USB Type C : માત્ર ચાર્જિંગ નહીં, સ્માર્ટફોનનું Type C પોર્ટ કરે છે આ 5 અદભુત કામ

Smartphone Type C Port Use Tips : ઘણા લોકો માત્ર સ્માર્ટફોન ચાર્જિંગ કરવા માટે જ Type C પોર્ટનો ઉપયોગ કરે છે. હકીકતમાં ટાઇપ સી પોર્ટ વડે ઘણા કામ થઇ શકે છે. ચાલો જાણીયે નાના ટાઇપ સી પોર્ટના મોટા ફાયદા

Smartphone Type C Port Use Tips : ઘણા લોકો માત્ર સ્માર્ટફોન ચાર્જિંગ કરવા માટે જ Type C પોર્ટનો ઉપયોગ કરે છે. હકીકતમાં ટાઇપ સી પોર્ટ વડે ઘણા કામ થઇ શકે છે. ચાલો જાણીયે નાના ટાઇપ સી પોર્ટના મોટા ફાયદા

author-image
Ajay Saroya
New Update
Smartphone Type C Port Use Tips | USB  Type C Port |  Smartphone Tips

Smartphone Type C Port Use Tips : સ્માર્ટફોન ટાઇપ સી પોર્ટ ઉપયોગ કરવાની ટીપ્સ. Photograph: (Freepik)

Smartphone With USB Type C Port : સ્માર્ટફોન ચાર્જ કરવા મોટાભાગે ટાઇપ સી પોર્ટ (Type C) વપરાય છે. પરંતુ હકીકતમાં આ યુએસબી ટાઇપ સી પોર્ટનો ઉપયોગ માત્ર ચાર્જ કરવા સુધી જ સીમિત નથી, તે એક યુનિવર્સલ સ્ટાન્ડર્ડ પોર્ટ છે, જે ફોનની કેપિબિલિટીઝ અનેક ગણી વધારી દે છે. તેનાથી પાવરબેંક, ડેટા ટ્રાન્સફર, મિની લેપટોપ અને અહીંયા સુધી કે સ્ટ્રીમિંગ ડિવાઇસ સમહિત ઘણી રીતે ઉપયોગી થાય છે. ચાલો જાણીયે નાના Type C પોર્ટના મોટા ફાયદા

Advertisment

ફોનને પાવર બેંક બનાવો

આજકાલ ઘણા ફોન 7000mAh કે તેનાથી મોટી બેટરી ક્ષમતા સાથે આવે છે, જેમા રિવર્સ ચાર્જિંગ ફીચર્સ હોય છે. આથી જો ક્યારેક તમારી પાસે પાવરબેંક નથી તો તમે તમારા ફોનને જ પાવરબેંક બનાવી શકો છો. Type-C ટુ Type-C કેબલ વડે તમારા ફોન માંથી ઇયરબડ્સ, સ્માર્ટવોચ કે અને ફોન પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. જો તે તેની માટે તમારા ફોનમાં રિસર્સ ચાર્જિંગનં ફીચર્સ જોવું જોઇએ.

ફાસ્ટ ડેટા ટ્રાન્સફર

ઘણા લોકો માત્ર એરડ્રોપ (AirDrop) કે Quick Share થી મોટી ફાઇલ શેર કરે છે, પરંતુ તે ક્યારેક ક્યારેક ધીમી કામગીરી કરે છે. આવી સ્થિતિમાં ફોનને Type C પોર્ટ વડે બે સ્માર્ટફોનને C to C કેબલથી કનેક્ટ કરી હાઇ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

ફોનને લેપટોપ બનાવો

ડિવાઇસમાં ટાઇપ સી પોર્ટ વડે તમારા ફોનને એક મિનિ લેપટોપ પણ બનાવી શકાય છે. સેમસંગના પ્રીમિયમ ફોનમાં સેમસંગ ડેસ્ક મોડ પણ આવે છે, જે ડિવાઇસને એક લેપટોપમાં કન્વર્ટ કરી શકે છે. બ્લૂટ્રુથ ડોંગસ કે Type C OTG ની મદદથી ફોન સાથે વાયરલેસ કીબોર્ડ અને માઉસ પણ લિંક કરી શકાય છે.

Advertisment

ટીપી પર સ્ટ્રીમ કરો

Type C પોર્ટ તમારા ફોનની સ્ક્રીનને ટીવી પર સ્ટ્રીમ કરવાની સુવિધા પણ આપે છે. તેની માટે તમારા માત્ર એક Type C to HDMI કેબલની જરૂર પડશે. ફોનને એક વખત કનેક્ટ કર્યા બાદ ફોનની સ્ક્રીન ટીવી પર જોવા મળશે. 

ફોન સ્ટોરેજ હબ બની જશે

Type C OTG એડોપ્ટર વડે તમારા ફોનમાં પેન ડ્રાઇવ, કેમેરા કે અન્ય એક્સટર્નલ SSD લગાવી શકાય છે, ફોન માંથી સરળતાથી ડેટા કોપી કરી શકાય છે. જો તમારી પાસે એક એવું ડિવાઇસ છે, જેમા 512GB કે તેનાથી વધારે સ્ટોરેજ છે, તો તેના વડે તમારા સ્માર્ટફોનને એક મિનિ સ્ટોરેજ સિસ્ટમ બનાવી શકાય છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન