Vivo X Fold 5 Launch: વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોન ભારતમાં લોન્ચ, 50MP ટ્રિપલ કેમેરા અને 6000mAh બેટરી

Vivo X Fold 5 Launch In India: ભારતમાં લોન્ચ થયો : વીવો એક્સ ફોલ્ડ 5 સ્માર્ટફોનને 6000mAhની મોટી બેટરી, ડ્યુઅલ ડિસ્પ્લે, 50MP ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
July 14, 2025 15:56 IST
Vivo X Fold 5 Launch: વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોન ભારતમાં લોન્ચ, 50MP ટ્રિપલ કેમેરા અને 6000mAh બેટરી
Vivo X Fold 5 India Launch : વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોનમાં 8.03 ઇંચની ફોલ્ડેબલ AMOLED ઇનર ડિસ્પ્લે છે. (Photo: @Vivo_India)

Vivo X Fold 5 Price in India: વીવો એક્સ ફોલ્ડ 5 ફોન આખરે ભારતમાં લોન્ચ થયો છે. ભારતમાં Vivo X200 FE સ્માર્ટફોન સાથે નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 5 લોન્ચ કર્યો છે. બુક સ્ટાઇલના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 8.03 ઇંચની ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 6.53 ઇંચની કવર સ્ક્રીન આવે છે. નવા Vivo X Fold 5માં 6000mAhની મોટી બેટરી, ઓક્ટા કોર Snapdragon 8 Gen 3 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં 3 50MP રિયર કેમેરા અને 20 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર આપવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ Vivo X Fold 5 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Vivo X Fold 5 Price in India : ભારતમાં વીવો એક્સ ફોલ્ડ 5 ફોનની કિંમત

વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,49,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ટાઇટેનિયમ ગ્રે ફિનિશ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોન પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. આ ડિવાઇસને 30 જુલાઈથી ફ્લિપકાર્ટ અને વીવોની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Vivo X Fold 5 Specifications : વીવો એક્સ ફોલ્ડ 5 સ્પેસિફિકેશન

વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોનમાં 8.03 ઇંચની ફોલ્ડેબલ AMOLED ઇનર ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2,480×2,200 પિક્સલ છે. ફોનમાં 6.53 ઇંચની AMOED કવર સ્ક્રીન છે, જેનું રિઝોલ્યુશન 2,748×1,172 પિક્સલ છે. બંને ડિસ્પ્લે પેનલનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે, જે 4500 નીટની પીક બ્રાઇટનેસ ધરાવે છે. ફોનમાં TÜV Rheinland ગ્લોબલ આઇ પ્રોટેક્શન 3.0 છે.

Vivo X Fold 5 ફોલ્ડેબલ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર, 16GB સુધીની રેમ અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FuntouchOS 15 સાથે આવે છે.

કેમેરાની વાત કરીએ તો વીવો એક્સ ફોલ્ડ 5 ફોલ્ડેબલ ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનું Sony IMX921 પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સુધી 50 મેગાપિક્સલનું Sony IMX882 ટેલિફોટો સેન્સર અને અપર્ચર F/2.05 સાથે 50 મેગાપિક્સલનો Samsung JN1 અલ્ટ્રાવાઇડ કેમેરા આવે છે.

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપર્ચર એફ/ 2.4 માટે 20 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર છે. ફોનમાં AI Image Studio ફીચર સપોર્ટ છે. સુરક્ષા માટે હેન્ડસેટની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં ડ્યુઅલ નેનો-સિમ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ઓટીજી, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. ફોલ્ડ કરવામાં આવે ત્યારે ડિવાઇસની જાડાઈ 9.2mm અને જ્યારે ખોલો ત્યારે 4.3mm હોય છે. ફોલ્ડ કરવામાં આવે ત્યારે ફોનનું વજન 217 ગ્રામ હોય છે.

આ પણ વાંચો | ઇન્ફિનિક્સ હોટ 60 5જી સ્માર્ટફોન AI બટન સાથે લોન્ચ, કિંમત 10 હજારથી ઓછી

વીવો એક્સ ફોલ્ડ 5 સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં પાણી અને ડસ્ટ રેઝિસ્ટન્સ માટે IPX8+IPX9+IP5X રેટિંગ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ