Indian Social Media App : ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુએ ફરી એકવાર ડિજિટલ સાર્વભૌમત્વ (Digital Sovereignty) અને લોકલ ડિજિટલ સોલ્યુશન્સની જરૂરિયાત પરની ચર્ચાને વેગ આપ્યો છે. દેશી ચેટ એપ Arratai લોન્ચ કર્યા બાદ અને ચર્ચામાં આવ્યા બાદ શ્રીધર વેમ્બુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકાની ટેક્નોલોજી અને સિસ્ટમ્સ પર ભારતની નિર્ભરતા દેશને કેવી રીતે અસુરક્ષિત બનાવી શકે છે.
શ્રીધર વેમ્બુનું શું કહેવું છે?
‘એક્સ’ પર એક પોસ્ટમાં, શ્રીધર વેમ્બુએ કહ્યું છે કે ટેક રેઝિલિયન્સ (Tech Resilience) માટે આગામી 10 વર્ષ માટે નેશનલ મિશન શરૂ કરવાની તાત્કાલિક જરૂર છે.
Zoho ના સ્થાપકે ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની પોસ્ટના જવાબમાં આ વાત કહી હતી. ગોએન્કાએ પણ આ જ મત વ્યક્ત કર્યો હતો કે જો અમેરિકા ભારતના સોફ્ટવેર એક્સેસને અવરોધિત કરે છે, તો દેશ પાસે તેના પોતાના લોકસ સોલ્યુશન્સ અને સોફ્ટવેર હોવા જોઈએ, માત્ર વિકલ્પ તરીકે નહીં, પરંતુ તે નિર્ભરતાને પડકારવા માટે – જેવું ચીને કર્યું છે તેમ.
હર્ષ ગોએન્કા એ શું કહ્યું?
હર્ષ ગોએન્કાની મૂળ પોસ્ટમાં તેમણે ભારતીયોને કલ્પના કરવા કહ્યું હતું કે જો ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ચેટજીપીટી જેવા પ્લેટફોર્મ અચાનક બંધ થઈ જાય તો શું થશે. તેમણે લખ્યું, “ડરામણુ, છે ને? પરિણામો અને અમારો પ્લાન બી શું હોઈ શકે છે તે વિશે ગંભીરતાથી વિચારો. ”
તેના જવાબમાં, યુએસ-ભારત ડિજિટલ ટ્રેડમાં 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ટેક એનાલિસ્ટે ચેતવણી આપી હતી કે આવા પગલાથી “વિનાશક આર્થિક સંકટ” તરફ દોરી શકે છે. નાસ્કોમના 2025 ના અંદાજો અનુસાર, જો આ કટઓફ થાય છે, તો તે ભારતની 200 અબજ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થાને મોટો ફટકો આપી શકે છે, 500 મિલિયનથી વધુ વપરાશકર્તાઓને અસર કરી શકે છે અને જાહેરાતની આવકને 60% સુધી ઘટાડી શકે છે.
એનાલિસ્ટે ‘પ્લાન બી’ને ઝડપથી લાગુ કરવાની સલાહ આપી. તેમાં ભારતીય વિકલ્પોને પ્રોત્સાહન આપવા વિશે વાત કરવામાં આવી હતી – જેમ કે ક્લાઉડ સર્વિસ માટે ઝોહો અને નેક્સ્ટક્લાઉડ, મેસેજિંગ માટે Arattai અને Bhashini જેવા ઓપન સોર્સ એઆઈ મોડેલો. “અમે માત્ર પાંચ વર્ષમાં UPI બનાવ્યું છે, તેથી 18 મહિનામાં ડિજિટલ સાર્વભૌમત્વ હાંસલ કરવું શક્ય છે. ”
ભારતમાં વિકસિત હોમગ્રોન ડિજિટલ એપ્લિકેશંસનું ભવિષ્ય શું છે?
જો કે ઘણી ભારતીય એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ પહેલાથી જ વિકસિત થઈ ચૂક્યા છે, ભારતીય યુઝર્સ હજી સુધી તેમને અપનાવવા માટે તૈયાર નથી. ઉદાહરણ તરીકે, Mappls (MapMyIndia) એ ભારતીય રસ્તાઓ પર નેવિગેશન માટે વધુ સારી એપ્લિકેશન છે, જ્યારે ગૂગલ મેપ્સ ઘણીવાર અપૂર્ણ દિશાત્મક માહિતી આપે છે અને ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ સંપૂર્ણ રીતે સ્થાનિક નથી.
તેવી જ રીતે, Arattai પણ WhatsApp નો દેશી વિકલ્પ છે, જે ધીમે ધીમે તેના હરીફો જેવી સુવિધાઓ ઓફર કરવા તરફ આગળ વધી રહ્યો છે. જો કે, ચિત્ર સંપૂર્ણપણે સકારાત્મક નથી કારણ કે ભારતીય એપ્લિકેશન્સ અને ડિજિટલ સોફ્ટવેરને હજી વધુ સુધારવાની અને કામ કરવાની જરૂર છે. આમ કરવાથી સ્થાનિક અને વૈશ્વિક સ્તરે આ એપ્લિકેશનો અને સોફ્ટવેરના તેમના ઉપયોગને પ્રોત્સાહન મળશે.





