Vivo Y03 સ્માર્ટફોનમાં છે 5000mAh બેટરી અને 12GB સુધી રેમ સપોર્ટ, કિંમત સાત હજારથી પણ ઓછી

Vivo Y03માં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે એચડી + (1612×720 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે

Written by Ashish Goyal
March 13, 2024 23:39 IST
Vivo Y03 સ્માર્ટફોનમાં છે 5000mAh બેટરી અને 12GB સુધી રેમ સપોર્ટ, કિંમત સાત હજારથી પણ ઓછી
Vivo Y03 : વીવોએ ઇન્ડોનેશિયામાં પોતાનો લેટેસ્ટ વાય-સીરીઝનો ફોન લોન્ચ કર્યો છે

Vivo Y03 : વીવોએ ઇન્ડોનેશિયામાં પોતાનો લેટેસ્ટ વાય-સીરીઝનો ફોન લોન્ચ કર્યો છે. Vivo Y03 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. વીવોના હેન્ડસેટમાં વર્ચ્યુઅલ રેમ સપોર્ટ 8 જીબી અને એન્ડ્રોઇડ 14 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. વીવો વાય 03 સ્માર્ટફોનને ભારત સહિત અન્ય બજારોમાં પણ લોન્ચ કરવામાં આવે તેવી આશા છે. જાણો વીવોના આ નવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Vivo Y03 કિંમત

Vivo Y03 સ્માર્ટફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. બંને વેરિઅન્ટની કિંમત અનુક્રમે 1,299 Rp (આશરે 6,700 રૂપિયા) અને 1,499 Rp (લગભગ 8000 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ગ્રીન જેમ્સ અને બ્લેક સ્પેસ કલરમાં આવે છે.

Vivo Y03 ફીચર્સ

Vivo Y03 સ્માર્ટફોનમાં ટેક્સ્ચર્ડ રિયર પેનલ આપવામાં આવી છે. તેમાં ટ્રેડિશનલ વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ મળે છે. આ ફોન 3 વર્ષની બેટરી પ્રોટેક્શન સાથે આવે છે.

આ પણ વાંચો – રેડમી અને રિયલમીને ટક્કર આપશે iQOO Z9 5G સ્માર્ટફોન, 2000નું ડિસ્કાઉન્ટ મેળવો

Vivo Y03માં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે જે એચડી + (1612×720 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 269 પીપીઆઈ છે. હેન્ડસેટમાં મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે માલી- જી 52 એમપી2 હાજર છે.

5000mAhની બેટરી આપવામાં આવી છે

વીવોના આ ફોનમાં 4 જીબી રેમ આપવામાં આવી છે. રેમને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે. ડિવાઇસમાં 64 અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 આધારિત ફન્ટચ ઓએસ 14 સાથે આવે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનમાં 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

વીવો વાય03 સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને એપર્ચર એફ / 3.0 સાથે ક્યુવીજીએ કેમેરો મળે છે. ફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસનું વજન 185 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ સિમ સપોર્ટ, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.0, એનએફસી, જીપીએસ, ગ્લોનાસ જેવા ફીચર્સ. ફોનમાં IP54 ડસ્ટ રેઝિસ્ટન્ટ અને વોટર સ્પ્લેશ સપોર્ટ સાથે આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ