/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Vivo-V50-.jpg)
વીવોએ વી50 સ્માર્ટફોનના લોન્ચિંગની તારીખ વિશે લગભગ દરેક જાણકારી જાહેર કરી
Vivo V50 India Launch : વીવોએ આખરે ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન વીવો વી50 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. Vivo V50 ભારતમાં 17 ફેબ્રુઆરી 2025ના રોજ લોન્ચ થશે. કંપનીએ વીવો વી50 પ્રો વિશે કોઈ જાણકારી શેર કરી નથી. આગામી વીવો વી50 સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ થયેલા વીવો વી40નું અપગ્રેડ વેરિઅન્ટ હશે. વીવો વી50માં જર્મનીની લેન્સમેકર કંપની ZEISSનો કેમેરો મળશે.
ફોનની ડિઝાઇન અને ફીચર્સ વિશે માહિતી સામે આવી
વીવોએ વી50 સ્માર્ટફોનના લોન્ચિંગની તારીખ વિશે લગભગ દરેક જાણકારી જાહેર કરી છે. ફોનની ડિઝાઇન અને ફીચર્સ વિશે માહિતી સામે આવી છે. અગાઉના વી-સીરીઝના ફોનની જેમ વી50માં પણ સુંદર ડિઝાઇન અને સ્લિમ બોડી મળશે. વીવોનો દાવો છે કે તે 6000mAhની મોટી બેટરી સાથે આવતો દેશનો સૌથી સ્લિમ સ્માર્ટફોન હશે. આ પહેલા વીવો વી40માં 5500mAhની મોટી બેટરી હતી. નવા ફોનમાં ઓછામાં ઓછી 80W ચાર્જિંગ સ્પીડ મળવાની આશા છે.
વીવો વી50 સ્માર્ટફોનને ત્રણ કલરમાં લોન્ચ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હેન્ડસેટ રોઝ રેડ, સ્ટેરી નાઇટ અને ટાઇટેનિયમ ગ્રે કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોનમાં ફ્રન્ટમાં વી40 જેવી ડિઝાઇન મળશે અને વી50માં "41-ડિગ્રી ગોલ્ડન વક્ર્ચર સાથે ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા રિયલમી જેવી બ્રાન્ડના ફોનમાં પણ આવી સ્ક્રીન જોવા મળી ચૂકી છે.
આ પણ વાંચો - 6000mAh બેટરી સાથે આવી રહ્યો છે રિયલમીનો નવો ફોન
રિયર પર 50 મેગાપિક્સલના બે સેન્સર મળશે
કેમેરાની વાત કરીએ તો વીવો વી50 સ્માર્ટફોનમાં રિયર પર 50 મેગાપિક્સલના બે સેન્સર મળશે. આમાંથી એક વાઇડ લેન્સ, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ સાથે આવશે. જ્યારે બીજા અલ્ટ્રાવાઈડ સેન્સરમાં ઓટોફોકસ સાથે 119 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ મળશે. હેન્ડસેટમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરો મળશે જે ઓટોફોકસને સપોર્ટ કરે છે. વીવોએ આ ફોનમાં એઆઈ 3ડી સ્ટુડિયો અલ્ગોરિધમ સાથે સિગ્નેચર ઓરા લાઇટિંગ વિશે પણ માહિતી આપી છે.
આ ઉપરાંત વીવો વી50 સ્માર્ટફોનમાં સ્ક્રીન માટે સ્કૉટ પ્રોટેક્શન સાથે શિલ્ડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન IP68 અને IP69 રેટિંગ આપવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us