/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/vivo-t3x-5g-smartphone.jpg)
Vivo T3x 5G Price Features Specifications : વિવો ટી3એક્સ 5જી સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી અને 6.72 ઇંચની ડિસ્પ્લે છે. (Photo - @Vivo_India)
Vivo T3x 5G Price Features Specifications Details : વિવોએ લેટેસ્ટ ટી-સિરીઝ સ્માર્ટફોન ટી3એક્સ 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. વિવો ટી3એક્સ 5જી કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તે વિવો ટી2એક્સનું અપગ્રેડ વેરિઅન્ટ છે જે ગયા વર્ષે (2023) આવ્યું હતું. વિવો ટી3એક્સમાં 6000mAhની બેટરી, ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર અને 6.72 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જાણો વિવોના નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.
વિવો ટી3એક્સ 5જી કિંમત (Vivo T3x 5G Price in India)
વિવો ટી3એક્સ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા છે. પરંતુ બેંક ઓફર સાથે 1000 રૂપિયા 12,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તો વિવો ટી સિરિઝ સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 14,999 રૂપિયાની બદલે 13,499 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 16,499 રૂપિયાના બદલે 14,999 રૂપિયામાં ખરીદી કરી શકાય છે. વિવોનો આ ફોન ક્રિમસન બ્લિસ અને સેલેસ્ટિયલ ગ્રીન કલરમાં આવે છે.
વિવો ટી3એક્સ 5જી સ્પેસિફિકેશન્સ, ફીચર્સ (Vivo T3x 5G Specifications, Features)
વિવો ટી3એક્સ 5જી સ્માર્ટફોનમાં 6.72 ઇંચની એલસીડી ફુલ એચડી + (2408 × 1080 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 339 પીપીઆઇ છે. ડિસ્પ્લે પર મધ્યમાં પંચ-હોલ નોચ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે એડ્રેનો 710GPU આપવામાં આવ્યું છે.
વિવોના આ ફોનમાં 4 જીબી/6 જીબી/8 જીબી ઇનબિલ્ટ રેમ સાથે 8 જીબી સુધીની એક્સટેન્ડેડ રેમ આપવામાં આવી છે. ડિવાઇસમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 આધારિત FunTouchOS 14 સાથે આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Vivo-T3x-5G-Price-Features-Specifications.jpg)
વિવો ટી3એક્સ 5જી કેમેરા (Vivo T3x 5G Camera)
વીવોના આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી, એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપાર્ચર એફ/ 2.05 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.
Mark your calendars and get ready for some #turbo action! The sale of the much-anticipated vivo T3X 5G begins on 24th April at 12 PM. Are you ready to #GetSetTurbo ?
Click on the link below to pre-book now.https://t.co/O1xh0DgrYJpic.twitter.com/nwoSAfMSOx— vivo India (@Vivo_India) April 17, 2024
વિવો સ્માર્ટફોનને પાવર આપવા માટે વિવો ટી3એક્સમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે જે 44W FlashCharge ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં સ્ટિરિયો સ્પીકર્સ અને ૩.૫ એમએમ હેડફોન જેક પણ છે. આ ફોન IP64 રેટિંગ સાથે આવે છે અને તેનું વજન 199 ગ્રામ છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 165.70 × 76.0 × 7.99mm છે. વિવોના લેટેસ્ટ 5જી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us