Vivo V50e ની ભારતમાં જોરદાર એન્ટ્રી, લક્ઝરી ડિઝાઇન અને 50MP સેલ્ફી કેમેરો,જાણો કિંમત અને ફિચર્સ

Vivo V50e Launched : વીવોએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo V50eને ભારતમાં લોન્ચ કર્યો છે. નવો Vivo V50e સ્માર્ટફોનને 50MP સેલ્ફી કેમેરા, અલ્ટ્રા સ્લિમ ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે અને ઘણા બધા એઆઈ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે

Written by Ashish Goyal
April 10, 2025 21:58 IST
Vivo V50e ની ભારતમાં જોરદાર એન્ટ્રી, લક્ઝરી ડિઝાઇન અને 50MP સેલ્ફી કેમેરો,જાણો કિંમત અને ફિચર્સ
Vivo V50e Launched : વીવોએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo V50eને ભારતમાં લોન્ચ કર્યો

Vivo V50e Launched : વીવોએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Vivo V50eને ભારતમાં લોન્ચ કર્યો છે. નવો Vivo V50e સ્માર્ટફોનને 50MP સેલ્ફી કેમેરા, અલ્ટ્રા સ્લિમ ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે અને ઘણા બધા એઆઈ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વીવોના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં 256GB સુધી સ્ટોરેજ, 5600mAhની મોટી બેટરી અને વોટરપ્રૂફ રેટિંગ આપવામાં આવ્યું છે.

Vivo V50e કિંમત

Vivo V50E સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 28999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 30,999 રૂપિયા છે. આ હેન્ડસેટને આજથી એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, વિવો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સેલ 17 એપ્રિલથી શરૂ થશે.

vivo V50e ફિચર્સ

વીવો વી50ઇ સ્માર્ટફોનમાં 6.77 ઇંચ (2392 x 1080 પિક્સલ) ફુલએચડી એમોલેડ સ્ક્રીન છે, જેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીન HDR10+, 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ડાયમંડ શિલ્ડ ગ્લાસ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 4એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે તમને માલી-જી615 એમસી2 મળે છે.

વીવોના આ ફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેસ્ડ ફન્ટુચઓએસ 15 આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ /1.79 અને ઓઆઈએસ સાથે 50MP સોની આઇએમએક્સ 882 કેમેરા છે. આ સિવાય એપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા પણ છે. આ ફોન ઔરા લાઇટ પણ આવે છે.

આ પણ વાંચો – Moto G Stylus 2025 સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, 5000mAh બેટરી અને AI ફિચર્સ, જાણો કિંમત

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપર્ચર એફ/2.0 સાથે 50 મેગાપિક્સલ આઈ ઓટોફોકસ ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. વીવો વી50ઇ સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં USB ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

વીવોનો આ ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે અને IP68 + IP69 રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 163.32×76.7×7.39mm અને તેનું વજન 186 ગ્રામ છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5600mAhની બેટરી આપવામાં આવી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે વીવો વી50ઇ સ્માર્ટફોનમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 6 802.11 એસી, બ્લૂટૂથ 5.4, જીપીએસ, યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

વીવો વી50ઇને એચડીએફસી બેંક અને એસબીઆઇ કાર્ડ દ્વારા 10 ટકા સુધીના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જૂના સ્માર્ટફોનના બદલામાં ફોન ખરીદવા પર તમને 10 ટકા એક્સચેન્જ બોનસ મળશે. 6 મહિના સુધી નો-કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. કંપની વીવો વી50ઈ સ્માર્ટફોનને ઓનલાઇન ખરીદવા પર 1499 રૂપિયાની કિંમતની ફ્રી વીવો ટીડબલ્યુએસ ઇયરબડ્સ ઓફર કરી રહી છે.

ઓફલાઇન ઓફર્સ

એસબીઆઇ, એચએસબીસી, એમેક્સ, ડીબીએસ, આઇડીએફસી અને ઘણી મોટી બેંકોને કાર્ડ સાથે ફોન લેવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. વી-શિલ્ડ સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન પ્લાન લેવા પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જિયોના 1199 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 2 મહિના માટે 10 ઓટીટી એપ્સને ફ્રી પ્રીમિયમ એક્સેસ મળશે. કંપની વીવો વી50ઈ સ્માર્ટફોનને ઓફલાઇન ખરીદતી વખતે 1499 રૂપિયાની કિંમતના વીવો ટીડબલ્યુએસ ઇયરબડ્સ પણ ફ્રીમાં આપી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ