Vivo X300 Pro 5G Launch Date: વીવો એક્સ 300 પ્રો ભારતમાં આ તારીખે લોન્ચ થશે, MediaTek પ્રોસેસર અને પાવરફુલ બેટરી, જાણો કિંમત કેટલી હશે?

Vivo X300 series launch in India, Check price, features And More Details : વીવો એક્સ 300 સ્માર્ટફોન સીરિઝ બે વેરિયન્ટમાં લોન્ચ થશે. લેટેસ્ટ વીવો સ્માર્ટફોન MediaTek ની નવી Dimensity 9500 ચીપ, Android 16 બેઝ્ડ OriginOS 6, 50MP કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ મળી શકે છે.

Written by Ajay Saroya
November 17, 2025 15:35 IST
Vivo X300 Pro 5G Launch Date: વીવો એક્સ 300 પ્રો ભારતમાં આ તારીખે લોન્ચ થશે, MediaTek પ્રોસેસર અને પાવરફુલ બેટરી, જાણો કિંમત કેટલી હશે?
Vivo X300 5G Mobile Series Launch In India : વીવો એક્સ 300 5જી મોબાઇલ ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થશે. (Photo: @Vivo_India)

Vivo X300 Series Price In India : વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોન ભારતમાં ડિસેમ્બરમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. કંપનીને લેટેસ્ટ વીવો સ્માર્ટફોન બે વેરિયન્ટમાં Vivo X300 અને Vivo X300 Pro લોન્ચ કરશે. નવા વીવો સ્માર્ટફોનમાં શાનદાર કેમેરા, LPDDR5x રેમ અને MediaTek ની નવી Dimensity 9500 ચીપ મળી શકે છે. આ સાથે જ ફોનમાં Android 16 બેઝ્ડ OriginOS 6 આવી શકે છે. ચાલો જાણીયે વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોનની લોન્ચ તારીખ, ફીચર્સ અને સંભવિત કિંમત વિશે વિગતવાર

Vivo X300 Pro, Vivo X300 5G કિંમત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટેક મોબાઇલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, વીવો એક્સ 300 સ્માર્ટફોનના 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત લગભગ 75 હજાર રૂપિયા આસપાસ હોઇ શકે છે. જ્યારે 16GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 80 હજાર આસપાસ હોઇ શકે છે. ડિવાઇસના પ્રો મોડલ એટલે કે કે Vivo X300 Pro ની કિંમત 1 લાખ રૂપિયા આસપાસ હોઇ શકે છે. જો કે કંપનીએ હજી સુધી નવા સ્માર્ટફોનની કિંમત વિશે હજી સુધી કોઇ ખુલાસો કર્યો નથી.

Vivo X300 Pro અને Vivo X300 સ્પેસિફિકેસન

મીડિયા રિપોર્ટ મુજબ Vivo X300 માં 6.31 ઇંચ 1.5K LTPO OLED ડિસ્પ્લે આવી શકે છે. તો વીવો એક્સ 300 પ્રો મોડલ્સમાં 6.78 ઇંચની ફ્લેટ BOE Q10+ LTPO OLED ડિસ્પ્લે હોઇ શકે છે. અલબત્ત આ બંને ડિવાઇસમાં તમને 120 Hz સુધીનો રિફ્રેશ રેટ સપોર્ટ મળશે. આ બંને સ્માર્ટફોનમાં LPDDR5x રેમ અને MediaTek ની નવી Dimensity 9500 ચિપસેટ મળશે. સાથે જ ફોનમાં Android 16 બેઝ્ડ OriginOS 6 મળી શકે છે.

બંને વીવો સ્માર્ટફોનની બેટરી કેપેસિટી અલગ અલગ હોઇ શકે છે. જેમા વીવો એક્સ 300 પ્રો મોડલમાં 5,440mAh બેટરી જ્યારે વીવો એક્સ 300 વેરિયન્ટમાં 5,360mAh ની બેટરી આવી શકે છે. બંને ડિવાઇસમાં 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળી શકે છે.

Vivo X300 Pro, Vivo X300 : કેમેરા

ફોટોગ્રાફી માટે વીવો એક્સ 300 પ્રો મોબાઇલમાં 200MP પેરિસ્કોપ ટેલીફોટો કેમેરા, 50MP Sony LYT 828 પ્રાયમરી કેમેરા અને 50 MP અલ્ટ્રા વાઇડ લેન્ચ મળી શકે છે. તો Vivo X300 મોડલમાં પણ 200MP Samsung HPB પ્રાયમરી સેન્સર અને 50MP LYT 602 પેરિસ્કોપ લેન્સ આવી શકે છે. બંને મોડલમાં 50MP નો સેલ્ફી કેમેરા હોવાની અપેક્ષા છે.

Vivo X300 Pro, Vivo X300 Launch Date : વીવો એક્સ 300 પ્રો ક્યારે લોન્ચ થશે?

વીવો કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, Vivo X300 અને Vivo X300 Pro સ્માર્ટફોન ભારતમાં 2 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. બંને ડિવાઇસ ઓનલાઇન પ્લેટફોર્મ અને ઓથોરાઇઝ્ડ કંપની ડીલર અને ચેનલ પાર્ટનર પાસે ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ