Vivo X Fold3 Pro Launched in India: વીવો એ પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન વીવો એક્સ ફોલ્ડ3 પ્રો ભારતમાં લોન્ચ કર્યો છે. Vivo X Fold3 Pro કંપનીનો પહેલો ફોલ્ડેબલ ફોન છે અને તેમા ઘણા દમદાર ફીચર્સ છે. Vivo X Fold3 Pro સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર છે. નવા લેટેસ્ટ ફોલ્ડેબલ ફોનમાં કંપનીએ Zeiss સાથે પાર્ટનરશીપમાં કેમેરો આપ્યો છે. ચાલો લેટેસ્ટ Vivo X Fold3 Proની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે
ભારતમાં વીવો એક્સ ફોલ્ડ3 પ્રો કિંમત ( Vivo X Fold3 Price In India)
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો સ્માર્ટફોનને ભારતમાં સિંગલ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ (16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ) સાથે 159999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આજથી દેશભરમાં ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનનું વેચાણ 30 જૂનથી શરૂ થશે.
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો ફીચર્સ (Vivo X Fold3 Pro Features)
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો અંગે કંપનીનું કહેવું છે કે તે ભારતનો સૌથી ઓછા વજનનો અને સ્લિમ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. આ ફોલ્ડેબલ ફોનની જાડાઇ 11.2 મીમી છે. હેન્ડસેટનું વજન 236 ગ્રામ છે. વીવોનો દાવો છે કે આ હેન્ડસેટનું વજન એકદમ ઓછું છે અને તે એકદમ કોમ્પેક્ટ છે, જેના કારણે તેને પોકેટમાં સરળતાથી સાથે લઇ જઇ શકાય છે.

વીવો એક્સ ફોલ્ડ3 પ્રો ફોલ્ડેબલ ફોનમાં કાર્બન ફાઈબર કીલ આપવામાં આવી છે. આ ફોનને ઈન્ટીગ્રેટેડ સ્લીપ સ્ટ્રક્ચર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વીવો એક્સ ફોલ્ડ3 પ્રોમાં બેક પેનલ પર બખ્તર બેક કવર આપવામાં આવ્યું છે. અને તે સ્ટાન્ડર્ડ ગ્લાસ પેનલ કરતા 15 ગણી મજબૂત છે. વીવોનો આ ફોન IPX8 રેટિંગ સાથે આવે છે અને વોટર રેઝિસ્ટન્ટ છે. તેમા બેક પેનલ પર એક મોટું કેમેરા મોડ્યુલ છે જે ટ્રાયંગુલર ફ્લુટેડ ડિઝાઇન સાથે આવે છે. આ ફોન સેલેસ્ટિયલ બ્લેક કલરમાં આવે છે.
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો સ્પેસિફકેશન (Vivo X Fold3 Pro Specifications)
ફોટોગ્રાફી માટે ફોલ્ડેબલ ફોનમાં 50MP પ્રાઇમરી, 50MP વાઇડ-એંગલ અને 64MP ZEISS ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. એઆઇ નાઇટ વ્યૂની મદદથી હેન્ડસેટમાંથી લો લાઇટમાં શાનદાર તસવીરો લઇ શકાય છે. હેન્ડહેલ્ડ એસ્ટ્રો મોડ સાથે, ફોનમાંથી આકાશની મહાન તસવીરો કેપ્ચર કરી શકાય છે. ટેલિફોટો કેમેરાથી ૩૦એક્સ ઝૂમ સાથે શ્રેષ્ઠ ક્વોલિટી ફોટા લઈ શકાય છે. ટેલિફોટો માઇક્રો મોડ સાથે, ફોટામાં નાની વિગતો સાથે સરસ ક્લોઝઅપ ફોટા કેપ્ચર કરી શકાય છે. ફોનમાં વીવો વી3 ઇમેજિંગ ચિપ છે. હેન્ડસેટમાં હોવર કેમેરા મળે છે.
આ પણ વાંચો | માત્ર 8000 માં શાનદાર રિયલમી સ્માર્ટફોન, 50 MP કેમેરા અને 5000 mAh બેટરી, જાણો ફીચર્સ
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો બેટરી (Vivo X Fold3 Pro Battery)
વીવો એક્સ ફોલ્ડ3 પ્રો ને પાવર આપવા 5700mAhની બેટરી છે, જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ ફોન દેશનો સૌથી મોટો બેટરી ઓફર કરતો ફોલ્ડેબલ ફોન છે. હેન્ડસેટમાં 6.53 ઇંચની પ્રાઇમરી અને 8.03 ઇંચની ઇનર ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 4500 નિટ્સ પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝન સાથે આવે છે.





