Vivo Pad 5e launch : જમ્બો 10000mAh બેટરી સાથે વીવો પેડ 5ઇ લોન્ચ, ઘણા AI ફીચર્સથી સજ્જ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Vivo Pad 5e Launch Price : વીવો પેડ 5ઇ ટેબ્લેટ 512GB સ્ટોરેજ, સ્નેપડ્રેગન 8s Gen3પ્રોસેસર અને જમ્બો 10,000mAh બેટરી સાથે ઉપલબ્ધ છે. જાણો કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
October 14, 2025 15:17 IST
Vivo Pad 5e launch : જમ્બો 10000mAh બેટરી સાથે વીવો પેડ 5ઇ લોન્ચ, ઘણા AI ફીચર્સથી સજ્જ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
Vivo Pad 5e Price and Specifications in Gujarati : વીવો પેડ 5ઇ ટેબ્લેટ સ્નેપડ્રેગન 8s જનરલ 3 પ્રોસેસર સાથે આવે છે. (Photo : Vivo)

Vivo Pad 5e Launch Price : વીવો કંપનીએ ચીનમાં તેનું લેટેસ્ટ ટેબ્લેટ Vivo Pad 5e લોન્ચ કર્યું છે. Vivo Pad 5e ઉપરાંત, કંપનીએ લોન્ચ ઇવેન્ટમાં Vivo X300 અને Vivo X300 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. લેટેસ્ટ વીવો ટેબ્લેટમાં 10000 એમએએચની જમ્બો બેટરી, 512 જીબી સુધીની સ્ટોરેજ અને 12 ઇંચની મોટી ડિસ્પ્લે જેવા ફીચર્સ આવે છે. આ વીવો ટેબ્લેટ સ્નેપડ્રેગન 8s જનરલ 3 પ્રોસેસર સાથે આવે છે. જાણો લેટેસ્ટ વીવો ટેબ્લેટની કિંમત અને ફીચર્સ વિશે.

Vivo Pad 5e Price : વીવો પેડ 5ઇ કિંમત

વીવો પેડ 5ઇ ટેબ્લેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરવતા બેઝ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 25,000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન (લગભગ 29,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,999 યુઆન (લગભગ 37,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે.

કંપની દ્વારા વીવો પેડ 5 ઇનું લાઇટ વર્ઝન પણ 2,199 યુઆન (લગભગ 27,000 રૂપિયા) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે.

નવા Vivo Pad 5e ટેબ્લેટ વાદળી, બ્લેક અને પર્પલ રંગોમાં ઉપલબ્ધ થશે. આ ડિવાઇસનું વેચાણ 17 ઓક્ટોબરથી ચીનમાં કંપનીના ઓનલાઇન સ્ટોર પર થશે.

Vivo Pad 5e Specifications : વીવો પેડ 5ઇ સ્પેસિફિકેશન

Vivo Pad 5e ટેબ્લેટ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 5 સાથે આવે છે. ડિવાઇસમાં 12.1 ઇંચની મોટી ડિસ્પ્લે છે જે 2.8K રિઝોલ્યુશન સાથે આવે છે. સ્ક્રીન 144 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ આપે છે. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 8s જનરલ 3 ચિપસેટ છે. આ ટેબ્લેટમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

વીવોની નવા ટેબ્લેટમાં ફોર સ્પીકર પેનોરેમિક એકોસ્ટિક સેટઅપ આપવામાં આવ્યું છે. ટેબ્લેટ મલ્ટિપલ એઆઈ ઇનેબલ્ડ ટૂલ્સ જેમ કે એઆઈ ટ્રાન્સક્રિપ્શન, સર્કલ ટુ સર્ચ, એઆઈ પીપીટી આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે.

કેમેરાની વાત કરીએ તો, Vivo Pad 5E માં સિંગલ રિયર કેમેરા સેટઅપ છે. આ ટેબ્લેટમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Vivo X300, x300 Pro સ્માર્ટફોન લોન્ચ; 200MP કેમેરા, 16GB રેમ અને 1TB સ્ટોરેજ, જાણો કિંમત

Vivo Pad 5e ને પાવર આપવા માટે, એક મોટી 10,000mAhની જમ્બો બેટરી આપવામાં આવી છે, જે USB Type-C દ્વારા 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં વાઇ-ફાઇ 6 અને બ્લૂટૂથ 5.4 કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ટેબ્લેટમાં ફેસ રેકગ્નિશન સપોર્ટ પણ છે. સ્ટાન્ડર્ડ મોડેલ 266.43×192×6.62 મીમી માપે છે અને તેનું વજન લગભગ 584 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ