/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Vivo-V-29e-launch-date-and-all-details.jpg)
Vivo V 29e લોન્ચ ડેટ અને તમામ વિગતો
ભારતમાં વિવોએ નવો સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે, ઘણા કેટલાક સમયથી કંપનીએ આગામી ફોનને લઈને કેટલીક માહિતી આપી છે. હવે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, કે વિવો વી29ઈ ( Vivo V29e) કમ્પનીનો નવો ફોન છે. આ પહેલા રિપોર્ટમાં ફોન લોન્ચ થવાની ટાઈમલાઈનનો પણ ખુલાસો થયો હતો. ફ્લિપકાર્ટથી ન માત્ર Vivo V29e સ્પેસિફિકેશનની જાણકારી મળી છે. જો કે, તેની ઉપલબ્ધતાને લગતી ડીટેલની પણ જાણકારી મળી છે.
સ્પેસિફિકેશન :
Vivo V29e ને પણ અગાઉ Vivo V29 5જી જેમ ફ્લિપકાર્ટ પર ખરીદવા માટે અવેલેબલ કરાયો છે. એ-કોમર્સ વેબસાઈટ પર હેન્ડસેટ માટે માઈક્રો-સાઈટ બનાવી છે. આ લિસ્ટિંગથી સ્માર્ટફોનના કેટલાક સ્પેસિફિકેશનનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: New Kia Seltos : ન્યુ કિયા સેલ્ટોસએ એક મહિનામાં બનાવ્યો બુકિંગ રેકોર્ડ,જાણો ફીચર્સ વિષે
ફ્લિપકાર્ટ પર માઈક્રોસોફ્ટ દ્વારા પુષ્ટિ થઇ છે કે, આગામી ડિવાઇસને 3D કવર્ડ સ્ક્રીન અને 120 હર્ટઝ રિફ્રેશ રેટની સાથે લોન્ચ કર્યો છે. Vivo નો દાવો છે કે, સ્ક્રીન બેટર વ્યૂવિંગ એન્ગલ માટે 58.7 ડિગ્રી કર્વ્ડ હોય છે. લિસ્ટિંગથી જાણવા મળ્યું છે કે, વિવોના આ સ્માર્ટફોનની જાડાઈ 7.5 mm છે. વિવોનો દાવો છે કે, 25000 રૂપિયા થી 30000 રૂપિયા વચ્ચે લોન્ચ થનાર નવો સ્માર્ટફોન આ સેગ્મેન્ટમાં સૌથી ઓછી જાડાઈ ઓફર કરશે.
માઈક્રો-સાઈટ લિસ્ટિંગ દ્વારા એ પણ ખુલાસો થયો છે કે, સ્માર્ટફોનમાં ડીપ્લેય પર સ્લિમ બેઝલની સાથે વચ્ચે એક પંચહોલ કટઆઉટ અપાશે. Vivo એ ખુલાસો કર્યો છે કે, હેન્ડસેટનું વજન 180.5 ગ્રામ હશે. કંપનીએ પુષ્ટિ કરી છે કે, અપકમિંગ વિવો વી29ઈ સ્માર્ટફોનમાં eye autofocus ની સાથે 50 મેગાપિક્સેલનો સેલ્ફી કેમરા અપાયો છે, વિવોએ હેન્ડસેટમાં OIS સપોર્ટની સાથે 64 મેગાપિક્સેલ પ્રાઈમરી રિયર સેન્સર મળશે.
આ પણ વાંચો: Air India ticket offer Sale : ફ્લાઈટ ટિકિટ માત્ર રૂ. 1470 માં ઉપલબ્ધ, એર ઈન્ડિયા લાવી નવો સેલ
વિવોની માઈક્રોસાઇટએ પુષ્ટિ કરી છે કે, સ્માર્ટફોનમાં રિયર પેનલ પર ગ્લોસી ફિનિશ મળશે. ફોનમાં લેફ્ટ સાઈડ પર જિયોમેટ્રિક શેપ અને જમણી બાજુ પર લેધર ટેક્ચર અપાયું છે. વિવોએ પુષ્ટિ કરી છે કે રિયર પેનલનો મરૂન કલર લાઈટ પડતા બ્લેક થઇ જાય છે.આગામી સ્માર્ટફોનને આર્ટિસ્ટિક રેડ વેરિયન્ટ અને આર્ટિસ્ટિક બ્લુ કલર ઓપ્શનમાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, સ્માર્ટફોનમાં રાત્રે પોટ્રેટ શોટ લેવા માટે અલગથી ફીચર્સ મળશે. વિવોએ ફોનના અન્ય સ્પેસીફિકેશનનો ખુલાસો કર્યો નથી. નવા વિવો હેન્ડસેટની રેન્ડર ઇમેજ દ્વારા ખુલાસો થયો છે કે ડિવાઇસમાં ડ્યુઅલ રિયર સેટઅપ અને એલઇડી ફ્લેશ હશે.
તાજેતરમાં એક લેટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 128 જિબી સ્ટૉરેજ અને 8 જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ છે. આ પહેલા ગિકબેન્ચ લિસ્ટિંગથી ડિવાઇસમાં કાલ્કોમ સ્પાઇન્ડ્રેગન 480 5જી કે 480+ 5જી ચીપસેટ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us