Valentine Day IRCTC Goa Tour Packag : વેલેન્ટાઈન ડે પ્રેમનો દિવસ છે. શું તમે પણ તમારા લવર્સ કે જીવનસાથી સાથે બીચ પર વેલેન્ટાઈન ડે ઉજવવાના મૂડમાં છો? તમે ગોવા જઈ શકો છો કારણ કે ગોવાની મુલાકાત લેવાનો આ બેસ્ટ સમય છે. ગોવાના સુંદર દરિયા કિનાર, બીચસાઇડ રેસ્ટોરન્ટ્સ ઉપરાંત, તમે વોટર સ્પોર્ટ્સનો આનંદ પણ લઈ શકો છો. ગોવાની ફરવા માટે ભારતીય રેલ્વેની પેટાકંપની, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સસ્તા ટુર પેકેજમાં ગોવા ફરવાની સુવિધા આપી રહી છે.
વેલેન્ટાઈન ડે નિમિત્તે IRCTCનું ગોવા ટુર પેકેજ (IRCTC Goa Tour Packag On Valentine Day)
વેલેન્ટાઈન ડે નિમિત્તે IRCTC ગોવા ફરવા માટે 5 દિવસ અને 4 રાતનું ટુર પેકેજ ઓફર કરે છે. IRCTCના આ પેકેજમાં તમને ગોવાની ફ્લાઈટ ટિકિટ પણ મળશે. જો તમે આ પેકેજમાં મુસાફરી કરવા માંગો છો, તો તમારે ફ્લાઇટ, હોટલ અને લોકલ ટ્રાન્સપોર્ટ સપોર્ટ માટે પ્રતિ વ્યક્તિ દીઠ 51,000 રૂપિયા ચૂકવવા પડશે. તો બે વ્યક્તિના ગોવા ટુર પેકેજ માટે પ્રત્યેકના 42,500 રૂપિયા ચૂકવવા પડશે. અને જો ત્રણ વ્યક્તિ હશો તો તમારે પ્રતિ વ્યક્તિ 30,500 રૂપિયા ચૂકવવા પડશે.

સરકારી કર્મચારીઓ એલટીસીનો લાભ લઈ શકશે
સરકારી કર્મચારીઓ એલટીસીનો લાભ મેળવી શકે છે. સરકારી કર્મચારીઓ આઈઆરસીટીસીના આ ગોવા ટુર પ્રવાસ પેકેજ પર એલટીસી ટૂર પેકેજનો લાભ લઈ શકે છે. તેમણે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર તમામ માહિતી મળશે. ગોવા પ્રવાસ દરમિયાન તમને દક્ષિણ ગોવામાં મીરામાર બીચ, સાંજે મંડોવી નદી પર ક્રુઝ, નોર્થ ગોવામાં ગાર્ડન, કેન્ડોલિમ બીચ, સિંકવેર બીચ, સ્નો પાર્ક, બેસિલિકા ઓફ બોન જીસસ ચર્ચ વગેરે ફરાવવામાં આવશે.
ગોવાના દરિયાકિનારા તેમની નાઇટલાઇફ, વોટર સ્પોર્ટ્સ, સીફૂડ અને પબ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ગોવા એ મહારાષ્ટ્રની નજક અરબ સમુદ્રના કિનારે આવેલું એક નાનું પણ સુંદર રાજ્ય છે જે દેશ-વિદેશમાં અને બોલિવૂડમાં તેના દરિયાકિનારા માટે સૌથી પ્રખ્યાત છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરથી સમગ્ર ઉત્તર પ્રદેશનો વિકાસ ઝડપી બનશે, પર્યટનથી આવશે 4 લાખ કરોડ રૂપિયા
વેલેન્ટાઈન ડે ક્યારે ઉજવાય છે?
વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. વેલેન્ટાઇન ડે એ વેલેન્ટાઈન નામના સંતના નામથી ઉજવાય છે. વેલેન્ટાઈન એ પ્રેમનો દિવસ છે. દુનિયાભરમાં પ્રેમીજનો તેમના પ્રિય પાત્રને ગુલાબ કે અન્ય ભેટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.





