/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Vande-Bharat-Sleeper-train-.jpg)
Vande Bharat Sleeper Train : વંદે ભારત સ્લિપર ટ્રેન Photograph: (Social Media)
Vande Bharat Sleeper Fare: દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેન ટુંક સમયમાં શરૂ થવાની છે. જો કે, આ ટ્રેનમાં અન્ય ટ્રેનોની જેમ રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન (આરએસી)ની સુવિધા રહેશે નહીં. વંદે ભારત સ્લીપર ટ્રેનની ટિકિટ રાજધાની એક્સપ્રેસની અન્ય પ્રીમિયમ ટ્રેનો કરતા થોડીક મોંઘી હશે.
આ ઉપરાંત વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ ઓછામાં ઓછું 400 કિલોમીટરનું ભાડું ચૂકવવું પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેન ગુવાહાટી અને હાવડા વચ્ચે દોડશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન અન્ય એક્સપ્રેસ ટ્રેનો કરતા ત્રણ કલાક ઓછો સમય લેશે.
રેલવે બોર્ડે 9 જાન્યુઆરીએ જારી કરેલા પરિપત્રમાં કહ્યું હતું કે, "ન્યૂનતમ ચાર્જ કાપવામાં આવેલા અંતર 400 કિમી હશે.. આ ટ્રેન માટે માત્ર કન્ફર્મ ટિકિટ જ આપવામાં આવશે. તેથી, RAC/ વેઇટિંગ લિસ્ટ આંશિક કન્ફર્મ ટિકિટની કોઈ જોગવાઈ રહેશે નહીં. તમામ ઉપલબ્ધ બર્થ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (એઆરપી)ના દિવસથી ઉપલબ્ધ થશે. ”
મહિલાઓ, દિવ્યાંગો માટે ખાસ આરક્ષણ ટિકિટ હશે
અન્ય ટ્રેનોમાં, જો તેની પુષ્ટિ ન થાય તો વેઇટિંગ ટિકિટ આપમેળે રદ થઈ જાય છે, જ્યારે આરએસી ટિકિટના કિસ્સામાં, બે મુસાફરોને સાઇડ લોઅર સીટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ વંદે ભારત સ્લીપરમાં આ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. અન્ય ટ્રેનોની જેમ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મહિલાઓ, દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો અને કર્મચારીઓ માટે ડ્યુટી પાસ ક્વોટાની વ્યવસ્થા હશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું કેટલું હશે?
વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનમાં 3AC ભાડું 2.4 રૂપિયા પ્રતિ કિલોમીટર, 2AC નું ભાડું 3.1 રૂપિયા પ્રતિ કિલોમીટર, 1AC નું ભાડું 3.8 રૂપિયા પ્રતિ કિલોમીટર રહેશે. વંદે ભારત સ્લીપર ટ્રેન (400 કિમી)માં મુસાફરી કરવા માટે મુસાફરોએ 3 એસી કોચમાં ઓછામાં ઓછા 960 રૂપિયા, 2 એસી કોચમાં 1,240 રૂપિયા અને 1 એસી માટે 1,520 રૂપિયા ચૂકવવા પડશે.
તેવી જ રીતે 1000 કિમીની મુસાફરી માટે 3AC ભાડું 2400 રૂપિયા, 2AC માટે 3,100 રૂપિયા અને 1AC માટે 3,800 રૂપિયા રહેશે. 3AC કોચનું ભાડું 2000 કિલોમીટરના અંતર માટે 4800 રૂપિયા, 2AC માટે 6200 રૂપિયા અને 1AC માટે 7600 રૂપિયા રહેશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us