Vivo X300, x300 Pro Launch: વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ; 200MP કેમેરા, 16GB રેમ અને 1TB સ્ટોરેજ, જાણો કિંમત

Vivo x300, Vivo x300 pro Launch Price: વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોન Dimensity 9500 પ્રોસેસર, 1TB સ્ટોરેજ અને 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે જેવા ફીચર્સ સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. જાણો લેટેસ્ટ વીવો મોબાઇલની કિંમત અને તમામ ફીચર્સ વિશે વિગતવાર

Written by Ajay Saroya
Updated : October 14, 2025 12:28 IST
Vivo X300, x300 Pro Launch: વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ; 200MP કેમેરા, 16GB રેમ અને 1TB સ્ટોરેજ, જાણો કિંમત
Vivo x300, Vivo x300 pro Price and Specifications in Gujarati : વીવો એક્સ 300, વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોન લોન્ચ થયા છે. (Photo: Vivo)

Vivo x300, x300 pro price in India : વીવો એ ચીનમાં તેના લેટેસ્ટ Vivo X300 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Vivo X300 અને Vivo X300 Pro કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ ફોન છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9500 પ્રોસેસર છે. Vivo X300 માં 200MP સેમસંગ HPB પ્રાઇમરી રિયર સેન્સર મળે છે જ્યારે પ્રો વેરિઅન્ટમાં 50 મેગાપિક્સલનું સોની LYT-828 પ્રાઇમરી રિયર સેન્સર છે. બંને હેન્ડસેટમાં 50 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા છે. Vivo X300 અને Vivo X300 Pro અનુક્રમે 6040mAh અને 6510mAh બેટરી સાથે આવે છે. જાણો લેટેસ્ટ વીવો એક્સ 300 સીરિઝ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે તમામ માહિતી…

Vivo X300, X300 Pro Price : વીવો એક્સ300, એ300 પ્રો કિંમત

ચીનમાં વિવો એક્સ 300 સ્માર્ટફોના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,399 યુઆન (લગભગ 54,700 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,699 યુઆન (લગભગ 58,400 રૂપિયા) છે. ઉપરાંત સમયે, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ,999 યુઆન (લગભગ 62,100 રૂપિયા), 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 5,299 યુઆન (લગભગ 65,900 રૂપિયા), અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,799 યુઆન (લગભગ 72,900 રૂપિયા) છે. આ સ્માર્ટફોન ફ્રી બ્લુ, કમ્ફર્ટેબલ પર્પલ, પ્યોર બ્લેક અને લકી કલરમાં આવે છે.

Vivo X300 Price : વીવો એક્સ300 કિંમત

વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ચીનમાં 5,299 યુઆન (લગભગ 65,900 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 5,999 યુઆન (લગભગ 74,600 રૂપિયા) અને 6,699 યુઆન (લગભગ 83,000 રૂપિયા) છે. ઉપરાંત 16 જીબી રેમ અને 1 ટીબી સેટેલાઇટ કમ્યુનિકેશન એડિશન 8,299 યુઆન (લગભગ 1,03,200 રૂપિયા) માં ખરીદી શકાય છે.

Vivo X300 Pro Features : વીવો એક્સ 300 પ્રો ફીચર્સ

Vivo X300 Pro સ્માર્ટફોનમાં 6.78-ઇંચની 1.5K (2,800×1,216 પિક્સેલ) ફ્લેટ BOE Q10+ LTPO OLED ડિસ્પ્લે છે જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. આ હેન્ડસેટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9500 ચિપસેટ આવે છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 1 ટીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ OriginOS 6 સાથે આવે છે.

કેમેરા વિશે વાત કરીએ તો, વીવો એક્સ 300 પ્રોમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 એમપી સોની LYT 828 પ્રાઇમરી રીઅર સેન્સર છે. આ ઉપરાંત, 50 મેગાપિક્સલનો સેમસંગ જેએન 1 અલ્ટ્રાવાઇડ શૂટર અને OIS સાથે 200 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો સેમસંગ જેએન 1 સેલ્ફી સેન્સર આપવામાં આવ્યો છે.

વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોનમાં મોટી 6510mAh બેટરી છે જે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં સુરક્ષા માટે અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્પીકર છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, NFC, GPS અને USB 3.2 Gen 1 Type-C પોર્ટ છે. હેન્ડસેટને IP68 રેટિંગ મળે છે એટલે કે મોબાઇલ વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે. આ ડિવાઇસનું માપ 161.98×75.48×7.99 એમએમ છે અને તેનું વજન 226 ગ્રામ છે.

Vivo X300 Features : વીવો એક્સ 300 ફીચર્સ

વીવો એક્સ 300 સ્માર્ટફોનમાં પ્રો વેરિઅન્ટની જેમ જ ચિપસેટ, ઓએસ, બિલ્ડ, કનેક્ટિવિટી અને સિક્યોરિટી ફીચર્સ મળે છે. બેઝ વેરિઅન્ટમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.31-ઇંચની 1.5K (2,640×1,216 પિક્સેલ) ફ્લેટ BOE Q10+ LTPO OLED સ્ક્રીન છે. આ ડિવાઇસનું માપ 150.57×71.92×7.95 મીમી છે અને તેનું વજન 190 ગ્રામ છે. ફોનને પાવર આપવા માટે 6040 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો, Vivo X300 માં પ્રો મોડેલની જેમ 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ડિવાઇસમાં 200 મેગાપિક્સલનો સેમસંગ એચપીબી પ્રાઇમરી ઓઆઇએસ-સપોર્ટેડ સેન્સર, અલ્ટ્રાવાઇડ લેન્સ સાથે 50 મેગાપિક્સલનો સેમસંગ જેએન 1 સેન્સર અને 50 મેગાપિક્સલનો એલવાયટી -602 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ