Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઇ દેશની પ્રથમ સોલર પાવર કાર, કેવા છે ફિચર્સ

India's first solar car : પૂણે સ્થિત વેવ મોબિલિટીએ ઇવા સોલર કારને લોન્ચ કરી છે, જે ત્રણ વેરિએન્ટમાં લોન્ચ થશે, અહીં ઇલેક્ટ્રિક કારની કિંમતથી લઇને રેન્જ સુધીની દરેક મહત્વની વિગતો આપવામાં આવી છે

Written by Ashish Goyal
January 21, 2025 17:13 IST
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઇ દેશની પ્રથમ સોલર પાવર કાર, કેવા છે ફિચર્સ
પૂણે સ્થિત વેવ મોબિલિટીએ ઇવા સોલર કારને લોન્ચ કરી

India’s first solar car : ભારત મોબિલિટી એક્સ્પો 2025માં પોતાની પ્રથમ સાર્વજનિક ઉપસ્થિતિ નોંધાવનારી પૂણે સ્થિત વેવ મોબિલિટીએ ઇવા નામની પ્રથમ સૌર-સંચાલિત ઇલેક્ટ્રિક વાહન (ઇવી) લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત 3.25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. સોલર પાવરથી ચાલનાર આ કારનું સત્તાવાર બુકિંગ 5,000 રૂપિયાની ટોકન રકમથી શરૂ થયું છે.

આ ગ્રાહકોને મળશે એક્સટેન્ડેડ વોરંટી

ઇવાની ડિલિવરી ફક્ત 2026ના અંતિમ મહિનાઓમાં શરૂ થશે, પરંતુ કંપનીએ પ્રથમ 25,000 ગ્રાહકોને વધારાના લાભ જેવા કે વિસ્તૃત બેટરી વોરંટી અને 3 વર્ષની કોમ્પ્લીમેન્ટ્રી વાહન કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી છે.

ઇવા સોલર કાર કિંમત અને સબ્સ્ક્રિપ્શન્સ

વેવ ઇવાને ત્રણ બેટરી પેક ઓપ્શનમાં આપવામાં આવી છે, જેમાં પ્રથમ 9 kWh, બીજું 12 kWh અને ત્રીજો 18 kWh વેરિઅન્ટ છે, જેની કિંમત 3.25 લાખ રૂપિયાથી 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. વેવ ઇવાએ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: નોવા, સ્ટેલા અને વેગા.

કંપનીએ સબસ્ક્રાઇબ કરવાની ઓફર કરી

વેવ ઇવા માટે બેટરી પેકને પ્રતિ કિલોમીટર 2 રૂપિયાના ખર્ચે સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. તેનાથી બેટરી પરના નોંધપાત્ર પ્રારંભિક ખર્ચની જરૂરિયાતને દૂર કરે છે. જોકે એક ન્યૂનતમ વાર્ષિક માઇલેજ લાગુ કરવામાં આવ્યું છે. નોવા માટે 600 કિમી, સ્ટેલા માટે 800 કિમી અને વેગા માટે 1200 કિ.મી. આનો અર્થ એ છે કે તમારું વાસ્તવિક ડ્રાઇવિંગ ઓછું હોય તો પણ, તમને આ લઘુત્તમ અંતર માટે ચાર્જ લેવામાં આવશે.

રનિંગ કોસ્ટને લઇને કંપનીનો દાવો

કંપનીના આંતરિક સર્વે અનુસાર પેટ્રોલ હેચબેકની રનિંગ કોસ્ટ 5 રૂપિયા પ્રતિ કિમી છે, પરંતુ ઇવાએ તેની નાની સાઇઝ અને લાઇટ વેઇટના કારણે તેને 10 રૂપિયાથી 0.5 રૂપિયા પ્રતિ કિમી ઘટાડ્યો છે. આ ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે ઇવાએ વૈકલ્પિક સૌર છત સાથે 3,000 કિલોમીટર સુધી નિઃશુલ્ક સોલર ચાર્જિંગ પ્રદાન કરી શકે છે, જે સામાન્ય શહેરી પ્રવાસીની વાર્ષિક ડ્રાઇવિંગ જરૂરિયાતના 30 ટકા જેટલું છે.

આ પણ વાંચો – ટાટા ટિયાગો, ટિયાગો ઇવી અને ટિગોર નવા અવતારમાં લોન્ચ, કિંમત થી લઇ ફીચર્સ બધું જ જાણો

પાવરટ્રેન સ્પેક્સ

વેવ ઇવાને ઘણી બેટરી અને મોટર વિકલ્પો સાથે આપવામાં આવે છે. દરેક વેરિયન્ટ રિયર-વ્હીલ ડ્રાઇવ કન્ફિગરેશન સાથે આવે છે. આ સિવાય ઇવાનો દાવો છે કે સોલાર રૂફ પેનલ દરરોજ 10 કિલોમીટરની રેન્જ ઉમેરે છે. ઇવાએ 70 કિમી પ્રતિ કલાકની મહત્તમ ગતિ પકડી શકે છે અને 5 સેકંડમાં સ્થિર સ્થિતિમાંથી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ચઢી શકે છે.

વેવ ઇવા સોલર કાર ફિચર્સ

વેવ ઇવા ટ્વિન-સ્ક્રીન સેટઅપ ધરાવે છે જેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે. અન્ય સુવિધા સુવિધાઓમાં મેન્યુઅલ એસી, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, 6-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ફિક્સ્ડ ગ્લાસ રૂફનો સમાવેશ થાય છે.

કંપનીએ શું કહ્યું?

વેવ મોબિલિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સૌરભ મહેતાએ ઇવીએના લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે અમારી સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રિક મોટર વચ્ચેનો તાલમેલ વર્ષોના સંશોધનનું પરિણામ છે. જેનાથી ઇવાને પ્રદર્શનથી સમજુતી કર્યા વગર વિસ્તારિત રેન્જ પ્રદાન કરવાની મંજૂરી આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ