Vivo V30e : વિવો (Vivo) એ જાહેરાત કરી કે આગામી V સિરીઝના સ્માર્ટફોનન વી30ઈ (V30e) કહેવામાં આવશે અને તે ભારતમાં ઓફિશ્યલી 2 મે, 2024ના રોજ લોન્ચ થશે. V30e એ Vivo V30 અને V30 Pro ની સિરીઝમાં પોપ્યુલર છે. પ્રીમિયમ ડિઝાઇન અને ફોટોગ્રાફી એ V30e ના કેટલાક મુખ્ય યુએસપી છે.
આ પણ વાંચો: Vivo T3x 5g : વિવોનો 6,000mAh બેટરી સાથેનો પ્રથમ ફોન ટી3એક્સ લોન્ચ, જાણો કિંમત અને સ્પેશિયલ ફીચર્સ
Vivo V30e : ડિઝાઇન અને સ્પેસિફિકેશન
Vivo એ 2 મે ના રોજ ભારતમાં લોન્ચ થાય તે પહેલા V30e ની સંપૂર્ણ ડિઝાઇન જાહેર કરી છે. સ્માર્ટફોનમાં વક્ર ચેસીસ સાથે “જેમ કટ” ડિઝાઇન હશે અને બે કલર મખમલ લાલ અને રેશમ વાદળી હશે. કેમેરા હાઉસિંગ ગોળાકાર હશે જે કેટલાક રિયલમી અને ઓપ્પો ફોનની યાદ અપાવે છે.
V30e ને 5,500mAh બેટરી સાથેનો સૌથી પાતળો ફોન માનવામાં આવે છે. ચાર્જિંગ ઝડપ ચોક્કસ નથી પરંતુ ઓનલાઈન રિપોર્ટ્સનીના આધારે 44W ની અપેક્ષા રાખી શકીએ છીએ. વીવોએ એ પણ પુષ્ટિ કરી છે કે V30e 50-મેગાપિક્સેલ સોની IMX882 મુખ્ય સેન્સર સાથે આવશે. ફ્રન્ટ પર, સેલ્ફી માટે તેમાં બીજો 50-મેગાપિક્સલનો કેમેરો હશે.
આ પણ વાંચો: રિયલમી ₹ 10,000 સુધીમાં સૌથી ઝડપી 5G ફોન લોન્ચ કરશે, Narzo 70x 5G 24 એપ્રિલે આવશે
એવી પણ વાત છે કે, Vivo V30eમાં 1080p રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચની AMOLED ડિસ્પ્લે અને હૂડ હેઠળ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર હશે. ફોનને IP64 રેટિંગ મળી શકે છે.
Vivo V30e ફ્લિપકાર્ટ અને Vivo ઓનલાઈન સ્ટોર પર વેચવામાં આવશે. તે રિટેલ સ્ટોર્સ દ્વારા પણ ઉપલબ્ધ થઇ શકે છે.





