી યૂપીઆઈ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરતી ટેક્નોલોજીમાં ઘણા મોટા અપગ્રેડ કરવામાં આવ્યા છે. નવા લાભ સાથે, ઓનલાઇન મની ટ્રાન્ઝેક્શન ઝડપથી થશે સાથે સાથે પેમેન્ટ રિવર્સલ પહેલા કરતા વધુ ઝડપથી બનશે.

Advertisment

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઇની સ્પીડ 66 ટકા વધારવાના ઇરાદાથી અનેક એડવાન્સ અપગ્રેડ કર્યા છે. NPCIનો ઉદ્દેશ સંપૂર્ણ સિસ્ટમને તેજ બનાવવાનો છે. ઓનાલાઇન ટ્રાન્ઝેક્શનની સ્પીડ વધારવા ઉપરાંત અપગ્રેડમાં સિસ્ટમની કાર્યક્ષમતા, પેમેન્ટ પ્રોસેસિંગમાં ઓછી ભૂલોનો પણ સમાવેશ થાય છે. આ લાભો ગૂગલ પે, ફોનપે, પેટીએમ યુપીઆઈ, ભીમ, વોટ્સએપ યુપીઆઈ સહિત તમામ યુપીઆઈ સર્વિસ પ્રોવાઇડર્સને લાગુ પડશે.

યુપીઆઈના ઉપયોગમાં આવેલી તેજી બાદ NPCI દ્વારા આ મોટું અપગ્રેડ બહાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુપીઆઈ પ્લેટફોર્મ પર દરરોજ કરોડો ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. નવા ફેરફારોનો હેતુ ખાસ કરીને ચુકવણી પ્રક્રિયામાં વિલંબને ઘટાડવાનો અને તમામ હિસ્સેદારો (વપરાશકર્તાઓથી લઈને મોટા પેમેન્ટ પ્લેટફોર્મ અને બેંકો) નો વિશ્વાસ વધારવાનો છે.

અગાઉના પરિપત્રમાં, NPCI એ UPI સાથે સંકળાયેલા વિવિધ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઈ) ના રિસ્પોન્સ ટાઇમને ઘટાડવાની યોજના વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઇયે કે, યુપીઆઈ ઈકોસિસ્ટમ એ પેમેન્ટ એક્ઝેક્યુશન, સ્ટેટસ ચેક વગેરે જેવા મહત્વના કાર્યો માટે એપીઆઈની કરોડરજ્જુ સમાન છે. Request Pay/ Response Pay ટાઇમ 30 સેકન્ડ થી ઘટાડીને 15 સેકન્ડ કરવામાં આવ્યો છે. અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ સમય હવે 10 સેકંડનો છે. check transaction status અને એડ્રેસ વેલિડેશન પણ 10 સેકન્ડનો સમય લે છે.

Advertisment

પહેલા કરતા વધુ સુદ્રઢ થયેલા રિસ્પોન્સ ટાઇમ વિશે અનુમાન છે કે, રેમિટર બેંક, લાભાર્થી બેંક અને ગુગલ પે, ફોન પે, પેટીએમ જેવી લોકપ્રિય ઓનલાઇન ટ્રાન્ઝેક્શન એપ્લિકેશન અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (PSPS)ની વિશાળ શ્રૈણીને ફાયદો થશે.

ટેકનોલોજી બિઝનેસ Investment