Vivo Y400 5G ભારતમાં આ તારીખે લોન્ચ થશે, વોટરપ્રૂફ સ્માર્ટફોનમાં છે 50MP કેમેરો, સુહાના ખાન સાથે છે ખાસ કનેક્શન

Vivo Y400 5G ભારતમાં લોન્ચ તારીખ : વીવો વાય 400 5જી સ્માર્ટફોનમાં 6000mAh બેટરી, 50 મેગાપિક્સલનો સોની IMX852 પ્રાઇમરી રિયર કેમેરા અને 6.67 ઇંચનો 120Hz FullHD+ AMOLED ડિસ્પ્લે હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

Written by Ajay Saroya
July 29, 2025 15:56 IST
Vivo Y400 5G ભારતમાં આ તારીખે લોન્ચ થશે, વોટરપ્રૂફ સ્માર્ટફોનમાં છે 50MP કેમેરો, સુહાના ખાન સાથે છે ખાસ કનેક્શન
Vivo Y400 5G Launch Date : વીવો વાય 400 5જી સ્માર્ટફોન IP68+IP69 રેટિંગ ધરાવે છે. (Photo: Vivo)

Vivo Y400 5G Launch Date and Price In India : વીવો કંપનીએ આખરે ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન વીવો વાય400 5જી (Vivo Y400 5G) લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. કંપનીએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આગામી Vivo Y400 5G લોન્ચ કરવાની તારીખ વિશે જાણકારી આપી છે. વીવોનું કહેવું છે કે વીવો વાય 400 5જી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ભારતમાં રિલીઝ થશે. આ સ્માર્ટફોનને દેશમાં ગ્લેમ વ્હાઇટ અને ઓલિવ ગ્રીન કલર ઓપ્શનમાં વેચવામાં આવશે. જણાવી દઈએ કે આ તારીખે ગ્લોબલ વેરિએન્ટ પણ લોન્ચ કરવામાં આવશે.

Vivo Y400 5Gમાં 6000mAhની બેટરી, 50 મેગાપિક્સલનો સોની IMX852 પ્રાઇમરી રિયર કેમેરા અને 6.67 ઇંચનો 120Hz FullHD+ AMOLED ડિસ્પ્લે હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત ડિવાઇસને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP68+IP69 રેટિંગ મળશે. ફોનમાં ગૂગલના Circle to Search, AI Transcript Assist, AI Notes Summary, AI Captions, AI Documents જેવા એઆઈ ફીચર્સ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કંપનીએ બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની પુત્રી અને અભિનેત્રી સુહાના ખાનને વીવો વાય 400 5જી સ્માર્ટફોનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.

Vivo Y400 5G India લોન્ચની તારીખ, કલર ઓપ્શન

ઉલ્લેખનીય છે કે, વીવો વાય 400 5જી સ્માર્ટફોન 4 ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન ગ્લેમ વ્હાઇટ અને ઓલિવ ગ્રીન કલરમાં વેચવામાં આવશે. હેન્ડસેટના પ્રમોશનલ બેનરમાં ખુલાસો થયો છે કે ડિવાઇસમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે.

વીવો વાય 400 5જીમાં પાછળના ભાગમાં વર્ટિકલ પિલ આકારનું કેમેરા મોડ્યુલ આપવામાં આવશે. ઉપકરણમાં પ્રાથમિક કેમેરા ચોરસ મોડ્યુલમાં મૂકવામાં આવ્યો છે જ્યારે ગૌણ સેન્સર નાના ચોરસ સ્લોટમાં છે. બંને કેમેરા આઇલેન્ડમાં નીચે તરફ એક ઓરો લાઇટ મળે છે. રિયર કેમેરા આઇલેન્ડ પાસે એક પિલ શેપ આકારનું એલઇડી ફ્લેશ યુનિટ આપવામાં આવ્યું છે. ફોનમાં જમણી બાજુ વોલ્યુમ રોકર અને પાવર બટન આવે છે.

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર વીવો વાય 400 5જીમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં IP68+IP69 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ રેટિંગ મળશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર અને 8 જીબી રેમ આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FuntouchOS 15 સાથે રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, Vivo Y400 Pro 5G સ્માર્ટફોનમાં ભારતમાં મીડિયાટેક ડિમેન્સિટી 7300 ચિપસેટ, 6.77 ઇંચની 120Hz FullHD+ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે. હેન્ડસેટમાં 5500mAhની બેટરી અને 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હોવાની અપેક્ષા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ