Vivo V50 Elite Edition: વિવો વી50 એલિટ એડિશન મોબાઈલ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Vivo V50 Elite Edition Launch: વિવો વી50 એલિટ એડિશન મોબાઈલ ભારતમાં લોન્ચ કરાયો છે. 6000mAh શક્તિશાળી બેટરી અને 50MP સેલ્ફી કેમરાવાળા આ સ્માર્ટફોન સાથે ઇયરબડ્સ ફ્રી છે. આવો જાણીએ આ નવા ફોનની કિંમત ફિચર્સ અને અન્ય ખાસિયતો વિશે.

Vivo V50 Elite Edition Launch: વિવો વી50 એલિટ એડિશન મોબાઈલ ભારતમાં લોન્ચ કરાયો છે. 6000mAh શક્તિશાળી બેટરી અને 50MP સેલ્ફી કેમરાવાળા આ સ્માર્ટફોન સાથે ઇયરબડ્સ ફ્રી છે. આવો જાણીએ આ નવા ફોનની કિંમત ફિચર્સ અને અન્ય ખાસિયતો વિશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo V50 Elite Edition | Vivo V50 | Vivo phone

Vivo V50 Elite Edition : વિવો વી50 એલિટ એડિશન (Photo: @Vivo_India)

Vivo V50 Elite Edition Launch: વિવોએ ફેબ્રુઆરી 2025 માં પોતાનો લેટેસ્ટ વિવો વી50 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપનીએ નવી Vivo V50 એલિટ એડિશન રજૂ કરી છે. આ નવી એલિટ એડિશન સાથે કંપનીએ વિવો ટીડબલ્યુએસ TWS 3eને બોક્સમાં સામેલ કર્યા છે, જેની કિંમત 1899 રૂપિયા છે. વિવો વી50 એલિટ એડિશનનો નવો સ્માર્ટફોન 50MP સેલ્ફી કેમેરા, 512GB સુધીનું સ્ટોરેજ અને 6000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Vivo V50 એલિટ એડિશનની કિંમત અને ફીચર્સ વિશે વધુ જાણો.

Advertisment

Vivo V50 Elite Edition Price : વિવો વી50 એલિટ એડિશન કિંમત

વિવો વી50 એલિટ એડિશનની કિંમત 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 41,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને રોઝ રેડ કલરમાં લઇ શકાય છે, જે સ્ટાન્ડર્ડ વી50 હેન્ડસેટ કરતા માત્ર 1000 રૂપિયા મોંઘો છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન અને તમામ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

ઓનલાઈન ફોન ખરીદવા પર તમને એચડીએફસી, એસબીઆઈ અને એક્સિસ બેંકના કાર્ડ સાથે 3000 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. આ સિવાય 6 મહિના સુધીનો નો-કોસ્ટ ઈએમઆઈ પણ છે.

ઉપરાંત આ વિવો સ્માર્ટફોન ઓફલાઇન ખરીદવા પર પસંદગીના બેંક કાર્ડ્સ સાથે 3000 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ઝીરો ડાઉન પેમેન્ટ સાથે 10 મહિના સુધીની ઇએમઆઇ, વિવો વી-અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ 3000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને વિવો વી-શિલ્ડ ડિવાઇસ પ્રોટેક્શન પ્લાન પણ હશે.

Advertisment
,

vivo V50 Elite Edition Specifications : વિવો વી50 એલિટ એડિશન સ્પેસિફિકેશન્સ

વિવો વી50 એલિટ એડિશન સ્માર્ટફોનમાં 6.77 ઇંચ (2392 × 1080 પિક્સલ) ફુલએચડી+ કર્વ્ડ AMOLED 20:9 ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ, 480 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 4500 નાઇટ્સ પીક બ્રાઇટનેસ, HDR10+ और Diamond Shield Glass પ્રોટેક્શન ઓફર કરે છે.

વિવોના આ હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 Gen 3 (4nm) Mobile Platform આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એડ્રેનો Adreno 720 GPU સંચાલિત છે. ડિવાઇસમાં 8 જીબી રેમ / 12 જીબી રેમ સાથે 128 જીબી / 256 જીબી / 512 જીબી સ્ટોરેજનો વિકલ્પ છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ વિવો સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 15 બેસ્ડ Funtouch OS આપવામાં આવ્યું છે.

વિવો વી50 સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.88, OIS, ZEISS ઓપ્ટિક્સ અને 50 મેગાપિક્સલના અલ્ટ્રા-વાઇડ સેન્સર સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. f/2.0 અપર્ચર સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50MPનો ઓટોફોકસ ફ્રન્ટ કેમેરો છે. વિવોના આ ફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી ઉપલબ્ધ છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્ષી એસ25 એજ સ્લિમ સ્માર્ટફોન લોન્ચ, જાણો ખાસ ફીચર્સ અને કિંમત

વિવો વી50 એલિટ એડિશનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર, યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું માપ 163.29× 76.72× 7.39mm છે અને તેનું વજન 199 ગ્રામ છે. હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP68 + IP69) છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 6 802.11 બી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી 2.0 નો સમાવેશ થાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ