Vivo Y19s 5G Launch : સસ્તો વીવો 5G સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને મોટી ડિસ્પ્લે

Vivo Y19s 5G Price And Specifications : વીવો વાય 19 એસ 5જી સ્માર્ટફોન 6000mAh મોટી બેટરી, Funtouch OS 15 અને Dimensity 6300 પ્રોસેસર જેવી ફીચર્સ સામે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ

Written by Ajay Saroya
November 03, 2025 10:23 IST
Vivo Y19s 5G Launch : સસ્તો વીવો 5G સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને મોટી ડિસ્પ્લે
Vivo Y19s 5G Price And Features : વીવો વાય 19 એસ 5જી સ્માર્ટફોન ડાયમેન્સિટી 6300 પ્રોસેસર સાથે આવે છે. (Photo: Vivo)

Vivo Y19s 5G Launch Price In India : વીવો એ ભારતમાં તેના લેટેસ્ટ વાય સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Vivo Y19s 5G કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે. અને તેમાં 6.74 ઇંચની મોટી ડિસ્પ્લે છે. સ્ક્રીન 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, 6000 એમએએચની મોટી બેટરી જેવી ફીચર્સ. આ નવા વીવો સ્માર્ટફોનમાં શું ખાસ છે? કિંમત અને ફીચર્સ સાથે સંબંધિત દરેક વિગતો જાણો

Vivo Y19s 5G price : વીવો વાય 19 એસ 5જી ભાવ

Vivo Y19S 5G સ્માર્ટફોન મેજેસ્ટિક ગ્રીન અને ટાઇટેનિયમ સિલ્વર કલરમાં આવે છે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા, 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. તો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 13,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ ફોનને વીવો ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. અને તે દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Vivo Y19s 5G specifications : વીવો વાય 19 એસ 5જી ભાવ સ્પેસિફિકેશન

વીવો વાય 19 એસ 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. ડિવાઇસમાં મોટી 6.74-ઇંચની સ્ક્રીન છે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર છે.

ફોટોગ્રાફી માટે વીવો સ્માર્ટફોનના હેન્ડસેટમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 0.08 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે. વીવોનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ડિવાઇસ ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા માટે IP64 રેટિંગ ધરાવે છે. હેન્ડસેટમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ છે. Vivo Y19S 5G સ્માર્ટફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ