Agnivesh Agarwal : વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, જાણો પરિવારમાં કોણ કોણ છે? હવે કોણ સંભાળશે કરોડોનો બિઝનેસ?

Agnivesh Agarwal Passed Away : વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું માત્ર 49 વર્ષની વયે નિધન થયું છે. યુવાન પુત્રના નિધન બાદ વેદાંતા ગ્રૂપનો કરોડો રૂપિયાનો બિઝનેસ કોણ સંભાળશે?

Agnivesh Agarwal Passed Away : વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું માત્ર 49 વર્ષની વયે નિધન થયું છે. યુવાન પુત્રના નિધન બાદ વેદાંતા ગ્રૂપનો કરોડો રૂપિયાનો બિઝનેસ કોણ સંભાળશે?

author-image
Ajay Saroya
New Update
Anil Agarwal Son Agnivesh Agarwal | Anil Agarwal | Agnivesh Agarwal Death

Anil Agarwal Son's Agnivesh Agarwal Death : વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે. Photograph: (@AnilAgarwal_Ved)

Anil Agarwal Son's Agnivesh Agarwal Passed Away : વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થયું છે. માત્ર 49 વર્ષની ઉંમર એકના એક પુત્રના અવસાનથી અનિલ અગ્રવાલના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. સ્કીઇંગ દુર્ઘટના બાદ સારવાર દરમિયાન ન્યૂયોર્કના માઉન્ટ સાઇનાઇ હોસ્પિટલમાં બુધવાર રાતે અચાનક કાર્ડિયક એરે્ટ આવતા અગ્રિવેશ અગ્રવાલનું નિધન થયું છે. અનિલ અગ્રવાલે ભારે હૈયે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચારની જાણકારી આપી છે. 

Advertisment

અનિલ અગ્રવાલ ભારતના સૌથી ધનાઢ્ય લોકોમાં અગ્રણી સ્થાન ધરાવે છે. મેટલ કિંગ કહેવાતા અનિલ અગ્રવાલ વેદાંતા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન છે. અનિલ અગ્રવાલના પુત્રના મોત બાદ લોકો જાણવા ઇચ્છે છે કે, ભારતના સૌથી ધનવાનોમાં સામેલ અનિલ અગ્રવાલનો પુત્ર કોણ છે, તે શું કરતો હતો, પરિવારમાં કોણ કોણ છે, સાથે પુત્ર અગ્નિવેશ અગ્રવાલના નિધન બાદ હવે બિઝનેસ કોણ સંભાળશે?

અગ્રિવેશ અગ્રવાલ કોણ હતા? (Who is Agnivesh Agarwal?)

અગ્નિવેશ અગ્રવાલ વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર હતા. અગ્નિવેશનો જન્મ 3 જૂન, 1976ના રોજ પટનામાં થયો હતો. એક મધ્યમવર્ગના બિહારી પરિવારમાં આવતા અગ્નિવેશ જીવનમાં ખેલ, સંગીત અને લિડશીપના સેક્ટરમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમણે મેયો કોલેજ, અજમેરથી અભ્યાસ કર્યા બાદ ફુજેરાહ ગોલ્ડની સ્થાપના કરી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેનન જવાબદારી સંભાળી હતી. 

અગ્નિવેશ અગ્રવાલની પત્ની કોણ છે? ( Agnivesh Agarwal Wife)

અગ્નિવેશ અગ્રવાલના લગ્ન પૂજ બાંગુર સાથે થયા છે. પૂજા બાંગુર શ્રી સિંમેન્ટના એમડી હરિ મોહન બાંગુરની પુત્રી છે. બે ઉદ્યોગપતિ પરિવારના સંતાનના લગ્ન તત્કાલિન સમયમાં સૌથી મોંઘા લગ્ન મનાતા હતા. અગ્નિવેશ અને પૂજાના લગ્ન ગોવાના ફોર્ટ અગુઆડા રિસોર્ટના એક ખાનગી દરિયા કિનારે થયા હતા. આ લક્ઝુરિયસ લગ્નમાં મુંબઇ અને કલકત્તાથી જેટ એરવેઝના ચાર્ટર્ડ વિમાનથી 600 થી વધુ મહેમાનો આવ્યા હતા.

Advertisment

અગ્નિવેશની બહેન છે પ્રિયા અગ્રવાલ હેબ્બર

અગ્નિવેશ અગ્રવાલની એક બહેન છે પ્રિયા અગ્રવાલ હેબ્બર, તેના લગ્ન વર્ષ 2013માં બેંકર આકર્ષ હેબ્બર સાથે થયા હતા. બંનેને એક પુત્રી છે. પૂજા વેદાંતા લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના ચેરપર્સન છે. તે અનિલ અગ્રવાલ ફાઉન્ડેશનના ડિરેક્ટર પણ છે. 

અગ્નિવેશ અગ્રવાલે વેદાંતા ગ્રૂપ કંપનીઓમાં ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેઓ હિન્દુસ્તાન ઝિંકના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે વર્ષ 2019 સુધી કાર્યરત હતા. ઉપરાંત તેઓ વેદાંતા દ્વારા સમર્થિત કંપની તલવંડી સાબો પાવર લિમિટેડનના ડિરેક્ટર બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. એટલું જ નહીં તેમણે યુએઇ સ્થિત એક મૂલ્યવાન મેટલ રિસર્ચ કંપની, ફુજૈરાહ ગોલ્ડ FZCના ચેરમેન અને એમડીની પણ જવાબદારી નિભાવી હતી. ઉપરાંત ટ્વિન સ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ અને સ્ટરલાઇટ ડિસ્પ્લે ટેકનોલોજી સહિત વેદાંતા ગ્રૂપની ઘણી કંપનીઓમાં ડિરેક્ટર પદે રહ્યા હતા.

અગ્નિવેશ અગ્રવાલ પાસે કેટલી સંપત્તિ છે?

અગ્નિવેશ અગ્રવાલની કુલ સંપત્તિ વિશે સટીક આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ જુલાઇ 2025ની ફોર્બ્સ યાદી મુજબ તેના પતિ અનિલ અગ્રવાલની કુલ સંપત્તિ લગભગ 35,000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી, તેમને બિહારના સૌથી ધનવાન વ્યક્તિ બનાવે છે. હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025માં તેઓ 16માં ક્રમે હતા, જ્યારે એનઆરઆઈ વેલ્થ ક્રિયેટર્સમાં તેઓ ચોથા સ્થાન પર છે.

અનિલ અગ્રવાલ ભંગારના વેપાર માંથી મેટલ કિંગ કેવી રીતે બન્યા?

1954માં પટનામાં જન્મેલા અનિલ અગ્રવાલનું બાળપણ સામાન્ય મારવાડી પરિવારમાં વિત્યુ હતું. ઘરની આર્થિક મુશ્કેલીએ તેમને નાની ઉંમરે જવાબદાર બનાવી દીધા અને અધવચ્ચે જ અભ્યાસ છોડવો પડ્યો. માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ એક ટિફિન બોક્સ અને પથારી સાથે મુંબઇ આવ્યા હતા. તે સમયે તેમનું એક માત્ર લક્ષ્ય હતું પોતાની મહેનત પર ઓળખ બનાવવી. શરૂઆતના વર્ષોમાં તેમણે ઘણા પ્રકારના ધંધા વેપાર કર્યા, પર સતત નવ પ્રયાસોમાં અસફળતા મળી, તેમ છતાં હિંમત ન હારી. 

વર્ષ 1976માં તેમણે વેદાંતા લિમિટેની શરૂઆત કરી. તેમણે સ્ક્રેપ મેટલના વેપારથી શરૂઆત કરી, જેનાથી તેમને ઉદ્યોગની પાયાની જરૂરિયાત સમજાઇ ગઇ. 1986માં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના સાથે તેમણે મેન્યુફેક્ચરિંગની દુનિયામાં પગ મૂક્યો. 1993માં દેશની પ્રથમ ખાનગી કોપર સ્મેલ્ટર અને રિફાઇનરી શરૂ કરવું નિર્ણાયક વળાંત હતો. ત્યારબાદ 2001માં બાલ્કો (BALCO) અને ફરી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અધિગ્રહણે તેના બિઝનેસને નવી ઉંચાઇએ પહોંચાડ્યો. આ બિઝનેસ ડીલે તેમને મેટલ કિંગ તરીકે પ્રસ્થાપિત કર્યા.

બિઝનેસ