Vivo V40 SE 4G: વીવો વી40 એસઇ 4જી સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત

Vivo V40 SE 4G Price And Features: વીવો વી40 એસઇ સ્માર્ટફોન 50 મેગાપિક્સલના પ્રાઇમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ

Written by Ajay Saroya
July 25, 2024 15:50 IST
Vivo V40 SE 4G: વીવો વી40 એસઇ 4જી સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત
Vivo V40 SE 4G Features : વીવો વી40 એસઇ 4જી સ્માર્ટફોનમાં 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા, 80W રેપિડ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. (Image: Social Media)

Vivo V40 SE 4G Launched: વીવો એ ચેક રિપબ્લિકમાં પોતાનો નવો વી સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. વીવો વી40 એસઇ 4જી કંપનીનો નવો સ્માર્ટફોન છે. આ સીરીઝમાં Vivo V40 5G, Vivo V40 Lite 5G, Vivo V40 SE 5G અને આગામી Vivo V40 Pro 5G સામેલ છે. નવા વીવો વી40 એસઇમાં 5જી કનેક્ટિવિટી આપવામાં આવી નથી. તેમાં 50 એમપી ડ્યુઅલ રિયર કેમેરા, 80W રેપિડ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

વીવો વી40 એસઇ ફીચર્સ (Vivo V40 SE Features)

વીવો વી40 એસઇ 4જીમાં 50 એમપી નો ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં ફ્લિકર સેન્સર પણ છે. આ ડિવાઇસમાં ડ્યુઅલ સિમ, 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં IP-54 રેટેડ વોટર રેઝિસ્ટન્સ છે.

Vivo V40 SE 4G launch | Vivo V40 SE 4G price | Vivo smartphone | Vivo V40 SE 4G Specifications | Vivo V40 SE 4G Features | Vivo V40 SE 4G Camera | Vivo Smartphone
Vivo V40 SE 4G Price : વીવો વી40 એસજી 4જી સ્માર્ટફોન 4999 CZK (લગભગ 17,800 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. (Image: Social Media)

આ ડિવાઇસનું ડાયમેન્શન 163.17 x 75.81 x 7.79mm છે અને તેનું વજન 186 ગ્રામ છે. આ ડિવાઇસમાં 6.67 ઇંચની ઇ4 એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફુલએચડી+ રિઝોલ્યુશન અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સિક્યોરિટી માટે આ ફોનમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનની જાડાઈ ૭.૯૯ મીમી છે.

વીવો વી40 એસઇ કેમેરા (Vivo V40 SE Camera)

આ સ્માર્ટફોનમાં વિવોનો સ્નેપડ્રેગન 685 ચિપસેટ આપવામાં આવી છે. જ્યારે સ્ટોરેજ માટે 128 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 80W રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ વડે વધારી શકાય છે. સ્માર્ટફોનમાં 8 જીબી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ FunTouch OS 14 સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે.

આ પણ વાંચો | વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન એઆઈ ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

વીવો વી40 એસઇ 4જી કિંમત (Vivo V40 SE 4G Price)

વીવો વી40 એસજી 4જી સ્માર્ટફોન 4999 CZK (લગભગ 17,800 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ક્રિસ્ટલ બ્લેક અને લેધર પર્પલ કલરમાં આવે છે. હાલમાં એશિયન બજારોમાં આ ફોનને રિલીઝ કરવા સાથે જોડાયેલી કોઇ જાણકારી મળી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ