Vivo T3x 5G Price cut : વીવોએ ભારતમાં પોતાના લોકપ્રિય T3x 5G સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ વીવો ટી3એક્સ 5જી સ્માર્ટફોનની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે ભારતમાં વીવોના આ હેન્ડસેટની કિંમત 12,499 રૂપિયાથી શરૂ થાય છે. Vivo T3X 5Gને એપ્રિલ 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં 6000mAhની મોટી બેટરી, 6.72 ઇંચની ફુલએચડી ડિસ્પ્લે જેવી સુવિધાઓ આપવામાં આવી હતી. અમે તમને વીવોના આ સ્માર્ટફોનની નવી કિંમતો અને ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ.
વીવો T3x 5G કિંમત
વીવોના આ હેન્ડસેટને વીવો ઈન્ડિયાના ઈ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર દ્વારા ખરીદી શકાય છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા 1,500 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર હેન્ડસેટનો લાભ લઈ શકાય છે. 4,167 રૂપિયાના નો-કોસ્ટ EMI પર ફોન લેવાની તક છે.
વીવોએ આપેલી માહિતી મુજબ વીવો ટી3એક્સ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને હવે 12,499 રૂપિયામાં ખરીદી શકાશે.
જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 15,499 રૂપિયા છે.
આ પહેલા 4 જીબી, 6 જીબી અને 8 જીબી રેમ વેરિઅન્ટ અનુક્રમે 13,499 રૂપિયા, 14,999 રૂપિયા અને 16,499 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ હતા. આ ફોન ક્રિમસન બ્લિસ, સેલેસ્ટિયલ ગ્રીન અને સેફાયર બ્લૂ કલરમાં આવે છે.
આ પણ વાંચો – 550mAhની મોટી બેટરીવાળો નવો રેડમી સ્માર્ટફોન લોન્ચ, તેમાં છે 512GB સ્ટોરેજ અને 16GB રેમ
વીવો T3x 5G ફિચર્સ
Vivo T3X 5G સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ફુલએચડી (1,080×2,408 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 1000 નિટ્સની પીક બ્રાઇટનેસ અને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
ફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ ટોચ પર ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે. ફોનમાં 4nm બેઝ્ડ સ્નેપડ્રેગન 6 જેન 1 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8જીબી સુધીની રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
રેમને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા હેન્ડસેટના સ્ટોરેજને 1 ટીબી સુધી વધારવાનો વિકલ્પ છે.
Vivo T3x 5Gને પાવર આપવા માટે 6000mAhની બેટરી છે. બેટરી 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે હેન્ડસેટમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે.
સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ હેન્ડસેટને IP64 રેટિંગ મળે છે અને આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. ડિવાઇસમાં બ્લૂટૂથ, જીપીએસ, વાઇ-ફાઇ જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ ઉપલબ્ધ છે.





