Vivo T4 5G: વીવોએ બધાને પછાડ્યા! 7300mAhની મોટી બેટરી સાથે સ્માર્ટફોન લોન્ચ, કિંમત પણ ઓછી

Vivo T4 5G Launch : વીવો ટી4 5જી સ્માર્ટફોન ભારતમાં 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ, 50 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા અને 7300mAhની મોટી બેટરી સાથે લોન્ચ કરાવવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ

Vivo T4 5G Launch : વીવો ટી4 5જી સ્માર્ટફોન ભારતમાં 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ, 50 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા અને 7300mAhની મોટી બેટરી સાથે લોન્ચ કરાવવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo T4 5G Price | Vivo T4 5G launch | Vivo T4 5G features | Vivo T4 5G 7300mAh battery

Vivo T4 5G Price: વીવો ટી4 5જી સ્માર્ટફોનમાં ક્વાડ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે અને 256GB સુધીનું સ્ટોરેજ આવે છે. (Photo: @Vivo_India)

Vivo T4 5G Launch : વીવો કંપનીએ 7300mAhની મોટી બેટરી સાથે ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વચન મુજબ, નવો વીવો ટી4 5જી સ્માર્ટફોન સ્નેપડ્રેગન 7એસ જેન 3 ચિપસેટ, 12 જીબી સુધીની રેમ અને 7300 એમએએચની મોટી બેટરી જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવો વીવો સ્માર્ટફોન 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. Vivo T4 5G સ્માર્ટફોનમાં ક્વાડ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે અને 256GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. જાણો લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી દરેક વિગત.

Advertisment

Vivo T4 5G Price : વીવો ટી4 5જી કિંમત

વીવો ટી4 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 રૂપિયા છે. તે જ સમયે, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વિકલ્પની કિંમત 23999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 25999 રૂપિયા છે. આ ડિવાઇસ એમરલ્ડ બ્લેઝ અને ફેન્ટમ ગ્રે કલર ઓપ્શનમાં આવે છે. આ સ્માર્ટફોન દેશમાં ફ્લિપકાર્ટ, વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Vivo T4 5G Features : વીવો ટી4 5જી ફીચર્સ

વીવો ટી4 5જી સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080 x 2,392 પિક્સલ) એમોલેડ ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે આવે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 5000 નીટ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. ફોનમાં 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે.

Advertisment

કેમેરાની વાત કરીએ તો વીવો ટી4 5જીમાં એફ/1.8 અપર્ચર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં અપાર્ચર એફ/ 2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

વીવો ટી4 5જી સ્માર્ટફોનને પાવર આપવો એ 7300mAhની મોટી બેટરી છે જે 90W વાયર્ડ ફ્લેશચાર્જને સપોર્ટ કરે છે. ફોનમાં રિવર્સ અને બાયપાસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. વીવોના આ સ્માર્ટફોનમાં IP65 ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. વીવો ટી4 5જી પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.2, જીપીએસ, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. આ સ્માર્ટફોનનું વજન 199 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ