Upcoming Vande Bharat Express Train : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે વંદભારત એક્સપ્રેસ ટ્રેન તમને નવા રૂપરંગમાં જોવા મળશે. રેલવે વિભાગ ટૂંક સમયમાં દેશની પ્રથમ સ્વદેશી નિર્મિત વંદે ભારત એક્સપ્રેસનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા વર્ઝનની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનમાં લુક, ડિઝાઈન સહિતની તમામ લેટેસ્ટ અને આધુનિક સુવિધાઓ જોવા મળશે. નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ વિશેની જાણીકારી
વંદે ભારત એક્સપ્રેસના નવા વર્ઝનમાં શું નવું હશે
રેલવે વિભાગે હાલની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સિટિંગ સ્ટાઇલ, ડિઝાઇન, સલામતી અને ટેક્નિકલ સુધારાઓ સહિત વિવિધ ફેરફારો કર્યા છે. હાલમાં, આ ટ્રેનના નવા રેકનું ઉત્પાદન ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં ચાલી રહ્યું છે. એવી અપેક્ષા છે કે તે વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
વંદે ભારત એક્સપ્રેસના આગામી વર્ઝનની ડિઝાઇન
હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. બ્લુ-વ્હાઈટ વંદે ભારત ટ્રેનની સફળતા બાદ રેલવેએ આ આધુનિક ટ્રેનને નવા રૂપમાં રજૂ કરવાનો નિર્ણય લીધો છે. નવા યુગની વંદે ભારત ટ્રેનનો રંગ આગામી દિવસોમાં કેસરી થશે. ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ના સિનિયર પબ્લિક ઓફિસર વેંકટેશન જીવીએ જણાવ્યું કે આગામી વંદે ભારત એક્સપ્રેસનો કલર ભગવો અને ગ્રેછે. તેમણે કહ્યું કે રેલવે બોર્ડની મંજૂરી મળ્યા બાદ તેની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
નવી વંદે ભારત એક્સપ્રેસમાં આ સુવિધાઓ પણ મળશે
આગામી વંદે ભારત એક્સપ્રેસમાં બેસવાની સીટોના એંગલમાં ફેરફાર જોવા મળશે અને તે એકદમ આરામદાયક હશે. નવી ટ્રેનમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પહેલા કરતા વધુ સરળ બનશે. એક્ઝિક્યુટિવ ચેર કારમાં પગના આરામ માટે વધારે જગ્યા હશે. પાણીના છાંટા ટાળવા માટે, વધુ ઊંડા વૉશ બેસિન અને શૌચાલય માટે વધુ સારી વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ટ્રેનોમાં મુસાફરી થશે સસ્તી AC ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% થશે ઘટાડો,
આ ઉપરાંત, આગામી વંદે ભારતના ડ્રાઇવિંગ ટ્રેલર કોચમાં વિકલાંગ મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાતી વ્હીલચેર માટે ફિક્સિંગ પોઈન્ટ્સ, સરળ ઉપયોગ માટે રીડિંગ લેમ્પ ટચિંગને રેઝિસ્ટેટિવ ટચથી કેપેસિટિવ ટચમાં રૂપાંતર, બેસ્ટ રોલર બ્લાઈન્ડ ફેબ્રિક અને સારી સલામતી માટે એન્ટી-ક્લાઇમ્બીંગ ડિવાઇસ પણ હશે. વંદે ભારત એક્સપ્રેસના નવા રેકથી રેલ મુસાફરોના મુસાફરીના અનુભવમાં સુધારો થશે. મુસાફરો તેમજ અન્ય પક્ષકારો તરફથી પ્રતિસાદ મળ્યા બાદ રેલવે વિભાગ વંદે ભારત ભારત ટ્રેનના નવા વર્ઝનમાં ફેરફારો પર કામ કરી રહ્યું છે.





