Vivo X200 FE Launch: વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોન લોન્ચ, 9300+ ચીપ અને 50MP કેમેરા, જાણો દરેક વિગત

Vivo X200 FE Launched in India: વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર, 6500mAh બેટરી અને 50MP પ્રાયમરી કેમેરા સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન IP68 + IP69 રેટિંગ ધરાવ છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ખાસિયતો વિશે વિગતવાર જાણો

Vivo X200 FE Launched in India: વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર, 6500mAh બેટરી અને 50MP પ્રાયમરી કેમેરા સાથે લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન IP68 + IP69 રેટિંગ ધરાવ છે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોનની કિંમત અને ખાસિયતો વિશે વિગતવાર જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vivo X200 FE Price | Vivo X200 FE phone | Vivo smartphone | Vivo mobile

Vivo X200 FE Price in India: વીવો એ પોતાનો લેટેસ્ટ એક્સ સીરિઝ સ્માર્ટફોન તાઇવાનમાં લોન્ચ કર્યો છે. વીવો એક્સ 200 એફઇ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તેમાં ઝૈઇસ-ટ્યુન્ડ ટ્રિપલ રિયર કેમેરા, 50MP પ્રાઇમરી કેમેરા અને 512જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વીવો એક્સ 200 એફઇ મોબાઇલમાં 6500mAhની મોટી બેટરી આવે છે. આ સ્માર્ટફોનને વીવો એસ30 પ્રો મિનીના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો નવા વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

વીવોના આ ફોનની કિંમત અને ઉપલબ્ધતા વિશે હજી સુધી માહિતી આપવામાં આવી નથી. આ ફોનને પિંક, યલો, બ્લેક અને બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ હેન્ડસેટને વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

Vivo X200 FE Specifications : વીવો એક્સ 200 એફઇ સ્પેસિફિકેશન

વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોનમાં 6.31 ઇંચની 1.5K (1,216×2,640 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 460 ppi છે. વીવોનો આ સ્માર્ટફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર સાથે આવે છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

ફોટોગ્રાફી માટે, વીવો એક્સ 200 એફઇમાં Zeiss બ્રાન્ડેડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 50MP પ્રાઇમરી, 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે.

Advertisment

વીવો એક્સ 200 એફઇ સ્માર્ટફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી છે જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 150.83×71.76×7.99 એમએમ છે અને તેનું વજન 186 ગ્રામ છે. આ વીવો સ્માર્ટફોન IP68+IP69 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.

કનેક્ટિવિટી માટે વીવોના લેટેસ્ટ ફોનમાં બ્લૂટૂથ 5.4, જીપીએસ, એ-જીપીએસ, વાઇ-ફાઇ, ઓટીજી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. બોર્ડપરના સેન્સરમાં ટેમ્પરેચર સેન્સર, ઇ-કોટન, ડિસ્ટન્સ સેન્સર, ગ્રેવિટી સેન્સર, લાઇટ સેન્સર, ગાયરોસ્કોપ, ઇન્ફ્રારેડ રિમોટ કન્ટ્રોલ અને ફ્લિકર સેન્સરનો સમાવેશ થાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ