Vivo X300 Series Launch : વીવો એ લોન્ચ કર્યા બે ધાસું સ્માર્ટફોન, 50MP સેલ્ફી કેમેરા અને 512GB સુધી સ્ટોરેજ

Vivo X300 Pro, Vivo X300 Price And Features : વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોન 50MP સેલ્ફી કેમેરા અને Dimensity 9500 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત

Written by Ajay Saroya
October 31, 2025 13:53 IST
Vivo X300 Series Launch : વીવો એ લોન્ચ કર્યા બે ધાસું સ્માર્ટફોન, 50MP સેલ્ફી કેમેરા અને 512GB સુધી સ્ટોરેજ
Vivo X300 Pro price And Specifications : વીવો એક્સ300 પ્રો કિંમત અને સ્પેસિફિકેશન (Photo: Vivo)

Vivo X300 Pro And Vivo X300 Launch : વીવો એ વૈશ્વિક બજારમાં તેના બે નવા સ્માર્ટફોન Vivo X300 Pro અને Vivo X300 લોન્ચ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ સીરિઝઝ લગભગ બે અઠવાડિયા પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. બંને હેન્ડસેટમાં ફ્લેગશિપ 3nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ છે. Vivo X300 Pro અને Vivo X300 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. બંને ફોનમાં 50 એમપી સેલ્ફી કેમેરા છે. વીવો એક્સ 300 સીરિઝ ડિસેમ્બરની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

Vivo X300 Series Price : વીવો એક્સ ૩૦૦ સીરિઝ કિંમત

વીવો એક્સ 300 સ્માર્ટફોનના 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,399 યુરો (લગભગ 1,43,000 રૂપિયા) છે. વીવો એક્સ 300 ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ 1049 યુરો (લગભગ 1,08,000 રૂપિયા) છે. તો ટોપ-એન્ડ 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1099 યુરો (લગભગ 1,13,000 રૂપિયા) છે.

બંને વિવો એક્સ 300 સિરીઝ કંપનીના ઓનલાઇન સ્ટોર દ્વારા 3 નવેમ્બરથી યુરોપમાં લોન્ચ કરવામાં આવશે. Vivo X300 Pro ડ્યુન બ્રાઉન અને ફેન્ટમ બ્લેક કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. વીવો એક્સ 300 સ્માર્ટફોન હેલો પિંક અને ફેન્ટમ બ્લેક કલર ઓપ્શનમાં વેચવામાં આવશે.

Vivo X300 Pro Specifications : વીવો એક્સ 300 પ્રો સ્પેસિફિકેશન્સ

વિવો એક્સ 300 પ્રો ડ્યુઅલ-સિમ હેન્ડસેટ છે જે OriginOS 6 બેઝ્ડ Android 16 સાથે આવે છે. ડિવાઇસમાં 6.78-ઇંચ 1,260×2,800 પિક્સેલ્સ ફ્લેટ Q10 + LTPO AMOLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 300 હર્ટ્ઝ સુધીના ટચ સેમ્પલિંગ રેટ અને 452ppi પિક્સેલ ડેન્સિટી સાથે આવે છે. હેન્ડસેટમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 94.85 ટકા છે.

વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર 3nm મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ છે. ડિવાઇસમાં 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ વિકલ્પો મળે છે. કેમેરાની વાત કરીએ તો, Vivo X300 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50 એમપી પ્રાઇમરી, 50 એમપી અલ્ટ્રાવાઇડ કેમેરા અને એપરચર એફ / 1.57 સાથે 200 એમપી પેરિસ્કોપ કેમેરા છે. ડિવાઇસમાં હોલ-પંચ કટઆઉટની અંદર એપરચર એફ / 2.0 સાથે 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. પાછળનો કેમેરા 8K રિઝોલ્યુશન સુધીના વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

Vivo X300 Pro મોબાઇલને પાવર આપવા માટે, એક મોટી 5440mAh બેટરી આપવામાં આવી છે જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. પ્રો વેરિઅન્ટમાં ડ્યુઅલ-સ્પીકર સેટઅપ, એક્શન બટન અને વન-એક્સિસ રેખીય મોટર છે. હેન્ડસેટ ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા માટે IP68 રેટિંગ સાથે આવે છે. પ્રો મોડેલનું માપ 161.98×75.48×7.99 મીમી છે અને તેનું વજન 226 ગ્રામ છે.

ડિવાઇસમાં સુરક્ષા માટે 3D અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ ફોનમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ છે. હેન્ડસેટમાં લેસર ઓટોફોકસ સેન્સર, હોલ ઇફેક્ટ સેન્સર, આઇઆર બ્લાસ્ટર, ફ્લિકર સેન્સર અને મલ્ટિસ્પેક્ટ્રલ સેન્સર આપવામાં આવ્યું છે.

Vivo X300 Specifications : Vivo X300 સ્પેસિફિકેશન્સ

Vivo X300 સ્માર્ટફોનના સ્ટાન્ડર્ડ મોડેલમાં પ્રો વેરિઅન્ટની જેમ જ ચિપસેટ, ઓએસ, કનેક્ટિવિટી અને સિક્યોરિટી ફીચર્સ મળે છે. આ સ્માર્ટફોનમાં 6.31 ઇંચ (1,216×2,640 પિક્સેલ) ફ્લેટ ક્યૂ 10 + LTPO AMOLED સ્ક્રીન છે. ડિવાઇસને પાવર આપવા માટે મોટી 5360mAhની બેટરી આપવામાં આવી છે.

આ વીવો સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા મોડ્યુલ છે. જો કે, વિવો એક્સ 300 સ્માર્ટફોનમાં 200 એમપી પ્રાઇમરી રીઅર કેમેરા, 50 એમપી અલ્ટ્રાવાઇડ અને 50 એમપી પેરિસ્કોપ કેમેરા સાથે આવે છે. પ્રો અને સ્ટાન્ડર્ડ મોડલમાં સેલ્ફી કેમેરા સમાન છે. આ ડિવાઇસનું માપ 150.57×71.92×7.95 મીમી છે અને તેનું વજન 190 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ