Vivo V60 5G Launch: વીવો વી60 સ્માર્ટફોન લોન્ચ, 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર

Vivo V60 5G ભારતમાં લોન્ચ થયો : વીવો વી60 સ્માર્ટફોન 50MP પ્રાઇમરી કેમેરા, 6500mAhની બેટરી અને IP68 અને IP69 રેટિંગ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ વીવો વી60 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગત

Written by Ajay Saroya
August 12, 2025 16:55 IST
Vivo V60 5G Launch: વીવો વી60 સ્માર્ટફોન લોન્ચ, 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ ઓફર
Vivo V60 5G India Launch : વીવો વી60 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે Zeiss નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. (Photo: Vivo)

Vivo V60 5G Price in India: વીવો એ ભારતમાં લેટેસ્ટ વી-સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવો વીવો વી60 કંપનીનો મિડરેંજ ફોન છે અને તેને 6500mAh મોટી બેટરી, સ્નેપડ્રેગન 7 જેન 4 પ્રોસેસર અને 50MP પ્રાઇમરી રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા ફોનમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે અને તે IP68, IP69 રેટિંગ્સ સાથે આવે છે. Vivo V50ના અનુગામી Vivo V60માં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગતો

Vivo V60 Price in India : ભારતમાં વીવો વી60 કિંમત

વીવો વ60 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 38,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 40,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 45,999 રૂપિયા છે.

લેટેસ્ટ વીવો સ્માર્ટફોન ઓસ્પિશિયલ ગોલ્ડ, મિસ્ટ ગ્રે અને મૂનલાઇટ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. Vivo V60 સ્માર્ટફોનનું વેચાણ 19 ઓગસ્ટથી વિવો ઇન્ડિયાના ઇ-સ્ટોર, ઇ-કોમર્સ વેબસાઇટ અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

વીવો વી60 સ્માર્ટફોન ખરીદવા માટે પ્રી બુકિંગ ઓર્ડર શરૂ થઇ ગયું છે. આ લેટેસ્ટ વીવો સ્માર્ટફોન ઓનલાઇન ખરીદવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, 10 ટકા એક્સચેન્જ બોનસ અને 10 ટકા કેશબેક જેવી ઓફરનો ફાયદો ઉઠાવી શકાય છે.

Vivo V60 Specifications : વીવો વી60 સ્પેસિફિકેશન્સ

વીવો વી60 સ્માર્ટફોનમાં 6.77 ઇંચની 1.5K (1,080×2,392 પિક્સલ) ક્વાડ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને પીક બ્રાઇટનેસ લેવલ 5000 નિટ સુધી છે. હેન્ડસેટમાં 4nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 16જીબી સુધીની રેમ મળે છે. ફોનમાં 512GB સુધીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

વીવોના આ ફોનમાં ફોટોગ્રાફી માટે Zeiss નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનું Sony IMX766 પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 50 મેગાપિક્સલનો સોની IMX882 ટેલિફોટો અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ અને રિયલ બંને કેમેરા 4K વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 6500mAhની મોટી બેટરી છે જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વીવોનો આ ફોન AI ઇમેજ એક્સપાન્ડર, AI Image Expander, AI Smart Call Assistant, AI Captions અને AI-backed Block Spam Call જેવા એઆઇ ફીચર્સ સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ Funtouch OS 15 આવે છે. કંપનીએ આ ડિવાઇસમાં 4 વર્ષ સુધી મોટા OS અપડેટ અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપે છે.

કનેક્ટિવિટી માટે વીવો વી60માં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે IP68 અને IP69 આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ