Vivo V40 Launched: વોટરપ્રુફ સ્માર્ટફોન વીવો વી40 લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

Vivo V40 Price And Specifications: વીવો વી40 સ્માર્ટફોન ip68 વોટરપ્રુફ રેટિંગ ધરાવે છે. આ લેટેસ્ટ વીવો સ્માર્ટફોન સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ સાથે આવે છે અને તે બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.

Written by Ajay Saroya
June 17, 2024 15:44 IST
Vivo V40 Launched: વોટરપ્રુફ સ્માર્ટફોન વીવો વી40 લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ
Vivo V40 Smartphone: વીવો વી40 સ્માર્ટફોન IP68 વોટરપ્રુફ રેટિંગ સાથે આવે છે. (Photo - Social Media)

Vivo V40 Smartphone Price And Specifications: વીવોના લેટેસ્ટ સ્માર્ટફોન વીવો વી40 (Vivo V40) પરથી પડદો ઉઠ્યો છે. વીવો વી40 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે પરંતુ કંપનીએ તેની સાથે બોક્સમાં ચાર્જર આપ્યું નથી. વીવો એ એપલ અને સેમસંગ જેવા ફોન સાથે બોક્સમાં ચાર્જર ન આપવાનો ટ્રેન્ડ અપનાવ્યો છે. Vivo V40 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં જોવા મળતી 80W ચાર્જિંગ ટેક્નોલોજી છે, પરંતુ ચાર્જર ફોનવાળા બોક્સમાં નહીં મળે.

વીવો V40 સ્પેસિફિકેશન્સ (Vivo V40 Specifications)

વીવો વી૪૦ સ્માર્ટફોનમાં ચીનમાં પહેલેથી જ ઉપલબ્ધ વીવો એસ૧૯ જેવા સ્પેસિફિકેશન્સ મળે છે. યુરોપમાં લોન્ચ થયેલા વીવો વી40 સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ છે. આ હેન્ડસેટને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

વીવો વી40 સ્પેસિફિકેશન્સ (Vivo V40 Camera)

વીવો વી40 સ્માર્ટફોનમાં 6.78 ઇંચની 120હર્ટ્ઝ એમોલેડ ડિસ્પ્લે છે જે 1.5K (2800 x 1260 pixels) રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. આ ફોન સ્ટેલર સિલ્વર અને નેબ્યુલા પર્પલ કલર વેરિઅન્ટમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે હેન્ડસેટમાં 50MPનો પ્રાઇમરી અને 50MPનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે, જેમાં અપર્ચર એફ/1.9 છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

વીવો વી40 વોટરપ્રુફ રેટિંગ (Vivo v40 IP68 Waterproof Rating)

વિવો વી40 સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટ IP68 વોટરપ્રૂફ રેટિંગ સાથે આવે છે. ફોનમાં એન્ડ્રોઇડ ૧૪ બેસ્ડ FunTouch OS 14 છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી F15 5Gનો નવો અવતાર, એરટેલ તરફથી ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, 50 GB ડેટા ફ્રી

વીવો વી40 કિંમત (Vivo V40 Price)

વીવો વી40 સ્માર્ટફોન ઇ-સિમ સપોર્ટ કરે છે અને યુએસબી 2.0 સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ સાથે આવે છે. TechOutlook અનુસાર આ ફોનની કિંમત 599 યૂરો હશે. નવો Vivo V40 5G સ્માર્ટફોન જુલાઇથી યુરોપમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. વીવો વી40 ભારતમાં ક્યારે અને કઇ કિંમતે ઉપલબ્ધ થશે તેની માહિતી હજી જાહેર કરવામાં આવી નથી. આ ડિવાઇસમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ વગેરે જેવા સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ