Vivo S20 Series Launched: વીવો એસ20 સ્માર્ટફોન લોન્ચ, 6500mAh બેટરી અને 50MP કેમેરા, જાણો કિંમત અને ફીચર

Vivo S20, Vivo S20 Proનું અનાવરણ, 6500mAh સુધીની મોટી બેટરી, 512GB રેમ અને 16GB રેમ સુધી 6500mAh બેટરી અને 50 એમપી કેમેરા જેવા શાનદાર ફીચર છે. જાણો લેટેસ્ટ વીવો એસ20 સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન

Vivo S20, Vivo S20 Proનું અનાવરણ, 6500mAh સુધીની મોટી બેટરી, 512GB રેમ અને 16GB રેમ સુધી 6500mAh બેટરી અને 50 એમપી કેમેરા જેવા શાનદાર ફીચર છે. જાણો લેટેસ્ટ વીવો એસ20 સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vivo s20 price | vivo s20 pro price | viso s20 samrtphone launched | Vivo S20 Series Launched

Vivo S20, Vivo S20 Pro Price: વીવો એસ20 અને વીવો એસ20 પ્રો સ્માર્ટફોન IP 64 સ્પ્લેશ અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ્સ ધરાવે છે. (Photo: @TechHome100)

Vivo S20, Vivo S20 Pro Launched: વીવો એસ20 અને વીો એસ20 પ્રો સ્માર્ટફોન લોન્ચ થયા છે. વીવો કંપની દ્વારા ચીનમાં પોતાના લેટેસ્ટ એસ સીરિઝ સ્માર્ટફોનને Vivo S19 સીરિઝના અપગ્રેડ વેરિયન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યા છે. Vivo S20 અને S20 Proમાં 50MP પ્રાઇમરી રિયર કેમેરા, ડ્યુઅલ સિમ સપોર્ટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો લેટેસ્ટ Vivo S20 અને વીવો એસ20 પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે.

Advertisment

Vivo S20, Vivo S20 Pro Price : વીવો એસ20, વrવો એસ20 પ્રો કિંમત

વીવો એસ20ના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 2299 યુઆન (લગભગ 27000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વાળા ટોપ મોડેલની કિંમત 2999 યુઆન (લગભગ 35000 રૂપિયા) રાખવામાં આવી છે.

વીવો એસ20 પ્રો સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 3399 યુઆન છે. હેન્ડસેટને 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ચીનમાં બંને વીવો સ્માર્ટફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે.

Vivo S20, Vivo S20 Pro Specifications : વીવો એસ20, વીવો એસ20 પ્રો સ્પેસિફિકેશન

Advertisment

વીવો એસ20 સીરિઝના બંને મોડલમાં 6.67 ઇંચ (1260 x 2800 પિક્સલ) 1.5K AMOLED સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. પીક બ્રાઇટનેસ 5000 નીટ છે. ડિસ્પ્લે HDR10+ને સપોર્ટ કરે છે. બેઝ મોડેલમાં ફ્લેટ ડિસ્પ્લે છે જ્યારે પ્રો વેરિઅન્ટ ક્વાડ-કર્વ્ડ પેનલ સાથે આવે છે. બંને ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OriginOS 5 સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

વીવો એસ 20 સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. વીવો એસ20 પ્રો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં આર્મ્સ ઇમ્મોર્ટલિસ-જી720 જીપીયુ પણ છે. ડિવાઇસમાં 16જીબી સુધીની રેમ અને 512જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

Vivo S20 Smartphone Camera And Battery : વીવો એસ20 સ્માર્ટફોન કેમેરા અને વીડિયો

વીવો એસ20ને પાવર આપવા માટે 6500mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 160.35×74.18×7.19 એમએમ અને તેનું વજન 186 ગ્રામ છે. વીવો એસ 20 પ્રોમાં 5500mAh એમએએચ બેટરી મળે છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એસ20 પ્રોનું ડાયમેન્શન 160.56×75.02×7.43 મીમી છે અને તેનું વજન 193 ગ્રામ છે.

ફોટોગ્રાફી માટે વીવો એસ20માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ઓવી50ઇ પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

વીવો એસ20 પ્રોમાં 50 મેગાપિક્સલનો સોની IMX921 પ્રાઇમરી રિયર કેમેરા સેટઅપ છે જે OISને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનું સોની IMX882 ટેલિફોટો સેન્સર છે, જેમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને 882x ઓપ્ટિકલ ઝૂમ આપવામાં આવ્યો છે.

Vivo S20 અને Vivo S20 Proમાં ડ્યુઅલ સિમ સપોર્ટ છે. આ ડિવાઇસમાં IP 64 સ્પ્લેશ અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ્સ છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઔરા લાઇટ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ 6, એનએફસી અને બ્લૂટૂથ 5.4 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ