India : ટ્રમ્પ ટેરિફ વચ્ચે અમેરિકાની IT કંપનીઓ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરશે, AI અને ડેટા સેન્ટર હબ બનશે

US IT Companies Investment In India : અમેરિકાની દિગ્ગજ આઈટી કંપનીઓએ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરી છે, જેમા માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન અને ફેસબુક મેટા જેવા દિગ્ગજ ટેક જાયન્ટ્સ સામેલ છે.

US IT Companies Investment In India : અમેરિકાની દિગ્ગજ આઈટી કંપનીઓએ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરી છે, જેમા માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન અને ફેસબુક મેટા જેવા દિગ્ગજ ટેક જાયન્ટ્સ સામેલ છે.

author-image
Ajay Saroya
New Update
Investment

Investment : રોકાણ, પ્રતિકાત્મક તસવીર Photograph: (Freepik)

US IT Companies Investment In India : ટ્રમ્પ ટેરિફના ટેન્શન વચ્ચે પણ ભારત ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રગતિનો ફાયદો ઉઠાવવા અમેરિકા સહિત દુનિયાભરના દિગ્ગજ ટેક જાયન્ટ્સે ભારતમા જંગી મૂડીરોકાણની કરવાની ઘોષણા કરી છે, જેમા ગૂગલ થી લઇ એમેઝોન, માઇક્રોસોફ્ટ અને મેટા કંપનીઓ કંપનીઓ સામેલ છે. આ યુએસ ટેક જાયન્ટ્સ ભારતમાં 67.5 અબજ ડોલરનું રોકાણ કરવાની છે.

Advertisment

ભારતમાં ડિજિટલ યુઝર્સ બેઝ અને AI સર્વિસની માંગ વધી

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, એમેઝોન, ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક જાયન્ટ્સ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો ડોલરનું રોકાણ કરવાની છે. એઆઈ ટેક્નોલોજી, કમ્પ્યુટિંગ પાવર અને ડેટા સ્ટોરેજની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે ભારતમાં જંગી મૂડીરોકાણ કરી રહી છે. ભારતમાં ડિજિટલ યુઝર બેઝ અને એઆઈ સંચાલિત સેવાઓની માંગ સતત વધી રહી છે. ટેકનિકલ સર્વિસની વધતી માંગનો ફાયદો ઉઠાવવા અમેરિકાની આઈટી કંપનીઓ માટે ભારત પસંદગીનું ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. 

માઇક્રોસોફ્ટ ભારતમાં ₹ 1.5 લાખ કરોડનું રોકાણ કરશે

તાજેતરમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ ભારતમાં ₹ 1.5 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જે એશિયામાં અત્યાર સુધીનું કંપનીનું સૌથી મોટું રોકાણ છે. નડેલાની જાહેરાતથી ભારતના AI સ્વપ્નને વેગ મળવાની અપેક્ષા છે. 

સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આ રોકાણ વિશે માહિતી શેર કરી છે. તેમણે પીએમ મોદી સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. સત્ય નડેલાએ લખ્યું, "ભારતમાં AI તકો પર પ્રેરણાદાયી વાતચીત માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર. દેશની મહત્વાકાંક્ષાઓને આગળ વધારવા માટે માઇક્રોસોફ્ટ 17.5 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે." વધુ વાંચવા અહીં ક્લિક કરો.

Advertisment

ભારત ગ્લોબલ ડેટા સેન્ટર હબ બનશે

ગૂગલ ભારતમાં 15 અબજ ડોલરનું રોકાણ કરવાની છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ઓક્ટોબર 2025માં એક ઘોષણામાં જણાવ્યું હતું કે, ભારતના આંધ્રપ્રદેશમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપવા માટે 15 અબજ ડોલરનું રોકાણ કરશે. 

ભારતમાં ખાસ કરીને દરિયાકિનારાના પ્રદેશો અને હૈદરાબાદ જેવા શહેરોમાં નવા ડેટા સેન્ટર હબ ઊભરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભારત ૨૦૧૮થી ડેટા સ્થાનિકીકરણની સાથે વિદેશી સર્વર પર નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે. ભારત એઆઈ ડેટા સેન્ટર માટે એક આકર્ષક ડેસ્ટિનેશનલ તરીકે ઉભરી આવ્યું છે. ભારતમાં ઓછો ડેટા ખર્ચ અને ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યામાં ઝડપી વધારાનો ફાયદો ઉઠાવવા ટેક જાયન્ટ્સ માટે ક્લાઉડ અને AI વિસ્તરણનું કેન્દ્ર બનાવ્યું છે.

માઇક્રોસોફ્ટ કંપનીએ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સ માટે 17.5 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો ઓનલાઇન કોમર્સ એમેઝોને આગામી પાંચ વર્ષમાં દેશભરમાં AI પાવર્ડ સર્વિસમાં 35 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ઘોષણા કરી હતી.

ગૂગલે ભારતીય સમૂહ અદાણી ગ્રુપ અને ભારતી એરટેલ સાથે ભાગીદારી દ્વારા ડેટા સેન્ટરો માટે $15 બિલિયનનું વચન આપ્યું છે. મેટા અન્ય ભારતીય ઔદ્યોગિક ગૃહોના પ્રોજેક્ટ્સ સાથે, ગૂગલની આયોજિત સાઇટ્સ નજીક એક મોટી સુવિધા પણ બનાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા ફેસબુકની પેરેન્ટ કંપની મેટા એ રિલાયન્સ ગ્રૂપ સાથે ભાગીદારી સાથે ભારતના એઆઈ સર્વિસ સેક્ટરમાં રોકાણ કરવાની ઘોષણા કરી છે. આ માટે ફેસબુકની પેટાકંપની ફેસબુક ઓવરસીઝ ઇન્ક. અને રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ લિમિટેડ (REIL)માં 855 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંયુ્ક્ત સાહસમાં 70 ટકા હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અને 30 ટકા હિસ્સે ફેસબુકનો રહેશે. આ જોઇન્ટ વેન્ચર દ્વારા તેઓ એન્ટરપ્રાઇઝ લેવલના AI સોલ્યુશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

india Investment અમેરિકા બિઝનેસ