Vivo Smartphones Diwali Offers : વીવો કંપનીએ તેના સ્માર્ટફોન પર આકર્ષક દિવાળી ઑફર્સની જાહેરાત કરી છે. વીવોના X, V અને Y-Series સ્માર્ટફોનને દિવાળી સેલમાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. વીવો X90 Series, વીનો V29 Series અને Y-Series ફોનને તમામ મોટા અને પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર ઑફર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવો અમે તમને ફેસ્ટિવ સિઝન સેલમાં સ્માર્ટફોન પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ઑફર્સ વિશે જણાવીએ…
વીવો X90, V29 સિરીઝ પર દિવાળી ઑફર્સ (Vivo X90, V29 Series Diwali Offers)
વીવો કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગ્રાહકો વીવો X90 સીરીઝ પર 10,000 રૂપિયા અને V29 સીરીઝ પર 4000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આ કેશબેક ICICI, SBI, HSBC, યસ બેંક, બેંક ઓફ બરોડા, IDFC ફર્સ્ટ બેંક અને વનકાર્ડ પરથી ખરીદી કરતી વખતે મેળવી શકાય છે. તહેવારોની સીઝન ઓફર હેઠળ, કંપની X અને V સીરીઝ પર સરળ ઈએમઆઈ ઓપ્શન પણ ઓફર કરી રહી છે, જે હેઠળ 101 રૂપિયામાં આ સ્માર્ટફોન્સને ઈએમઆઈ પર ખરીદી શકાય છે.

વીવો એક્સચેન્જ ઓફરમાં 40 ટકાનું ડિસ્કાઉન્ટ (Vivo Smartphone Exchange Offers)
ઉપરાંત જો તમારી પાસે જૂનો વીવો સ્માર્ટફોન છે તો તમે એક્સચેન્જ ઑફર હેઠળ આ ફોન પર 8,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો. કંપની દિવાળી ઓફર હેઠળ Vivo V-Shild પ્લાન્સ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
વીવો વાય-સિરિઝ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર (Vivo Y-Series Smartphone Discount Offers)
વીવો X90 અને V29 સિરીઝ ઉપરાંત, ગ્રાહકો દિવાળી ઑફર્સ હેઠળ તહેવારોની સિઝનમાં ડિસ્કાઉન્ટ સાથે Y-Series સ્માર્ટફોન ખરીદવાનો લાભ ઉઠાવી શકે છે. તમે તાજેતરમાં લૉન્ચ થયેલા Vivo Y200 5G પર 2,500 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. આ ઉપરાંત, Vivo Y56 અને Vivo Y27 સ્માર્ટફોનને ICICI, SBI, Kotak Mahindra, OneCard અને AU Small Finance Bank કાર્ડ્સથી ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું કેશબેક પણ મળશે. ઉપરાંત ગ્રાહકો આ સેલમાં માત્ર 101 રૂપિયા ચૂકવીને ફોન ઘરે લઈ જઈ શકે છે. બાકીની રકમ ઈએમઆઈમાં ચૂકવવાની રહેશે.
વીવો Y200 5G અને Y56 સ્માર્ટફોન્સ સાથે, કંપની Vivo V-Shield પ્લાન લેવા પર 40 ટકા ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.
નોંધનીય છે કે ફેસ્ટિવ સીઝન સેલ ઓફર 15 નવેમ્બર સુધી ચાલશે. અમે ઉલ્લેખ કર્યો છે તેમ, Vivo X90, Vivo 29 અને Vivo Y-Series સ્માર્ટફોનને તમામ મોટા અને પાર્ટનર રિટેલ સ્ટોર્સમાંથી કેશબેક ઓફર સાથે ખરીદી શકાય છે.





