Vivo Y18 : વીવો વાય 18 સ્માર્ટફોન 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે, જાણો કેવા છે ફિચર્સ

Vivo Y18 Launched : વીવોએ ભારતમાં પોતાનો વાય-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન સત્તાવાર રીતે રજૂ કર્યો છે. જાણો નવા Vivo સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Written by Ashish Goyal
May 03, 2024 15:32 IST
Vivo Y18 : વીવો વાય 18 સ્માર્ટફોન 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે, જાણો કેવા છે ફિચર્સ
Vivo Y18 Launched in India : વીવોએ ભારતમાં પોતાનો વાય-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન સત્તાવાર રીતે રજૂ કર્યો છે (તસવીર - વીવો વેબસાઇટ)

Vivo Y18 Launched in India : વીવોએ ભારતમાં પોતાનો વાય-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન સત્તાવાર રીતે રજૂ કર્યો છે. નવા બજેટ વીવો વાય 18માં 128 જીબી સ્ટોરેજ, 5000mAhની બેટરી અને 50MP રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડ્યુઅલ-રિંગ ડિઝાઇનવાળો આ વીવો સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયેલા Vivo Y18e કરતાં વધુ સારા ફીચર્સ આપે છે. જાણો નવા Vivo સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.

વીવો વાય Y18 કિંમત (Vivo Y18 price)

વીવો વાય 18 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 8,999 રૂપિયામાં લઈ શકાય છે. 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ફોન 9,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન વીવોના ઈ-સ્ટોર પરથી ખરીદી શકાય છે.

વીવો વાય 18 ફીચર્સ (Vivo Y18 Features)

વીવો વાય 18 સ્માર્ટફોનમાં 6.56 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે એચડી + (1612×720 પિક્સલ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 269 પીપીઆઈ છે અને રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે પર વોટરડ્રોપ નોચ આપવામાં આવી છે.

આ પણ વાંચો – Vivo V30e ની ભારતમાં એન્ટ્રી, 50MP ફ્રન્ટ અને રિયર કેમેરો, 5500mAh ની મોટી બેટરી મળશે

Vivo Y18માં મીડિયાટેક હેલિયો જી85 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે Mali G52 મળે છે. વીવોના હેન્ડસેટમાં 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. આ ડિવાઇસમાં 4 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં 4 જીબી એક્સટેન્ડેડ રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે. તે એન્ડ્રોઇડ 14 બેઝ, FunTouchOS 14 સાથે આવે છે.

5000mAhની બેટરી

Vivo Y18માં એપર્ચર F/2.0 સાથે 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને વીજીએસ સેન્સર આપવામાં આવ્યું છે. પાછળના ભાગમાં એલઇડી ફ્લેશ પણ છે. વીવોના આ હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.

વીવો વાય 18 માં IP54 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 4જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ 2.0 પોર્ટ આપવામાં આવ્યા છે. હેન્ડસેટનું વજન 185 ગ્રામ છે. ડિવાઇસનું ડાઇમેંશન 163.63 × 75.58× 8.39 mm છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ