Vivo V40 Pro, Vivo V40 Launched: વીવો દ્વારા ભારતમાં પોતાની લેટેસ્ટ વી સીરીઝના 2 નવા સ્માર્ટફોન વીવો વી40 પ્રો અને વીવો વી40 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન વીવો વી30 સિરીઝના અપગ્રેડ વેરિએન્ટ છે. Vivo V40 Pro અને Vivo V40 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર અને 5500mAh બેટરી આપવામાં આવી છે. જાણો આ બે નવા વીવો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
વીવો વી40 પ્રો કિંમત (Vivo V40 Pro Price in India)
વીવો વી40 પ્રો સ્માર્ટફોનનો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 49999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 55999 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્માર્ટફોન બ્લૂ અને ટાઇટેનિયમ ગ્રો કલરમાં આવે છે. હેન્ડસેટનું વેચાણ 13 ઓગસ્ટથી શરૂ થશે.
વીવો વી40 કિંમત (Vivo V40 Price in India)
વીવો વી40 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 34999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત અનુક્રમે 36999 રૂપિયા અને 41999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બ્લૂ, પર્પલ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 19 ઓગસ્ટથી શરૂ થશે.
Vivo V40 Pro, Vivo V40 સ્પેસિફિકેશન્સ (Vivo V40 Pro, Vivo V40 specifications)
વીવો વી40 પ્રો અને વીવો વી40 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ફન્ટચ OS 14 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની ફુલએચડી + (1,260×2,800 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ છે. વીવો વી40 પ્રો સ્માર્ટફોનમાં 4nm MediaTek Dimensity 9200+ પ્રોસેસર, 12GB સુધીની રેમ અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. વીવો વી40માં 4એનએમ ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 એસઓસી, 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો વીવો વી40 પ્રો સ્માર્ટફોનમાં રિયરમાં Zeiss બ્રાન્ડેડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને Aura Light ફ્લેશ આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં રિયર પર ઓટોફોક્સ અને OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનું Sony IMX921 પ્રાઇમરી સેન્સર, 50 મેગાપિક્સલ વાઇડ-એંગલ કેમેરો અને 50 મેગાપિક્સલ Sonu IMX816 ટેલિફોટો પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યું છે.
જ્યારે વીવો વી40 સ્માર્ટફોનમાં Zeiss બ્રાંડિંગ સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ઓઆઇએસ અને એએફ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો ચેટિંગ માટે હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે વીવો વી40 સિરીઝમાં 5જી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, વાઇ-ફાઇ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે. બંને ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ ફોન IP68 રેટિંગ સાથે આવે છે જે ધૂળ અને પાણી સામે પ્રતિકાર કરવાની ક્ષમતા દર્શાવે છે.
આ પણ વાંચો | ₹ 10000 થી સસ્તા શાનદાર સ્માર્ટફોન, રક્ષાબંધન પર બહેનને આપવા માટે બેસ્ટ ગીફ્ટ
વીવો વી40 સ્માર્ટફોન ચાર્જ કરવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વીવો વી40 પ્રોનું ડાયમેન્શન 164.3×75.1×7.5 મીમી અને તેનું વજન 192 ગ્રામ છે. જ્યારે વિવો વી40નું ડાયમેન્શન 164×74.9×7.5 એમએમ છે અને તેનું વજન 190 ગ્રામ છે.





