scorecardresearch

Vivo Y100 features and Price : ભારતમાં રંગ બદલતો Vivo Y100 સ્માર્ટફોન લોન્ચ, ફિચર અને પ્રાઇસ વિશે વિગતવાર જાણો

Vivo Y100 features and Price : વીવો એ (Vivo) રંગ બદલતો Vivo Y100 સ્માર્ટફોન (Vivo Y100 smartphone) આખરે ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. વીવો વાય100 સ્માર્ટફોનના ફિચર (Vivo Y100 features) અને પ્રાઇસ (Vivo Y100 price) વિશે વિગતવાર જાણો

Vivo Y100 smartphone
ભારતમાં Vivo Y100 લોન્ચ થયો, ફિચર અને પ્રાઇસ વિશે વિગતવાર જાણો

Vivoએ આખરે ભારતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Y100 ફોન લોન્ચ કરી દીધો છે. નવા મિડ-રેન્જ સ્માર્ટફોન Vivo Y100 વિશે છેલ્લા ઘણા દિવસોથી સતત ટીઝર રિલીઝ થઈ રહ્યા હતા. Vivoનો લેટેસ્ટ ફોન કલર ચેન્જિંગ બેક પેનલ સાથે આવે છે. આ લેટેસ્ટ 5G Vivo હેન્ડસેટમાં 6.38 ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે, 8GB વર્ચ્યુઅલ રેમ અને Android 13 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Vivo Y100ની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે વિગતવાર જાણો…

ત્રણ કલરમાં મળશે ફોન

Vivo Y100 મોબાઇલ ફોન ત્રણ કલર – મેટલ બ્લેક, વ્હાઇટલાઇટ ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરમાં મળશે. વ્હાઇટલાઇટ ગોલ્ડ અને પેસિફિક બ્લુ મોડલમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે આ ફોનના બેક પેનલનો રંગ બદલાઈ જાય છે.

Vivo Y100ના સ્પેસિફિકેશન

Vivo Y100 સ્માર્ટફોનને પાવરફુલ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 6.38-ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે FullHD+ (2400×1080 પિક્સેલ્સ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. સ્ક્રીન HDR10+ સર્ટિફિકેશન સાથે આવે છે અને તેમાં સેલ્ફી કેમેરા એક વોટરડ્રોપ નોચમાં રહેલો છે.

Vivo Y100 સ્માર્ટફોનમાં MediaTek Dimensity 900 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે માલી G68 GPU આપેલું છે. આ હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ કેપેસિટી છે. ઇનબિલ્ટ સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 8GB સુધી વધારી શકાય છે. આ ડિવાઇસમાં FunTouchOS 13 આપવામાં આવ્યું છે જે લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 પર આધારિત છે.

ટ્રિપલ કેમેરા સેટઅપ

Vivoના નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 64-મેગાપિક્સલનો પ્રાઈમરી રીયર સેન્સર છે જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે આવે છે. અને ફોનમાં 2 મેગાપિક્સલના બે સેન્સર પણ આવે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે હેન્ડસેટમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.

બેટરી અને ચાર્જિંગ

Vivo Y100 સ્માર્ટફોનને પાવર આપવા માટે 4500mAh બેટરી આપવામાં આવી છે જે 44W FlashCharge ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં USB Type-C ચાર્જિંગ પોર્ટછે. હેન્ડસેટમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અને 3.5 એમએમ ઓડિયો જેક હાજર છે. આ Vivo સ્માર્ટફોનનું ડાયમેન્શન 181 ગ્રામ છે અને ડાયમેન્શન 158.91 × 73.53 × 7.73 મિલીમીટર છે. કનેક્ટિવિટી માટે, આ Vivo ફોનમાં ડ્યુઅલ-સિમ સપોર્ટ, 5G, Wi-Fi, બ્લૂટૂથ 5.2, GPS, GLONASS જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

Vivo Y100 ની ભારતમાં કેટલી પ્રાઇસ છે?

વીવોનો કંપનીના નવા લેટેસ્ટ હેન્ડસેટ Vivo Y100ના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. કંપની હાલ મર્યાદિત સમય માટે HDFC, ICICI, SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા નવા વીવો વાય100 ફોનની ખરીદી પર 1000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ અને વીવોના સ્ટોર પરથી ખરીદી શકાય છે.

Web Title: Vivo y100 launched in india vivo y100 features and price smartphone

Best of Express