Go Digit IPO: વિરાટ કોહલીનું રોકાણ ધરાવતી કંપનીમાં કમાણીની તક, ગો ડિજિટ નો આઈપીઓ 15 મે ખુલશે, જાણો તમામ વિગત

Go Digit IPO : ગો ડિજિટ 1500 કરોડનો આઈપીઓ લાવી રહી છે, જેમા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. 1 અબજ ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવતી ગો ડિજિટમાં કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સની કંપની ફેરફેક્સનું રોકાણ છે.

Go Digit IPO : ગો ડિજિટ 1500 કરોડનો આઈપીઓ લાવી રહી છે, જેમા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. 1 અબજ ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવતી ગો ડિજિટમાં કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સની કંપની ફેરફેક્સનું રોકાણ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
go digit ipo | virat kohli go digit | go digit ipo | virat kohli investment In go digit | go digit ipo date | go digit ipo price bands |

Virat Kohli Backed Go Digit IPO Open : ગો ડિજિટ કંપની આઈપીઓ 15 મે ખુલી રહ્યો છે, જેમા વિરાટ કોહલી અને અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા એ રોકાણ કરેલું છે. (Photo - Social Medai)

Go Digit IPO : આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. મે મહિનામાં પણ આઈપીઓ માર્કેટમાં એક્શન ચાલુ રહેશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દ્વારા રોકાણ કરાયેલી કંપની ગો ડિજિટનો આઈપીઓ 15 મેના રોજ ખુલી રહ્યો છે. રોકાણકારો ગો ડિજિટના આઈપીઓમાં 17 મે સુધી પૈસા રોકી શકાય છે. ગો ડિજિટના આઈપીઓનું કદ રૂ. 1500 કરોડ છે, જોકે પ્રાઇસ બેન્ડ 10 મેના રોજ જાહેર કરવામાં આવશે. કંપનીને માર્ચ 2024માં IPO લાવવાની મંજૂરી મળી હતી.

Advertisment

ગો ડિજિટના આઈપીઓમાં વિરાટ કોહલી શેર વેચે?

પ્રેમ વત્સ સમર્થિત વીમા કંપની ગો ડિજિટ તેના આઈપીઓ મારફતે રૂ. 1500 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમાં રૂ. 1125 કરોડના શેરનો ફ્રેશ ઈશ્યુ હશે, જ્યારે 5,47,66,392 ઈક્વિટી શેર ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા વેચવામાં આવશે. હાલના પ્રમોટરો અને શેરધારકો તેમના શેર OFS મારફતે વેચશે. જોકે, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા આ આઈપીઓમાં એક પણ શેર વેચશે નહીં.

IPO | Top 10 IPO Of 2023 | IPO Listing Day Gain Of 2023 | Highest Return IPO Of 2023 | initial public offering
આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રોકાણકારો સરળતાથી જંગી રિટર્ન મેળવી શકે છે. (Photo - Freepik)

ગો ડિજિટના આઇપીઓની મહત્વપૂર્ણ તારીખ (Go Digit IPO Date)

આઈપીઓ ખુલવાની તારીખ : 15 મે

આઈપીઓ બંધ થવાની તારીખ : 17 મે

એંકર ઈન્વેસ્ટર માટ : 14 મે

શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ : 10 મેના રોજ જાહેર

શેર એલોટમેન્ટ : 21 મે

રિફંડ : 22 મે

ડિમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ : 22 મે

શેર લિસ્ટિંગ : 23 મે

ગો ડિજિટ આઈપીઓ શેર રિઝર્વ પોર્શન

ગો ડિજિટના આઈપીઓમાં 10 ટકા શેર રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. તો 75 ટકા શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે QIB અને 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો એટલે કે NII માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

Advertisment

ગો ડિજિટમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું રોકાણ

DRHP મુજબ, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા ગો ડિજિટના શેરધારકોમાં સામેલ છે. ફેબ્રુઆરી 2020માં વિરાટ કોહલીએ શેર દીઠ 75 રૂપિયાના ભાવ 2,66,667 ઇક્વિટી શેર ખરીદવા માટે કંપનીમાં રૂ. 2 કરોડનું રોકાણ કર્યું હતું. તો અનુષ્કા શર્મા એ પણ ગો ડિજિટ કંપનીમાં સમાન ભાવ રૂ. 50 લાખનું રોકાણ કરીને 66,667 ઇક્વિટી શેર ખરીદ્યા હતા.

IPO | Share Marekt | IPO Investment | IPO Issue | initial public offering
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)

ગો ડિજિટ પ્રમોટર શેરહોલ્ડર

ગો ડિજિટમાં કેનેડાના અબજોપતિ પ્રેમ વત્સની કંપની ફેરફેક્સનું રોકાણ છે. ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સના માલિકી હક ધરાવતી એફએએલ કોર્પોરેશનની ગો ડિજિટની પેરન્ટ કંપની ગો ડિજિટ ઇન્ફો વર્ક્સ સર્વિસિસમાં 45 ટકા હિસ્સેદારી છે. તો કંપનીના સ્થાપક કામેશ ગોયલ અને ઓબેન વેન્ચર્સ એલએલપી અનુક્રમે 14.96 ટકા અને 39.79 ટકા હિસ્સો ધરાવે છે.

ગો ડિજિટના આઇપીઓ માટે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની, એક્સિસ કેપિટલ, એચડીએફસી બેન્ક, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયાને ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગો ડિજિટ કંપનીના શેર બીએસઇ અને એનએસઇ બંને પર લિસ્ટેડ થશે.

આ પણ વાંચો | ડિવિડન્ડ શેરમાં રોકાણનો ડબલ ફાયદો, શેરબજારની મંદી અને મોંઘવારી સામે આપે છે રક્ષણ, જુઓ યાદી

ગો ડિજિટ નાણાકીય પરિણામ

ગો ડિજિટ ફિનટેક ઈન્શ્યોરન્સ કંપની છે. ગો ડિજિટ ઈન્સ્યોરન્સની ચોખ્ખી ખોટ નાણાકીય વર્ષ 2022માં વધીને 295 કરોડ રૂપિયા થઈ છે, જે નાણાકીય વર્ષ 2021માં 122 કરોડ રૂપિયા હતી. તો કંપનીની કૂલ આવક 3841 કરોડ રૂપિયા થઇ છે. નાણાકીય વર્ષ 2022માં પ્રીમિયમની આવક 62 ટકા છે. બેંગલુરુ સ્થિત ગો ડિજિટ કંપની હેલ્થ, ટ્રાવેલ, મિલકત, મરિન અને અન્ય જનરલ ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે. કંપનીની વેલ્યૂએશન 1 અબજ ડોલરથી વધુ છે. તે સંપૂર્ણ રીતે ક્લાઉડ-આધારિત અને API ઇન્ટિગ્રેટ્સ કરનાર ભારતની પ્રથમ નોન-લાઇફ ઇન્સ્યોરન્સ પૈકીની એક છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર