વીવો T4R 5G સ્માર્ટફોન 20000 થી ઓછી કિંમતમાં લોન્ચ, 32MPનો સેલ્ફી કેમેરા અને એન્ડ્રોઇડ 15 સિસ્ટમ

Vivo T4R 5G ભારતમાં લોન્ચ થયો : વીવો ટી4આર સ્માર્ટફોન 5700mAhની મોટી બેટરી, એન્ડ્રોઇડ 15 અને 50MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત

Vivo T4R 5G ભારતમાં લોન્ચ થયો : વીવો ટી4આર સ્માર્ટફોન 5700mAhની મોટી બેટરી, એન્ડ્રોઇડ 15 અને 50MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફિચર્સ સહિત તમામ વિગત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vito T4R 5G Launch | Vito T4R 5G Price In India | Vito T4R 5G Camera | Vito phone | Vito mobile | vivo smartphone

Vivo T4R 5G India Launch : વીવો ટી4આર 5જી સ્માર્ટફોનમાં 12GB સુધીની રેમ, 50MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. (Photo: Vivo)

Vivo T4R 5G Price in India: વીવો એ પોતાની ટી સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વીવો ટી4આર કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તેમાં 6.77 ઇંચની ફુલએચડી + 120હર્ટ્ઝ એમોલેડ કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. નવી Vivo T4Rમાં 12GB સુધીની રેમ, 50MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા વીવો સ્માર્ટફોનમાં 12જીબી સુધીનું વર્ચ્યૂઅલ રેમ ઓપ્શન આવે છે. જાણો લેટેસ્ટ વીવો ટી4 આર સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.

Advertisment

Vivo T4R Price in India : વીવો ટી4આર સ્માર્ટફોનની કિંમત

વીવો ટી4આર સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 21,499 રૂપિયામાં ખરીદી શકાય. આ વીવો સ્માર્ટફોનના ટોપ એન્ડ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 23,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ હેન્ડસેટને આર્કટિક વ્હાઇટ અને ટ્વાઇલાઇટ બ્લુ કલરમાં રજૂ કરવામાં આવ્યો છે.

આ ફોન 5 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ, વીવો ઇન્ડિયા ઇ-સ્ટોર અને ઓફલાઇન સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના કાર્ડ દ્વારા ઉપકરણ ખરીદવા પર 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય 2000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ છે.

Vivo T4R specifications : વીવો ટી4આર સ્પેસિફિકેશન્સ

વીવો ટી4આર સ્માર્ટફોનમાં 6.77 ઇંચ (2392 x 1080 પિક્સલ) ફુલએચડી એમોલેડ ક્વાડ કર્વ્ડ 19.9: 9 આસ્પેક્ટ રેશિયો સ્ક્રીન છે. ડિસ્પ્લે HDR10+ ને સપોર્ટ કરે છે અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. સ્ક્રીન 1800 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે SCHOTT Xensation α ગ્લાસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 2.6GHz ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં Mali-G615 MC2 છે.

Advertisment

Vivo T4R સ્માર્ટફોનમાં 8GB/12GB રેમ આપવામાં આવી છે. હેન્ડસેટમાં 128GB/256GB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. ડિવાઇસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે.

સ્માર્ટફોનમાં 50MPનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે, જેની પાછળ f/1.79 અપાર્ચર છે, જેમાં 2MP Galaxycore GC02M1 સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ઓરા લાઇટ છે. ફોનમાં 4K 30fps વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

વીવો ટી4આર સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.45 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ ગેલેક્સીકોર GC32E1 સેન્સર આપવામાં આવ્યો છે. ફોન 4કે 30fps સુધીની વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ છે.

વીવોના આ ફોનમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP68 + IP69 રેટિંગ્સ) અને મિલિટરી-ગ્રેટ ડ્યુરબિલિટી (MIL-STD-810H) સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું માપ 163.29×76.72×7.39mm છે અને તેનું વજન 183.5 ગ્રામ છે. ફોનને પાવર આપવા માટે 5700mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વીવો ટી4આર સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6 802.11 X, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન