/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Vivo-T2-5G-Vivo-Y56-5G-Smartphone.jpg)
વીવો એ તેના બે 5G ફોનની કિંમત ઘટાડી છે.
Vivo T2 5G And Vivo Y56 5G Price Down: Vivo એ એપ્રિલ 2023માં તેની Vivo T2 5G કેટેગરીના બે સ્માર્ટફોન - Vivo T2 5G અને Vivo T2X 5G લોન્ચ કર્યા હતી. Vivo Y56 5G વિશે વાત કરીએ તો, તે ફેબ્રુઆરી 2023માં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. કંપનીએ હવે Vivo T2 5G અને Vivo Y56 5G સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઉપરાંત બંને Vivo ફોનની ખરીદી પર આકર્।ક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ચાલો અમે તમને આ Vivo ફોન્સ પર ઉપલબ્ધ ડીલ અને ફિચરો વિશે જણાવીએ…
વીવો ટી2 5જી અને વીવો વાય56 5જી કિંમત અને બેંક ઑફર્સ (Vivo T2 5G And Vivo Y56 5G Price And Bank Offers)
Vivo T2 5G સ્માર્ટફોનનો 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 18,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 20,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. વિવોએ માહિતી આપી છે કે ફોનની કિંમતોમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ ફોનના બંને વેરિઅન્ટ અનુક્રમે રૂ. 16,999 અને રૂ. 18,999માં ઉપલબ્ધ થશે. ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, યસ બેંક, ફેડરલ બેંક અને બેંક ઓફ બરોડા કાર્ડથી શોપિંગ કરવા પર તમને 1,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
સસ્તા Vivo Y56 5G સ્માર્ટફોન વિશે વાત કરીએ તો 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 18,999 રૂપિયામાં આવે છે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી તમને આ ફોન અનુક્રમે 15,999 રૂપિયા અને 17,999 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. મોટી બેંકોના કાર્ડથી આ ફોન ખરીદવા પર તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
Vivoએ V-Shiel પ્લાન પર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ ઓફર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ ઓફર Flipkart, Vivoના ઓનલાઈન સ્ટોર અને રિટેલ આઉટલેટ્સ પર 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.
વીવો T2 5G સ્પેસિફિકેશન (Vivo T2 5G Features Specification)
Vivo T2 5G સ્માર્ટફોનમાં 6.38 ઇંચની FullHD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1300 નિટ્સ છે અને એસ્પેક્ટ રેશિયો 20:9 છે. હેન્ડસેટમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર છે. ફોનમાં 6 અને 8 જીબી રેમ સાથે 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. આ ફોનમાં 8 GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
વીવો T2 5G સ્માર્ટફોનમાં Android 13 બેઝ્ડ funtouch OS 13 આપવામાં આવ્યું છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે જેમાં અપર્ચર F/1.8 છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. આ ડિવાઇસને ચાર્જ કરવા માટે, 4500mAh બેટરી આપવામાં આવી છે જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે.
વીવો Y56 5G સ્પેસિફિકેશન (Vivo Y56 5G Features Specification)
વીવો Y56 5G સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ડિસ્પ્લે છે. સ્ક્રીન FullHD+ રિઝોલ્યુશન આપે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીન પર વોટર-ડ્રોપ શેપ્ડ નોચ આપવામાં આવી છે અને સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90.6 ટકા છે.
Vivo Y56 5Gમાં MediaTek ડાયમેન્શન 700 પ્રોસેસર છે. Mali-G57 MC2 GPU ગ્રાફિક્સ માટે ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 4 જીબી અને 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. આ સ્માર્ટફોનમાં 8GB વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
આ પણ વાંચો | શું તમારા બાળકો હંમેશા મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે? આ રીતે મેળવી શકો છો છૂટકારો
આ Vivo હેન્ડસેટમાં Android 13 બેઝ્ડ Funtouch OS 13 ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. આ ફોનને ચાર્જ કરવા માટે 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે. ફોનનું ડાયમેન્શન 164.05 × 75.60 × 8.15mm અને વજન 184 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us