Vivo T3 Lite 5G: વીવોનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા સહિત શાનદાર ફીચર્સ, જાણો કિંમત

Vivo T3 Lite 5G Price And Features: વીવો ટી3 લાઈટ 5જી સ્માર્ટફોન 50 MP પ્રાઇમરી કેમેરા અને 5000 mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવોના એફોર્ડેબલ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણો

Written by Ajay Saroya
June 27, 2024 15:51 IST
Vivo T3 Lite 5G: વીવોનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા સહિત શાનદાર ફીચર્સ, જાણો કિંમત
Vivo T3 Lite 5G Smartphone: વીવો ટી3 લાઈટ 5જી લેટેસ્ટ અફોર્ડેબલ સ્માર્ટફોન છે. (Photo: Social Media)

Vivo T3 Lite 5G Launch: વીવો ટી3 લાઈટ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે વીવો ટી-સિરીઝનો લેટેસ્ટ અફોર્ડેબલ સ્માર્ટફોન છે. નવા વીવો ટી3 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 50 MP પ્રાઇમરી કેમેરા, 5000 mAh બેટરી અને 128GB સ્ટોરેજ છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનમાં શું છે ખાસ? તેની કિંમત અને ફીચર્સ સંબંધિત તમામ માહિતી

વીવો ટી3 લાઈટ 5જી કિંમત (Vivo T3 Lite 5G Price)

વિવો ટી3 લાઇટ 5જીની 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10499 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 11499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. નવો વીવો ફોન વાઈબ્રન્ટ ગ્રીન અને મેજેસ્ટિક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો 4 જુલાઈથી ફ્લિપકાર્ટ, વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પરથી હેન્ડસેટ ખરીદી શકે છે. ગ્રાહકો એચડીએફસી બેંક અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા 500 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર હેન્ડસેટ મેળવી શકે છે.

વીવો ટી3 લાઇટ સ્પેસિફિકેશન્સ (Vivo T3 Lite 5G Specifications)

વીવો ટી3 લાઇટ 5જી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 ચિપસેટ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ મોડ 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000 mAh બેટરી આપવામાં આવી છે, જે 15W ફ્લેશચાર્જને સપોર્ટ કરે છે.

વિવો ટી3 લાઇટ ફીચર્સ (Vivo T3 Lite 5G Features)

વીવો ટી3 લાઈટ 5જી સ્માર્ટફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ડિવાઇસની રેમને વર્ચ્યુઅલ રીતે ૬ જીબી સુધી વધારી શકાય છે. વીવો ટી3 લાઇટ 5જીમાં 6.56 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 840 નાઇટ્સ પીક બ્રાઇટનેસ સાથે આવે છે.

આ પણ વાંચો | ફોનના કેમેરાને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે આ સામાન્ય ભૂલો

વીવો ટી3 લાઇટ 5જી કેમેરા (Vivo T3 Lite 5G Camera)

Vivo T3 Lite 5Gનું IP64 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોન માં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વીવોના આ ફોનમાં 50 એમપીનો સોની એઆઈ કેમેરો અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. વિવો ટી3 લાઇટ 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 સાથે આવે છે. કનેક્ટિવિટી માટે વીવોના આ લેટેસ્ટ ફોનમાં 5જી, બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ