Veg Thali Price Jumps Crisil Report : મોંઘવારીથી તમામ લોકો પરેશાન છે પરંતુ શાકભાજી લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ એવું દેખાય છે કે, નોન વેજની તુલનાએ વેજ થાળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ફેબ્રુઆરી 2024માં ઘરે બનાવેલી નોન વેજ થાળીની સરેરાશ કિંમત શાકાહારી થાળીથી ઓછી હતી. અને જો તમને મસૂરની દાળ કરતા ચિકન વધુ પસંદ છે, તો તમે ગયા મહિને ઓછા પૈસા ખર્ચ્યા હતા. ગયા મહિને દેશમાં દાળ, ચોખા, પ્રેમ અને ટામેટાના ભાવ ઊંચા હતા, જ્યારે ચિકનના ભાવ નીચા હતા. ક્રિસિલના એક માસિક The Roti Rice Rate રિપોર્ટમાં ફૂડ પ્લેટ્સની કિંમત વિશે માહિતી આપવામાં આવી છે.
તમને જણાવી દઇયે કે, ભોજનની કોઇ પણ થાળી તૈયાર કરવામાં થનાર સરેરાશ ખર્ચ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં ખાદ્ય ચીજોની કિંમત અનુસાર ગણવામાં આવે છે. દર મહિને ભાવમાં થતા આ ફેરફારો સામાન્ય માણસના ખર્ચને અસર કરે છે. આંકડામાં જાણવા મળ્યું છે કે અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા, ખાદ્ય તેલ અને રાંધણ ગેસ જેવી અનેક વસ્તુઓના ભાવમાં ફેરફારથી થાળીના ભાવ પર અસર પડી હતી.
શાકાહારી થાળી મોંઘી થઇ
ઘરે બનાવેલી શાકાહારી થાળીની કિંમત ફેબ્રુઆરીમાં પાછલા વર્ષની તુલનામાં 7 વધી છે. ડુંગળી અને ટામેટાના ભાવમાં વાર્ષિક તુલનાએ અનુક્રમે 29 ટકા અને 38 ટકાનો વધારો થયો છે. ચોખાના ભાવમાં 14 ટકા અને કઠોળના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. વેજ થાળીમાં ચોખાનો હિસ્સો 12 ટકા અને દાળનો હિસ્સો 9 ટકા છે.
બીજી તરફ નોન વેજ થાળીની વાત કરીએ તો ફેબ્રુઆરી 2023ની તુલનામાં ફેબ્રુઆરી 2024માં તેની કિંમતમાં 9 ટકાનો ઘટાડો થયો છે. ક્રિસિલ MI&A Research અનુસાર અનુસાર નોન વેજ થાળીની કિંમતમાં એટલા માટે ઘટાડો થયો છે કારણ કે પાછલા નાણાકીય વર્ષની તુલનામાં આ વર્ષે બ્રોઈલર ચિકનની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થયો છે. નોન-વેજ થાળીના ભાવમાં બ્રોઇલર પોલ્ટ્રીનો હિસ્સો 50 ટકા જેટલો હોય છે.
આ ઉપરાંત વેજ થાળીના ભાવમાં ગત મહિનાની સરખામણીએ માસિક ધોરણે 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડુંગળીના ભાવમાં 14 ટકા અને બટાકાના ભાવમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ટામેટા અને કઠોળના ભાવ લગભગ સ્થિર રહ્યા હતા.
તેવી જ રીતે ચિકન થાળીના ભાવમાં માસિક ધોરણે 4 ટકાનો વધારો થયો છે. અને આનું કારણ બર્ડ ફ્લૂના ફેલાવા અને આંધ્રપ્રદેશમાં વધતા તાપમાન વચ્ચે પુરવઠો ઓછો થવાને કારણે બ્રોઇલરના ભાવમાં માસિક ધોરણે અંદાજિત 10 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત રમજાનને કારણે વધતી માંગ પણ એક કારણ હતું. દેશમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ની સમસ્યા ગંભીર બની રહી છે.
આ પણ વાંચો | ભાજપ ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી બદલી ચુકી છે, સમજો કેટલો સફળ રહ્યો છે આ પ્રયોગ
જાન્યુઆરી 2024માં જાન્યુઆરી 2023ની તુલનામાં પોલિટ્રીના ભાવને કારણે ઘરે બનાવેલી નોન-વેજ થાળીમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ દાળ, ચોખા, ડુંગળી અને ટામેટાના વધતા ભાવને કારણે શાકાહારી થાળી લગભગ 5 ટકા મોંઘી થઈ હતી.





