Vande Bharat Train: ભારતીય રેલવે એ આપી ખુશખબર! વંદે ભારત સ્લીપર ટ્રેન બે મહિનામાં શરૂ થશે, જાણો ખાસિયતો

Vande Bharat Sleeper Train: ભારતીય રેલવે વંદે ભારત ટ્રેનનું એક ખાસ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

Written by Ajay Saroya
June 16, 2024 13:51 IST
Vande Bharat Train: ભારતીય રેલવે એ આપી ખુશખબર! વંદે ભારત સ્લીપર ટ્રેન બે મહિનામાં શરૂ થશે, જાણો ખાસિયતો
Vande Bharat Express Train : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Photo - @VandeBharatExp)

Vande Bharat Sleeper Train: ભારતીય રેલવે ટ્રેન મુસાફરોને માટે મોટી ભેટ આપવા જઇ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેન બે મહિનાની અંદર પાટા પર દોડવાની શરૂ થશે, જેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ટ્રેન તમામ લોકો માટે ઉપલબ્ધ થશે.

વંદે ભારત ટ્રેન કઇ કંપનીએ બનાવી?

શુક્રવારે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વંદે ભારત સ્લીપર ટ્રેનના ટ્રેનસેટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ધોરણે આગામી બે મહિનામાં બે દિવસની અંદર સ્લીપર ટ્રેન પાટા પરથી ઉતરી જશે. તમામ ટેક્નિકલ કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. વૈષ્ણવના જણાવ્યા અનુસાર, બીઇએમએલ લિમિટેડ દ્વારા બેંગલુરુમાં તેના રેલ્વે યુનિટમાં ટ્રેન સેટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ હાઇ-ગ્રેડ ઓસ્ટેનીટિક સ્ટેનલેસ સ્ટીલ બોડીમાંથી કરવામાં આવી રહ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે બીઇએમએલ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇન અને કાર્યક્ષમતા એટલે કે તેમા લાગેલી સીટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે ભારતની પ્રથમ હાઇ સ્પીડ ટ્રેન બની રહી છે, જેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે.

Ahmedabad-Mumbai New Vande Bharat Express Train Timings
અમદાવાદ મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Credit: Twitter/@SalemDRM)

વંદે ભારત ટ્રેન સ્પીડ 200 કિમી પ્રતિ કલાક

વંદે ભારત ટ્રેન ની સ્પીડ 200 કિમી પ્રતિ કલાકની આસપાસ થવા જઈ રહી છે. તેને રાજધાની ટ્રેનના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી હતી. પરંતુ તેણે ટ્રેન દરમિયાન મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાંખી છે.

આ પણ વાંચો | ચાર્ટ તૈયાર થયા બાદ ચાલતી ટ્રેનમાં મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, જાણો કેવી રીતે

વેંદ ભારત ટ્રેનમાં 16 કોચ, વિકલાંગો માટે ખાસ વ્યવસ્થા

હાલમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનો વિકસાવવા અને રાતની મુસાફરી માટે સ્પીલર બર્થ પ્રદાન કરવા માટે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આમાં સામાન્ય લોકો માટે અલગ શૌચાલય અને વિકલાંગો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે. જેને અત્યાર સુધી દોડતી સ્લીપર ટ્રેનથી અલગ રીતે તૈયાર કરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ