Vande Bharat Sleeper Train : હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં માણો મુસાફરી, ઇન્ટીરિયર લૂકના ફોટા વાયરલ; જાણો સ્લીપર ટ્રેનમાં કેટલા કોચ હશે અને ક્યારે શરૂ થશે?

Ashwini Vaishnaw Post Vande Bharat Sleeper Train Photo : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. ભારતીય રેલવે એ સ્લીપર ટ્રેનના ઇન્ટીરિયરને લક્ઝુરિયસ લૂક આપવાની સાથે ટ્રેન મુસાફરોની સગવડતા માટે ઘણી સુવિધાઓ ઉમેરી છે. જાણો પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કેટલા કોચ હશે અને ક્યારે શરૂ થશે

Written by Ajay Saroya
October 04, 2023 16:47 IST
Vande Bharat Sleeper Train : હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં માણો મુસાફરી, ઇન્ટીરિયર લૂકના ફોટા વાયરલ; જાણો સ્લીપર ટ્રેનમાં કેટલા કોચ હશે અને ક્યારે શરૂ થશે?
દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. (Photo : @AshwiniVaishnaw)

Ashwini Vaishnaw Photo Post Of Vande Bharat Sleeper Train Photo : ટ્રેન મુસાફરોને હવે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો કરવાની તક મળશે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સતત નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. રેલવે વિભાગ દ્વારા હવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભારતના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર કોચના ઇન્ટીરિયર ફોટો શેર કર્યા છે. વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનનું ઇન્ટીરિયર બહુ જ લક્ઝુરિયસ છે અને મુસાફરો માટે ટ્રેન પ્રવાસ વધુ આરામદાયક અને રોમાંચક બની રહેશે.

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં કઇ-કઇ સુવિધાઓ મળશે (Vande Bharat Sleeper Train Features)

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં મુસાફરોની સગડવતા માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનની બર્થ વધારે પહોળી હશે, જેથી મુસાફરોને બેસવામાં અને ઉંઘવામાં સરળતા રહેશે. ટ્રેનમાં ઇન્ટીરિયર લાઇટ વધારે હશે, જેથી ટ્રેનમાં પુરતા પ્રમાણમાં લાઇટ રહેશે. વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ટોઇલેટમાં વધારે સ્પેસ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર સ્લીપર ટ્રેનમાં એક મિની પેન્ટ્રી પર ઉમેરવામાં આવી શકે છે. એવું પણ કહેવાય છે કે, વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના નવા કોચ વધારે એનર્જી એફિશિયન્ટ અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી હશે.

ઉપરાંત વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રેકલાઇન એંગલ ઉપરાંત સોફ્ટ કુશનવાળી સીટ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ફુટ રેસ્ટ એક્સટ્રેંશનની સંખ્યા પણ વધારવામાં આવી છે.

Vande Bharat Sleeper Train Photo | Vande Bharat Express Sleeper Train | Vande Bharat Sleeper Train interior | ashwini vaishnaw | indian railways
દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. (Photo : @AshwiniVaishnaw)

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેન ક્યારે શરૂ થશે? (When Start Vande Bharat Sleeper Train)

દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વંદે ભારત એક્સપ્રે સ્લીપર ટ્રેનના કેટલાક એક્સક્લુઝિવ ફોટા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. સોશિયલ મીડિયામાં વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનના ઇન્ટીરિયરના ફોટા શેર કરવાની સાથે સાથે રેલવે મંત્રીએ છેલ્લે લખ્યુ છે કે, વર્ષ 2024માં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે.

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનનો રંગ ક્યો છે? (Vande Bharat Sleeper Train Colours)

મતલબ કે, વંદે ભારત એક્સપ્રે સ્લીપર ટ્રેનમાં વર્ષ 2024માં શરૂ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનનું ટ્રાયલ વર્ષ જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં શરૂ થશે અને મુસાફરો માટે સ્લીપર ટ્રેન માર્ચ- એપ્રિલમાં શરૂ થવાની શક્યતા છે. નોંધનિય છે કે, વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનો કલર કેવો હશે તે અંગે રહસ્ય છે. નવી સ્લીપર ટ્રેનના કલરને લઇને પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે.

નોંધનિય છે કે, અગાઉ સૌથી પહેલા શરૂ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કલર વાદળી હતો અને તાજેતરમાં ટ્રેનનો કલર બદલીને કેસરી કરવામાં આવ્યો છે.

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં કેટલા કોચ અને બર્થ હશે? (Vande Bharat Sleeper Train Coach)

એવું કહેવાય છે કે, વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં લગભગ 20થી 22 કોચ હોઇ શકે છે. વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ વર્ઝનમાં કુલ 857 બર્થ હશે, જેમાં 34 સીટ સ્ટાફ કર્મચારી માટે રિઝર્વ રહેશે.

આ પણ વાંચો | વી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 10 નવી સુવિધા ઉમેરાઈ, પહેલી કેસરી રંગની વંદે ભારત ટ્રેન કઇ છે? જાણો વિગતવાર

વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં દિવ્યાંગ મુસાફરો માટે સુવિધા

રેલવે વિભાગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ સ્લીપર ટ્રેનમાં દિવ્યાંગ મુસાફરો માટે નવી ઉમેરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં દિવ્યાંગો મુસાફરો માટે રેંપ અને વ્હીલ ચેરની પણ સુવિધા હશે, જેથી મુસાફરોને કોઇ મુશકેલી કે અગવડતા નહીં પડે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ