UPI Refund Process: યુપીઆઈ (Unified Payments Interface) ઓનલાઇન મની ટ્રાન્સફર કરવામાં ઉપયોગી સુવિધા છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં યુનિફાઇટ પેમેન્ટ ઇન્ટરફેશનું મોટું યોગદાન છે. ભારતમાં યુપીઆઈ પેમેન્ટ વધ્યં છે. આ સાથે જ ખોટા મોબાઇલ નંબર કે યુપીઆઈ આઈડી પર પૈસા મોકલવાની ઘટનાઓ પણ બને છે. જો કે સારી વાત એ છે કે, સમયસર પગલાં લેવાથી ખોટા યુપીઆઈ આઈડી પર મોકલેલા પૈસા પરત પણ મળી જવાની શક્યતા છે. અહીં ખોટા યુપીઆઈ આઈડી પર મોકલેલા પૈસા પરત મેળવવાની સરળ રીત જણાવી છે.
ખોટા UPI ID પર પૈસા મોકલ્યા બાદ શું કરવું?
જો તમે ખોટા યુપીઆઈ આઈડી પર પૈસા મોકલી દીધા છે, તો સમયસર પગલાં લેવા જોઇએ. સૌથી પહેલા તે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો સ્ક્રીનશોટ લઇ લો, જેથી તે પુરાવા તરીકે રજૂ કરી શકાય. ત્યાર પછી તમારી બેંક બ્રાન્ચમાં રૂબરૂ જઇ અથવા બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન લોક કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપો. તેમા જે યુપીઆઈ આઈડી પર પૈસા મોકલ્યા, એટલે કે પૈસા મોકલનાર અને મેળવનાર, તારીખ, સમય અને રકમ વગેરેની જાણકારી આપો.
ઉપરાંત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના હેલ્પલાઇન નંબર 1800-120-1740 ઉપર પણ ફોન કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. આ ફરિયાદ 3 દિવસની અંદર કરવાની રહેશે, નહીંત્તર મુશ્કેલી પડશે. તમે જેટલા વહેલી ફરિયાદ કરો છો, તેટલા વહેલા પૈસા પરત મળવાની સંભાવના રહે છે.
NPCI ને ઓનલાઇન ફરિયાદ કેવી રીતે કરવી?
NPCI ને યુપીઆઈ પેમેન્ટ સંબંધિત તમામ સમસ્યા માટે એક સમર્થિત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ ઓનલાઇન પ્લેટફોર્મ પર યુપીઆઈ સંબંધિત ફરિયાદ દાખલ કરી શકાય છે.
- સૌથી પહેલા કોમ્પ્યુટર કે મોબાઇલમાં NPCI વેબસાઇટ ઓપન કરો
- હવે NPCI UPI Dispute Redressal પર જાઓ
- ત્યાર પછી Dispute ટેબ પસંદ કરો
- ટ્રાન્ઝેક્શનનો પ્રકાર પસંદ કરો – Person to Person અથવા Person to Merchant
- જરૂરી વિગતો દાખલ કરો. જેમ કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી, બેંકનું નામ, યુપીઆઈ આઈડી, પેમેન્ટની રકમ, તારીખ, ઇમેલ આઈડી, મોબાઇલ નંબર, બેંક સ્ટેટમેન્ટની નકલ
- તમામ વિગત દાખલ કરી ફોર્મ સબમિટ કરી દો.
- ત્યાર પછી NPCI તમારી ફરિયાદની તપાસ કરશે અને જરૂરી પગલાં લેશે.
- UPI Transaction Limit : યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવામાં આવી છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટન જાણકારી હશે તો મોટી રકમ ગુમાવવાથી બચી શકાય છે. વિવિધ હેતુઓ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ આ મુજબ છે –
- સામાન્ય ટ્રાન્ઝેક્શન – 1 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન દીધ
- વીમા કે કેપિટલ માર્કેટ પેમેન્ટ – 2 લાખ રૂપિયા
- IPO એપ્લિકેશન : 5 લાખ રૂપિયા સુધી
(નોંઘ: આ ટ્રાન્ઝેક્શન લિમિટ બેંક મુજબ અલગ અલગ હોઇ શકે છે.)
જો NPCI થી ફરિયાદનું સમાધાન ન આવે તો શું કરવું?
જો બેંક કે એનપીસીઆઈ 30 દિવસની અંદર તમારી ફરિયાદનો ઉકેલ ન લાવે તો તમે આ મામલે RBIના બેંક લોકપાલનો સંપર્ક કરી શકો છો. આ એક સ્વતંત્ર સંસ્થા છે જે ગ્રાહક અને બેંક વચ્ચેના વિવાદનો ઉકેલ લાવે છે. બેંક લોકપાલને આરબીઆઈની વેબસાઇટ પરથી ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકાય છે.