/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/UPI-transaction-limit-fixed-Know-your-banks-daily-transaction-limit.jpg)
UPI ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે એક માઠા સમાચાર છે. રિઝર્વ બેન્ક હવે ટૂંક સમયમાં થર્ડ પાર્ટી UPI પેમેન્ટની માટે ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) થર્ડ પાર્ટી UPI પેમેન્ટના કુલ ટ્રાન્ઝેક્શન લિમિટને 30 ટકા સુધી મર્યાદિત કરવાના નિર્ણય મામલે રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી રહી છે. NPCI UPI ટ્રાન્ઝેક્શન લિમિટના નિયમને 31 ડિસેમ્બર 2022 સુધી લાગુ કરવા ઇચ્છે છે. જો નિયમ અમલમાં આવ્યો તો ગૂગપ- પે અને ફોન-પેનો ઓનલાઇન પેમેન્ટ માર્કેટ પર એકાધિકાર ટૂક સમયમાં સમાપ્ત થઇ જશે.
હાલ UPI ટ્રાન્ઝેક્સન પર કોઇ લિમિટ નથી
હાલ UPI ટ્રાન્ઝેક્શનની માટે કોઇ લિમિટ નથી જેના કારણે Google pay અને Phone payની હિસ્સેદારી વધીને 80 ટકા સુધી પહોંચી ગઇ છે. NPCIએ નવેમ્બર 2022માં એકાધિકારની મુશ્કેલીઓથી બચવા માટે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન માટે ટ્રાન્ઝેક્શનની લિમિટ 30 ટકા નક્કી કરવાનો નિયમ લાવવા જણાવ્યુ હતું. જો કે હાલ આ નિયમ માત્ર વિચારણાના તબક્કામાં છે. આ ચર્ચામાં NPCIના અધિકારી, નાણાં મંત્રાલય અને રિઝર્વ બેન્કના અધિકારીઓ શામેલ થયા છે.
ડિસેમ્બર સુધી લેવાશે નિર્ણય
NPCI આગામી મહિને અથવા ચાલુ મહિનાના અંત સુધી આ મામલે નિર્ણય લઇ શકે છે. તો UPI ટ્રાન્ઝે્ક્શનમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ નક્કી કરવામાં આવી શકે છે. આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાયા બાદ જ તેનો અમલ કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/UPI-transaction-limit-2.jpg)
UPI શું છે?
UPI એ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે મોબાઇલ એપ્લિકેશન મારફતે બેંક એકાઉન્ટમાંથી નાણાંનું ત્વરિત ટ્રાન્સફર સક્ષમ બનાવે છે. UPI દ્વારા, ગ્રાહક એક બેંક એકાઉન્ટને ઘણા બધી UPI એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે. ઉપરાંત, ઘણા બધા બેન્ક એકાઉન્ટને એક જ UPI એપ્લિકેશન મારફતે ઓપરેટ કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે જો તમારી પાસે સ્કેનર, મોબાઈલ નંબર અથવા UPI આઈડીમાંથી માત્ર એક જ માહિતી હોય તો પણ UPI તમને મની ટ્રાન્સફરની સુવિધા આપે છે.
ક્યાં બેન્કની કેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ છે?
- ભારતની સૌથી મોટી સરકારી માલિકીની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા એક લાખ રૂપિયા છે. તે ઉપરાંત તેની દૈનિક ટ્રાન્ઝેક્શન લિમિટ પણ 1 લાખ રૂપિયા જ છે.
- તેવી જ રીતે ICICI બેન્કની UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
- તો પંજાબ નેશનલ બેન્ક (PNB)ની ટ્રાન્ઝેક્શન લિમિટ 25,000 રૂપિયા છે, જ્યારે દૈનિક UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 50,000 રૂપિયા નક્કી કરાઇ છે.
- ખાની ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા HDFC બેન્કની UPI ટ્રાન્ઝેક્શન અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા છે. અલબત્ત, નવા કસ્ટમરોને પ્રથમ 24 કલાક સુધી માત્ર 5000 રૂપિયાના જ ટ્રાન્ઝેક્શનની પરવાનગી છે.
- એક્સિસ બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમિટ અને દૈનિક લિમિટ 1-1 લાખ રૂપિયા છે.
ઓક્ટોબરમાં કેટલું UPI ટ્રાન્ઝેક્શન થયું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/UPI-transaction-limit-1.jpg)
તમને જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે ઓક્ટોબર 2022માં UPI ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 7.7 ટકાના વધારા સાથે 730 કરોડના સ્તરે પહોંચી ગઈ હતી, જેની કુલ કિંમત 12.11 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે સપ્ટેમ્બર 2022માં 678 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં કુલ 11.16 કરોડ રૂપિયાની ઓનલાઇન લેવડ-દેવડ કરવામાં આવી હતી. બીજી તરફ, ઓક્ટોબર 2022 માં IMPS ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 48.25 કરોડ હતી, જેનું મૂલ્ય 4.66 લાખ કરોડ રૂપિયા હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us