E Challan: તમને ટ્રાફિક વિભાગે ઇ-ચલાન મોકલ્યું છે? ઘરે બેઠા કાર-બાઈકના ઇ-ચલાનનું ઓનલાઇન પેમેન્ટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણો

How To Pay Online Vehicles E Challan: ઘરે બેઠાં સરળતાથી તમારા વાહના ઇ-ચલાનનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. જાણો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન ઇ-ચલણ ભરવાની રીત

Written by Ajay Saroya
November 15, 2023 20:35 IST
E Challan: તમને ટ્રાફિક વિભાગે ઇ-ચલાન મોકલ્યું છે? ઘરે બેઠા કાર-બાઈકના ઇ-ચલાનનું ઓનલાઇન પેમેન્ટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણો
તમે તમારા કમ્પ્યુટર અથવા તમારા સ્માર્ટફોનથી ઘરે બેસીને ઇ-ચલણ સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ પ્રોસેસ પૂર્ણ કરી શકો છો.

E Challan Online Payment Tips : ઉત્તર ભારતના ઘણા રાજ્યો સહિત રાજધાની દિલ્હીમાં વધતા હવા પ્રદૂષણને કારણે દિલ્હી- એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો સ્ટેજ 4 એટલે કે GRAP અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં BS3 પેટ્રોલ અને BS4 ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાહનો પર પ્રતિબંધ મુકાયા બાદથી 9 હજારથી વધુ વાહનોના ટ્રાફિક ચલાન જારી કરવામાં આવ્યા છે અથવા પ્રદૂષણના ધોરણોનું પાલન ન કરવા બદલ જપ્ત કરવામાં આવ્યા છે.

જો તમારા વાહનને પણ પ્રદૂષણના નિયમોનું પાલન ન કરવા બદલ દિલ્હી કે અન્ય કોઇ રાજ્યમાં ઇચાલન મોકલવામાં આવ્યું છે, હવા પ્રદૂષણના ગંભીર દિવસો દરમિયાન ઘરની બહાર નીકળ્યા વગર ઑનલાઇન ચલણ એટલે કે ઇ-ચલાન ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા અહીં જાણો.

સ્ટેપ – 1 : જો તમે ઈ-ચલન સિસ્ટમ મારફતે તમારા વાહનનું ટ્રાફિક ચલાન ઓનલાઈન ભરવા માંગતા હોવ, તો તમારે સૌથી પહેલા પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://echallan.parivahan.gov.in/ પર જવું પડશે.

સ્ટેપ – 2 : પરિવહન વિભાગની વેબસાઇટના હોમ પેજ પર પહોંચ્યા પછી, તમને તમારું ઇ-ચલાન શોધવા માટે ત્રણ વિકલ્પો દેખાશે, જેમાં પ્રથમ વિકલ્પ ચલણ નંબર હશે, બીજો વિકલ્પ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર અને ત્રીજો વિકલ્પ હશે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર.

સ્ટેપ-3 : ત્રણેય વિકલ્પો, ચલણ નંબર, વાહન નંબર અથવા ડ્રાઇવિંગ લાયસન્સ નંબરની વિગતો દાખલ કર્યા પછી, તમારી સામે એક પેજ પોપ અપ આવશે જેમાં તમારા વાહનના ચલનની વિગતો દેખાશે.

સ્ટેપ-4 : ટ્રાફિક ચલનની વિગતો વાંચ્યા પછી, તમારે ચલણની વિગતોની ચકાસણી કરવી અને ત્યારબાદ તમને પે નાઉનો વિકલ્પ જોવા મળશે. પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કર્યા પછી પેમેન્ટની ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ – 5 : નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને પેટીએમ વૉલેટ જેવી તમારી સુવિધા અનુસાર ઇ-ચલણ માટે ચુકવણી વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો દાખલ કરો.

સ્ટોપ – 6 : જરૂરી માહિતી દાખલ કર્યા પછી, તમારું ઇ-ચલણ ભરવામાં આવશે, જેની કન્ફર્મેશન રસીદ તમારી સ્ક્રીન પર ઑનલાઇન દેખાશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ પણ મોકલવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ