Indian Railways add new facilities in Vande Bharat Express train: ટ્રેન મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં સંખ્યાબંધ ફેરફાર કરવા જઇ રહ્યુ છે. પ્રવાસી મુસાફરો ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વધુ સુવિધાઓનો આનંદ માણશે કારણ કે ભારતીય રેલવે પ્રીમિયમ ટ્રેનને વધારે સુવિધાઓથી સજ્જ કરવા જઈ રહી છે. રેલવે વિભાગે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 25 નવા ફેરફારો કરશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે વંદે ભારત એક્સપ્રેસના નવા રેક 25 મોટા સુધારા સાથે ટ્રેક પર દોડતા જોવા મળશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં થનાર 25 સુધારા
- બેસવા માટેની સીટ વધારે નરમ અને આરામદાયક હશે
- વધુ આરામદાયક માટે સીટને વધારે પાછળ લઇ જઇ શકાશે
- પાણીના છંટાને રોકવા માટે શૌચાલયોમાં વૉશ બેસિનની ઊંડાઈ વધારવામાં આવશે
- મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સંખ્યા વધશે
- એક્ઝિક્યુટિવ સીટનો કલર લાલના બદલે હવે વાદળી કરવામાં આવશે
- એક્ઝિક્યુટિવ ક્લાસમાં ફૂટરેસ્ટની જગ્યા વધારવામાં આવશે
- નિર્ધારિત સીટો સાથે ડ્રાઇવિંગ ટ્રેલર કોચમાં સુરક્ષિત વ્હીલચેર પોઈન્ટ પૂરા પાડવા
- સારી વિઝિબિલિટી માટે શૌચાલયની લાઇટિંગ વધારવામાં આવશે
- નળમાંથી સુવ્યવસ્થિત રીતે પાણી ચાલુ રહે તેની ખાતરી કરવામાં આવશે
- એક્ઝિક્યુટિવ સીટ માટે મેગેઝિન બેગ
- સારી રીતે પકડ માટે શૌચાલયના હેન્ડલમાં વધારાનો વળાંક ઉમેરવામાં આવશે.
- કટોકટીના કિસ્સામાં સુલભ હેમર બોક્સ કવર સ્થાપિત કરવું.
- ઇમરજન્સીની પરિસ્થિતિ દરમિયાન ઇમરજન્સી ટોક-બેક યુનિટને લાગુ કરાશે
- વધુ સારી સુરક્ષા માટે ફાયર ડિટેક્શન સિસ્ટમ અપગ્રેડ કરાશે
- કોચમાં સારી હવાની ગુણવત્તા જાળવી રાખવા માટે એર કન્ડીશનિંગ ઇન્સ્યુલેશન વધારવામાં આવશે
- સરળ જાળવણી માટે હેચ દરવાજાનો સમાવેશ કરવો
- સારી સુલભતા માટે ડ્રાઇવર કંટ્રોલ પેનલમાં ઇમરજન્સી સ્ટોપ પુશ-બટન ફરી આવશે
- કોચમાં અગ્નિશામક ઉપકરણો માટે પારદર્શક ડોર એસેમ્બલીની રજૂઆત
- દૃશ્યતા વધારવા માટે ડ્રાઇવરની ડેસ્કનો કલર એક જેવો રખાશે
આ પણ વાંચોઃ વંદે ભારત એક્સપ્રેસની સફળતા બાદ શરૂ થશે વંદે સાધારણ ટ્રેન, ભારતીય રેલવેની નવી ટ્રેનની ખાસિયતો જાણો
વંદે ભારત ટ્રેન 50થી વધારે રૂટ પર સંચાલિત
હાલમાં ભારતીય રેલવે વિભાગ દેશભરમાં જુદા જુદા રૂટ પર 50થી વધુ વંદે ભારત ભારત ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભારતીય રેલવે નેટવર્ક પર મુસાફરી માટે સુયોજિત નવા યુગની આધુનિક ટ્રેન તરીકે ઉભરી આવી છે. આ ઉપરાંત ભારતીય રેલવે લાંબા અંતરના મુસાફરો માટે સ્લીપર ક્લાસ સાથે વંદે ભારત ટ્રેન પણ ડેવલપ રહી છે. ચેન્નાઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF) આગામી વર્ષમાં પ્રોટોટાઈપ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. વધુમાં, રશિયાની TMH અને ભારતની RVNL એ પણ 120 સ્લીપર વેરિઅન્ટ્સનું ઉત્પાદન કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને 80 વધુ ભેલ-ટીટાગર રેઇલ સિસ્ટમ્સ કોન્સોર્ટિયમ દ્વારા બનાવવામાં આવશે.





