scorecardresearch

UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ : ક્યા UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે અને ક્યા ટ્રાન્ઝેક્શન પર નહીં, NPCIએ સ્પષ્ટતા કરી

UPI transactions NPCI : UPI મારફતે 2000 રૂપિયાથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન પર 1 એપ્રિલથી ચાર્જ ચૂકવવો પડશે તે મામલે NPCIએ સ્પષ્ટતા કરી છે.

UPI transactions
UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે NPCI એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી.

UPI મારફતે 2000 રૂપિયાથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન પર 1 એપ્રિલ, 2023થી ચાર્જ ચૂકવવો પડશે તેવી ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ બુધવારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.એનપીસીઆઇ એ ક્યા પ્રકારના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે અને ક્યાં યુપીઆઇ ટ્રાન્ઝેક્સન પર ચાર્જ નહીં લાગે તેની સ્પષ્ટતા કરી છે.

બેંકમાંથી બેંક UPI ટ્રાન્ઝેક્શન પર કોઇ ચાર્જ નહીં લાગે

NPCIએ જારી કરેલા એક સર્ક્યુલરમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, UPI ટ્રાન્ઝેક્શન માટે કસ્ટમરે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહીં. બેંક એકાઉન્ટ માંથી બેંક એકાઉન્ટમાં UPI પેમેન્ટ્સ અથવા સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. જો કે, ઇન્ટરચેન્જ ચાર્જ માત્ર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ પર જ લાગુ પડશે છે અને ગ્રાહકોએ કોઈ ચાર્જ લાગશે નહીં.

PPI વોલેટમાંથી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે

NPCI એ કહ્યુ કે, રેગ્યુલેટરી ગાઇડલાઇન અનુસાર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટુમેન્ટ્સ વોલેટ (PPI Wallets) હવે ઇન્ટરઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો હિસ્સો છે. હવે તેને ધ્યાનમાં રાખતા NPCI એ પીપીઆઇ વોલેટ્સ ને ઇન્ટરઓપરેબલ યુપીઆઇ ઇકોસિસ્ટમનો હિસ્સો બનાવવાની મંજૂરી આપી છે.આથી ઇન્ટરચેન્જ ચાર્જ માત્ર PPIનો ઉપયોગ કરતી વખતે 2,000 રૂપિયાથી વધારે રકમના યુપીઆઇ ટ્રાન્ઝેક્સન પર 1.1 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.

એક્સપર્ટ અનુજ ગુપ્તાના મત મુજબ, NPCIની સર્ક્યુલરમાં જણાવાયુ છે કે, કસ્ટમર અને મર્ચન્ટ / વેપારી વચ્ચે બેંક એકાઉન્ટમાંથી બેંક એકાઉન્ટમાં કરાયેલા યુપીઆઇ ટ્રાન્ઝેક્શનને તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. ઉપરાંત NPCI તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, PPI ચાર્જ માત્ર મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ લાગુ થશે. કોઇ ગ્રાહક પર ચાર્જનો બોજ પડશે નહીં. એટલે કે કસ્ટમર કોઇ મર્ચન્ટ કે વેપારીને ગમે તેટલા રૂપિયાનું યુપીઆઇ ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને આ ઓનલાઇન લેવડદેવડ તદ્દન ફ્રી રહેશે.

ઉદાહરણ તરીકે, જો તમે કોઇ દુકાનદાર પાસેથી 2000 રૂપિયાથી વધારે ચીજવસ્તુ ખરીદો છો. તો ગ્રાહક તેને એટલી જ રકમ યુપીઆઇ મારફતે ટ્રાન્ઝેક્શન કરીને જેટલું બીલ થયું છે તેટલી રકમનું ઓનલાઇન પેમેન્ટ કરશે. કસ્ટમર QR કોડ સ્કેન કરીને યુપીઆઇ ટ્રાન્ઝેક્શન વડે દુકાનદારના એકાઉન્ટમાં ઓનલાઇન પેમેન્ટ કરે છે. હવે 1 એપ્રિલ બાદ UPI QR ટ્રાન્ઝેક્શન મારફતે થતા મર્ચન્ટ પેમેન્ટ પર 1.1 ટકા ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલવામાં આવશે અને તેનાથી ગ્રાહકો પર કોઇ બોજ પડશે નહીં.

NPCIએ તેના સ્પષ્ટીકરણમાં જણાવ્યું છે કે, UPI મારફતે કોઇ એક બેંક ખાતામાંથી અન્ય બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતી વખતે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત ગ્રાહક પાસે UPI આધારિત એપ્સ પર બેંક એકાઉન્ટ, Rupay ક્રેડિટ કાર્ડ,પ્રીપેડ વોલેટ્સનો ઉપયોગ કરવાનો વિકલ્પ રહેશે. UPIની અનુસાર દેશમાં ગ્રાહકો અને વેપારીઓ માટે દર મહિને 8 અબજ UPI ટ્રાન્ઝેક્શન તદ્દન મફતમાં પ્રોસેસ કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, દેશમાં થતા 99.9 ટકા UPI ટ્રાન્ઝેક્શ બેંક એકાઉન્ટ મારફતે જ થાય છે.

Web Title: Upi transaction charges npci ppi merchant transactions

Best of Express